Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર પર અથડામણમાં 25 આતંકવાદીઓ ઠાર, 5 પાકિસ્તાની સૈનિકોના મોત

પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર થયેલી અથડામણમાં પાકિસ્તાની સેનાએ 25 આતંકવાદીઓને ઠાર મારવાનો દાવો કર્યો છે, જ્યારે પાંચ સૈનિકો મોત  થયા છે. ઇસ્તંબુલમાં તણાવ ઘટાડવાની વાટાઘાટો વચ્ચે આ હિંસા થઈ છે, જેના કારણે તાલિબાન સરકારના ઇરાદાઓ પર ગંભીર સવાલો ઊભા થયા છે
પાકિસ્તાન અફઘાનિસ્તાન બોર્ડર પર અથડામણમાં 25 આતંકવાદીઓ ઠાર  5 પાકિસ્તાની સૈનિકોના મોત
Advertisement

  • Pakistan Taliban Conflict: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પર ફરી હિંસા
  • 25 આતંકવાદીઓ અને પાંચ પાકિસ્તાની સૈનિકના મોત
  • બંને દેશો વચ્ચે હાલ શાંતિ માટે વાતચીત ચાલી રહી છે

પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સંવેદનશીલ સરહદ પર રવિવારે ફરી એકવાર મોટી હિંસા ફાટી નીકળી છે. પાકિસ્તાની સેનાએ દાવો કર્યો છે કે અફઘાનિસ્તાન તરફથી ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવતી કાર્યવાહીમાં ઓછામાં ઓછા 25 આતંકવાદીઓ માર્યા ગયા છે, જ્યારે આ અથડામણમાં પાંચ પાકિસ્તાની સૈનિકો પણ મોત થયા છે.આ અથડામણ એવા સમયે થઈ છે જ્યારે બંને દેશોના પ્રતિનિધિઓ ઇસ્તંબુલમાં ચાલી રહેલી વાટાઘાટો દરમિયાન સરહદી તણાવ ઓછો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે શાંતિ સ્થાપવાના પ્રયાસો માટે મોટો આંચકો છે.

Pakistan Taliban Conflict: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પર ફરી હિંસા

પાકિસ્તાની સેનાની મીડિયા શાખા દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, આ હિંસા શુક્રવાર અને શનિવાર ના રોજ થઈ હતી, જ્યારે આતંકવાદીઓએ અફઘાન બાજુથી પાકિસ્તાનમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.આ અથડામણો મુખ્યત્વે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કુર્રમ અને ઉત્તર વઝીરિસ્તાન જિલ્લામાં થઈ હતી, જે પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પરના અત્યંત દુર્ગમ વિસ્તારો છે. સેનાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આતંકવાદીઓના આ સતત પ્રયાસોએ અફઘાન સરકાર ના ઇરાદાઓ પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

Advertisement
Advertisement

Advertisement

Pakistan Taliban Conflict: તાલિબાન સરકારની  હાલ પ્રતિક્રિયા આવી નથી

આ હિંસક અથડામણ અંગે અફઘાનિસ્તાન તરફથી હજુ સુધી ઔપચારિક પ્રતિક્રિયા આપવામાં આવી નથી. તાલિબાન સરકાર અને સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ મીડિયાના પ્રશ્નોનો જવાબ આપવાનું ટાળ્યું છે.અગાઉ, તાલિબાન સત્તાધીશો પાકિસ્તાનના આવા આરોપોને સતત નકારી કાઢતા રહ્યા છે. તાલિબાનનો દાવો છે કે ઇસ્લામાબાદની લશ્કરી કાર્યવાહી અફઘાન સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરે છે અને પાકિસ્તાને પોતાના આંતરિક સુરક્ષા મુદ્દાઓ જાતે જ ઉકેલવા જોઈએ. જોકે, સરહદ પરની આ તાજી હિંસાએ બંને પડોશી દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં વધુ કડવાશ ઉમેરી છે.

આ પણ વાંચો:  ચીને બનાવી વિશ્વની સૌથી ઝડપી બુલેટ ટ્રેન , ટૂંક સમયમાં કરશે લોન્ચ,જાણો તેની ખાસિયત

Tags :
Advertisement

.

×