Pakistan : ખૈબર પખ્તુનખ્વામાં ફરી આતંકી હુમલો, 30 થી વધુ લોકોના મોત
- Pakistan ના ખૈબર પખ્તુનખ્વામાં આતંકી હુમલો
- આતંકી હુમલામાં 10 લોકોના મોત
- કુર્રમ વિસ્તારમાં પેસેન્જર વાન પર કરાયો હુમલો
પાકિસ્તાન (Pakistan)ના ખૈબર પખ્તુનખ્વામાં આતંકી હુમલાની ઘટના સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ આતંકી હુમલામાં 30 થી વધુ લોકોના મોત થયા છે. આ હુમલો ખૈબર પખ્તુનખ્વાના ડાઉન કુર્રમ વિસ્તારમાં પેસેન્જર વાન પર થયો હતો. આ હુમલામાં એક પોલીસ અધિકારી સહિત ડઝનબંધ લોકો ઘાયલ પણ થયા છે.
Pakistan માં પેસેન્જર વાન પર હુમલો...
પેસેન્જર વાન લોઅર કુર્રમના ઓચુત કાલી અને મંડુરી નજીકથી પસાર થઈ કે તરત જ ત્યાં પહેલેથી જ ઘૂસી આવેલા આતંકવાદીઓએ વાન પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. પેસેન્જર વાન પારાચિનારથી પેશાવર જઈ રહી હતી. પાકિસ્તાનની ન્યૂઝ એજન્સી ડૉન અનુસાર, તહસીલ હેડક્વાર્ટર હોસ્પિટલ અલીઝાઈના ઓફિસર ડૉ.ગયોર હુસૈને મૃત્યુની પુષ્ટિ કરી છે.
શિયા અને સુન્ની મુસ્લિમો વચ્ચે તણાવ...
અફઘાનિસ્તાનની સરહદે આવેલા આદિવાસી વિસ્તારમાં જમીન વિવાદને લઈને શિયા અને સુન્ની મુસ્લિમો વચ્ચે દાયકાઓથી તણાવ ચાલી રહ્યો છે. આ ઘટનાની જવાબદારી કોઈ જૂથે લીધી નથી. માહિતી અનુસાર, "મુસાફર વાહનોના બે કાફલા હતા, એક પેશાવરથી પારાચિનાર અને બીજો પારાચિનારથી પેશાવર તરફ મુસાફરોને લઈ જઈ રહ્યો હતો, ત્યારે સશસ્ત્ર લોકોએ તેમના પર ગોળીબાર કર્યો." ચૌધરીએ કહ્યું કે તેમના સંબંધીઓ પેશાવરથી કાફલામાં મુસાફરી કરી રહ્યા હતા.
આ પણ વાંચો : Big Breaking : ગૌતમ અદાણી ન્યૂયોર્કમાં લાંચ આપવા બદલ દોષિત
રાષ્ટ્રપતિએ આ ઘટનાની નિંદા કરી...
રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ આ ઘટનાની સખત નિંદા કરી અને મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. PPP એ X પર એક પોસ્ટમાં કહ્યું કે, નિર્દોષ મુસાફરો પર હુમલો કરવો એ કાયરતાપૂર્ણ અને અમાનવીય કૃત્ય છે. પાર્ટીએ કહ્યું કે આ ઘટના માટે જવાબદારોને સજા મળવી જોઈએ. આ સાથે ઘાયલોને સમયસર તબીબી સહાય પૂરી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો : US Parliamentમાં ટ્રાન્સજેન્ડર વુમન એમપી મુદ્દે સર્જાયો ચોંકાવનારો વિવાદ