ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PAKISTAN : આત્મઘાતી હુમલામાં આર્મીના 13 જવાનોના મોત, 29 થી વધુ ઘાયલ

PAKISTAN : અહેવાલ મુજબ, માર્ચમાં પાકિસ્તાની સેનાએ TTP સાથે જોડાયેલા 10 શંકાસ્પદ આતંકવાદીઓને મારી નાખવાનો દાવો કર્યો હતો
04:42 PM Jun 28, 2025 IST | PARTH PANDYA
PAKISTAN : અહેવાલ મુજબ, માર્ચમાં પાકિસ્તાની સેનાએ TTP સાથે જોડાયેલા 10 શંકાસ્પદ આતંકવાદીઓને મારી નાખવાનો દાવો કર્યો હતો

PAKISTAN : ઉત્તરપશ્ચિમ પાકિસ્તાન (PAKISTAN) માં થયેલા આત્મઘાતી હુમલા (SUICIDE BOMBER ATTACK) માં 13 સૈનિકોના મોત નીપજ્યા છે. અને 10 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું સપાટી પર આવ્યું છે. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ઉત્તર વઝીરિસ્તાન જિલ્લામાં એક સ્થાનિક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, એક આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકોથી ભરેલું વાહન લશ્કરી કાફલા સાથે અથાડ્યું હતું. ત્યારબાદ થયેલા વિસ્ફોટમાં, 13 સૈનિકો માર્યા ગયા છે, તથા 10 સેનાના કર્મચારીઓ અને 19 નાગરિકો ઘાયલ થયા છે. વિસ્ફોટથી નજીકના ઘરોને પણ નાનુ-મોટું નુકસાન થયું છે.

TTP દ્વારા વારંવાર હુમલાઓ થયા છે

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, વિસ્ફોટને કારણે બે ઘરોની છત પણ તૂટી પડી છે, જેમાં છ બાળકો ઘાયલ થયા છે. અત્યાર સુધી કોઈ પણ જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. જોકે, આ પાકિસ્તાનના સૌથી તણાવપૂર્ણ વિસ્તારો પૈકીનો એક છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) દ્વારા અહીં વારંવાર હુમલાઓ થયા છે.

ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાનમાં આતંકવાદી હુમલાઓ વધ્યા

છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓ વધ્યા છે. ખાસ કરીને ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાનમાં આતંકવાદી હુમલાઓ ખુબ ઝડપથી વધ્યા છે. આ સ્થિતિમાં બીજો મોટો હુમલો પાકિસ્તાનની ચિંતાઓ વધારે તેવો છે. એક અહેવાલ મુજબ, આ વર્ષે માર્ચમાં પાકિસ્તાની સેનાએ TTP સાથે જોડાયેલા 10 શંકાસ્પદ આતંકવાદીઓને મારી નાખવાનો દાવો કર્યો હતો. દક્ષિણ વઝીરિસ્તાનમાં જંડોલા ચેકપોસ્ટ નજીક ફ્રન્ટિયર કોર્પ્સ કેમ્પ પર આત્મઘાતી હુમલો થયો હતો. આ પછી પાકિસ્તાની સેનાએ જવાબી કાર્યવાહી કરી અને આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

પાકિસ્તાની સેના પર આતંકવાદી હુમલો

છેલ્લા એક વર્ષમાં પાકિસ્તાની સેના પર ઘણા આતંકવાદી હુમલા થયા છે. ડિસેમ્બર 2024 માં થયેલા હુમલામાં 16 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા અને 8 ઘાયલ થયા હતા. આ હુમલો અફઘાનિસ્તાન સરહદ નજીક થયો હતો, જેની જવાબદારી TTP એ લીધી હતી. દરમિયાન જાન્યુઆરીમાં બલૂચ લિબરેશન આર્મીએ કેચમાં 35 હુમલા કર્યા હતા, જેમાં 94 સૈનિકોના મોત થયા હતા. જૂનમાં બલૂચ આર્મીએ ગ્વાદરના સયાબાદ પર હુમલો કર્યો હતો, જેમાં 16 સૈનિકો માર્યા ગયાના અહેવાલ છે.

આ પણ વાંચો --- US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સ્પષ્ટ સંકેત, જરૂર પડશે તો અમે ઈરાનના પરમાણુ સ્થળ પર ફરીથી બોમ્બ ફેંકીશું

Tags :
areasArmyattackbomberbyconvoyDamageGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewshitHugeLifelostmanynearPakistansuicidetoworld news
Next Article