INDIAN ARMY ની જડબાતોડ કાર્યવાહી વચ્ચે પાકિસ્તાન દુનિયામાં ભીખ માંગવા નીકળ્યું
- ભારતીય સેના દ્વારા રોજેરોજ પાકિસ્તાનના ખોટા પ્રયાસોને કચડવામાં આવી રહ્યા છે
- પાકિસ્તાન દ્વારા હવે સહાયક દેશો પાસેથી લોનની ભીખ માંગવામાં આવી રહી છે
- દેવાળિયા પાકિસ્તાનની આર્થિક મોરચે લાચારી સામે આવી છે
INDIAN ARMY : ભારતીય સેના (INDIAN ARMY) દ્વારા પાકિસ્તાન વિરૂદ્ધ જડબાતોડ કાર્યવાહી કરવામાંં આવી રહી છે. પહલગામમાં આતંકી હુમલા બાદથી ભારત પાકિસ્તાનને તમામ મોરચે ઘેરી રહ્યું છે. ત્યારે હવે લાચારીના આરે આવેલું પાકિસ્તાન (PAKISTAN) દુનિયામાં લોનની ભીખ (LOAN) માંગવા નીકળ્યું છે. પાકિસ્તાન દ્વારા વિશ્વના દેશોનો લોન આપવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. પાકિસ્તાનના આર્થિક મંત્રાલય દ્વારા આ અંગેનું ટ્વીટ કરીને પોતાની ભિક્ષુક વૃત્તિનો દુનિયાને પરિચય કરાવ્યો છે.
Operation Sindoor2.0 : 48 કલાકમાં ભીખ માંગતું થઈ ગયું પાકિસ્તાન! | Gujarat First @vishvek11 @IAF_MCC @indiannavy @IndiannavyMedia @rajnathsingh @HMOIndia @PMOIndia @AmitShah@narendramodi @DefenceMinIndia @SpokespersonMoD #IndianArmy #Jammu #PakistanIsATerrorState… pic.twitter.com/o2NyasSo6d
— Gujarat First (@GujaratFirst) May 9, 2025
ભારતીય સુરક્ષા પ્રણાલી દ્વારા નિષ્ફળ બનાવી દેવામાં આવ્યા
પહલગામ આતંકી હુમલાની ઘટના બાદ ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ સૈન્ય કાર્યવાહીની સાથે અસરકારક વ્યુહાત્મક પગલાં લીધા છે. જેના કારણે પાકિસ્તાન લાચારીમાં ધકેલાઇ રહ્યું છે. આ વાતની સાબિતી આપતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વિતેલા કેટલાય દિવસોથી પાકિસ્તાન દ્વારા ભારતમાં ડ્રોન અને મિસાઇલ મારફતે હુમલા કરવામાં આવ્યા છે. જેને ભારતીય સુરક્ષા પ્રણાલી દ્વારા નિષ્ફળ બનાવી દેવામાં આવ્યા છે. આ વચ્ચે દેવાળિયા પાકિસ્તાનની આર્થિક મોરચે લાચારી સામે આવી છે.
પાકિસ્તાનનું સ્ટોક માર્કેટ ક્રેશ થઇ રહ્યું છે
પાકિસ્તાન દ્વારા વિશ્વના દેશો સમક્ષ લોન આપવા માટેની માંગણી કરવામાં આવી રહી છે. આર્થિક બાબતોના મંત્રાલય દ્વારા ટ્વીટર મારફતે પોસ્ટ કરીને આ અંગેની જાણકારી આપવામાં આવી છે. જેમાં સ્પષ્ટ લખ્યું છે કે, આંતરરાષ્ટ્રીય ભાગીદારો વધુ લોન આપે. આ વચ્ચે પાકિસ્તાનનું સ્ટોક માર્કેટ ક્રેશ થઇ રહ્યું છે. અને દિવસેને દિવસે તમામ મોરચે પાકિસ્તાન પોતાની વિશ્વસનીયતા ગુમાવી રહ્યું છે. આ તમામ જોતા ભારત દ્વારા પાકિસ્તાનને તમામ બાજુથી ઘેરવાના પ્રયાસોમાં નિષ્ફળ
આ પણ વાંચો --- ભારતનો ખોફ પાકિસ્તાનમાં વર્તાયો, પૂર્વ મેજરે રડતા કહ્યું, 'પ્રાર્થના કરો કે...'