પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કર્યો હુમલો, એરસ્ટ્રાઇકથી કાબુલમાં અફરાતફરીનો માહોલ
- PakistanAirStrikes: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કર્યો હુમલો
- અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કરી એરસ્ટ્રાઇક
- સરકારી કચેરીઓ અને રહેણાંક વિસ્તારોમાં હુમલા થયા હતા
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે (Khawaja Asif Threat) જાહેરમાં અફઘાનિસ્તાનને આતંકવાદીઓને આશ્રય આપવા બદલ બદલો લેવાની ધમકી આપી હતી તેના 48 કલાક બાદ જ પાકિસ્તાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર એરસ્ટ્રાઇકથી (PakistanAirStrikes) હુમલો કરતા અફરાતફરી મચી ગઇ હતી. કાબુલ ની આસપાસ સરકારી કચેરીઓ અને રહેણાંક વિસ્તારોમાં હુમલા થયા હતા. મધ્યરાત્રિના લગભગ 12 વાગ્યે, શહેર ઉપર ફાઇટર જેટ ઉડતા હોવાનો અવાજ સંભળાયો, ત્યારબાદ પૂર્વ વિસ્તારમાં વિસ્ફોટો થયા અને ગોળીબારના સમાચાર સામે આવ્યા છે.
નોંધનીય છે કે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાઓ પર અફઘાન તાલિબાને આકરી પ્રતિક્રિયા આપી છે. તાલિબાને કાબુલ અને પક્તિકામાં થયેલા હુમલાઓને અફઘાનિસ્તાનના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું છે. તેમણે પાકિસ્તાનની શાહબાઝ સરકાર અને આર્મી ચીફ અસીમ મુનીરને પણ ચેતવણી આપી છે કે તેમને આ હવાઈ હુમલાઓના પરિણામો ભોગવવા પડશે. ગુરુવારે રાત્રે પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલા કર્યા હતા. અહેવાલ છે કે આ હુમલાઓનું લક્ષ્ય ટીટીપીના વડા મુફ્તી નૂર વલી મહેસુદ હતા.
PakistanAirStrikes: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કર્યો હુમલો
ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, કાબુલમાં થયેલી આ ઘટના પાકિસ્તાન તાલિબાન (TTP) ના વડા નૂર વાલી મહેસુદને નિશાન બનાવીને કરવામાં આવેલા હવાઈ હુમલાનું પરિણામ હતી. મહેસુદ પાકિસ્તાની નાગરિક છે અને તેના પર અનેક હુમલાઓનો આરોપ છે. તેને કાબુલના પૂર્વ ભાગમાં TTP અને અલ-કાયદા માટે સુરક્ષિત આશ્રયસ્થાન માનવામાં આવે છે.આ ઘટનાનું બીજું એક મહત્ત્વનું પાસું એ છે કે તે અફઘાન વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકીની ભારત મુલાકાત દરમિયાન બની છે. ૨૦૨૧ માં તાલિબાને સત્તા સંભાળ્યા પછી મુત્તાકીની આ ઐતિહાસિક મુલાકાતને બંને દેશોના સંબંધો માટે નિર્ણાયક માનવામાં આવે છે.
PakistanAirStrikes: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કરી એરસ્ટ્રાઇક
ઉલ્લેખનીય છે કે કાબુલમાં અસામાન્ય હવાઈ ગતિવિધિઓની પુષ્ટિ કરતા, તાલિબાન પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે ટ્વિટર પર એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, "કાબુલ શહેરમાં વિસ્ફોટ સંભળાયો. જોકે, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી, બધું બરાબર છે. ઘટનાની તપાસ ચાલી રહી છે અને અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી." જોકે, અફઘાન વિદેશ મંત્રીની ભારત મુલાકાત દરમિયાન આવો મોટો હુમલો સંયોગ હોય તેવું લાગતું નથી.
PakistanAirStrikes: પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ આપી હતી ધમકી
કાબુલમાં આ હુમલાના થોડા સમય પહેલાં જ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે સંસદમાં અફઘાનિસ્તાનને કડક ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, "બસ હવે બહુ થયું; અફઘાન ધરતી પરથી આતંકવાદ સહન કરવામાં આવશે નહીં." તેમણે આરોપ લગાવ્યો હતો કે અફઘાન અધિકારીઓએ TTP આતંકવાદીઓને દૂર કરવાના બદલામાં ઇસ્લામાબાદ પાસેથી પૈસાની માંગણી કરી હતી. પાકિસ્તાનના ઓરકઝાઈમાં તાજેતરમાં TTP દ્વારા થયેલા હુમલામાં ૧૧ પાકિસ્તાની સૈન્ય કર્મચારીઓ માર્યા ગયા હતા, જેના જવાબમાં આ હુમલો થયો હોવાની આશંકા છે.સુરક્ષા વિશ્લેષકો ચેતવણી આપી રહ્યા છે કે જો આ હુમલાઓ પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યા હોવાની પુષ્ટિ થાય, તો તે સરહદપાર સંઘર્ષના નવા અને ગંભીર તબક્કાને ચિહ્નિત કરશે. કાબુલના રહેવાસીઓએ શહેરના મધ્ય અને ઉત્તરીય ભાગોમાં શક્તિશાળી વિસ્ફોટો થયા હોવાની અને નાગરિક ઘરોને નુકસાન પહોંચ્યું હોવાની જાણ કરી છે. કાબુલની અંદર સીધા હવાઈ હુમલાની આ પ્રથમ ઘટના હોઈ શકે છે, જેણે પ્રાદેશિક તણાવમાં મોટો વધારો કર્યો છે.
આ પણ વાંચો: નોબેલ શાંતિ પુરસ્કાર 2025ના વિજેતા મારિયા કોરિના મચાડો કોણ છે? જાણો તેમના વિશે