Pakistan માં ભીખારી પરિવારે આપી 20 હજાર લોકોને કરોડાની દાવત, જુઓ Video
- દાદીના મૃત્યુના ચાલીસમા દિવસે એક દાવતનું આયોજન કર્યું
- આવવા-જવા માટે વાહનોની પણ વ્યવસ્થા કરવામાં આવી
- બિરયાની ઉપરાંત અનેક પ્રકારની મીઠાઈઓ પણ હતી
Pakistan Beggar Family : સામાન્ય રીતે જે લોકો ભીખ માગીને પોતાનું જીવન વિતાવે છે. તેમને ખુબ જ ગરીબ માનવામાં આવે છે. કારણ કે... તેમની પાસે ખાવા પીવા માટે પણ પૂરતા પૈસા હોતા નથી. તે ઉપરાંત આ લોકો પાસે રહેવા માટે ઘર પણ હોતું નથી. પરંતુ આ આધુનિક જમાનામાં અનેક એવા ભીખારીઓ આપણી સામે આવેલા છે. જે કરોડપતિ હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો Pakistan માંથી સામે આવ્યો છે.
દાદીના મૃત્યુના ચાલીસમા દિવસે એક દાવતનું આયોજન કર્યું
એક અહેવાલ અનુસાર, Pakistanમાં અમુક ભીખારીએ કરોડોની દાવતનું આયોજન કરી હતી. આ ભીખારી પરિવારે લોકોને કરોડો રૂપિયાનું ભોજન કરાવ્યું હતું. ત્યારે આ ઘટનાના સમાચાર દરેક લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. તે ઉપરાંત સોશિયલ મીડિયા ઉપર આ ભીખારી પરિવારના ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જોકે આ ઘટના તમને મજાક લાગશે, પરંતુ આ ઘટના વાસ્તવીક ધોરણે Pakistan માં બની છે. ત્યારે Pakistan ના ગુજરાનવાલામાં એક ભિખારી પરિવારે તેમની દાદીના મૃત્યુના ચાલીસમા દિવસે એક દાવતનું આયોજન કર્યું હતું.
આ પણ વાંચો: આ હોટેલ બુક કરતા જ કપલનાં થઈ જાય છે Divorce!
આવવા-જવા માટે વાહનોની પણ વ્યવસ્થા કરવામાં આવી
આ ભોજન સમારંભમાં 20,000 લોકોને ભોજન પીરસવામાં આવ્યું હતું. હવે આ દાવતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ભોજન સમારંભમાં 1 કરોડ 25 લાખ Pakistan રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. જો ભારતીય રૂપિયામાં 38 લાખ રૂપિયા થાય છે. આ શાહી મહેફિલમાં ભવ્ય વાનગીઓ પીરસવામાં આવી હતી. આ ઉપરાંત લોકોને સ્થળ પર આવવા-જવા માટે વાહનોની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે રેલ્વે સ્ટેશનથી લોકોને લઈ જવા માટે 2000 વાહનોની વ્યવસ્થા કરવામાં આવી હતી.
બિરયાની ઉપરાંત અનેક પ્રકારની મીઠાઈઓ પણ હતી
ભોજન સમારંભમાં મટન, ચિકન, બિરયાની ઉપરાંત અનેક પ્રકારની મીઠાઈઓ પણ હતી. આ ઘટના બાદ પરિવારની પ્રોપર્ટીની પણ ચર્ચા થવા લાગી હતી. લોકો કહે છે કે માત્ર ભીખ માંગીને આટલી સંપત્તિ કેવી રીતે બનાવી શકાય. લોકોએ કહ્યું કે કદાચ તેમની આવકનો સ્ત્રોત માત્ર ભીખ માંગવાનો નથી. કેટલાક લોકોએ કહ્યું કે ભીખ માંગીને પણ તેઓ અમારા કરતાં વધુ અમીર છે.
આ પણ વાંચો: ધાર્મિક પુસ્તકોમાં Doomsday Fish ગણાતી માછલી અમેરિકામાં જોવા મળી