Gaza Drone: બે દિવસમાં પાકિસ્તાનનો ઘમંડ નીકળી ગયો, ઈરાન પાસે કરી હથિયારની માંગણી
- પાકિસ્તાનમાં હથિયારોની અછત
- પાકિસ્તાને ઈરાન પાસે કરી હથિયારોની માંગણી
- પાકિસ્તાને ઈરાન પાસે શાહિદ ડ્રોનનો માંગ્યા
ચીનની તાકાત પર ભારત સામે લડવા ગયેલું પાકિસ્તાન 'ઓપરેશન સિંદૂર'ના 24 કલાકની અંદર ઘૂંટણિયે પડી ગયું છે. ભારતે તેને એક એવો ઘા આપ્યો છે જેને તે આજીવન રૂઝવી શકશે નહીં. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે પાકિસ્તાને ઈરાન પાસેથી શાહિદ-126 ડ્રોનનો જથ્થો માંગ્યો છે. 'ઓપરેશન સિંદૂર' બાદ પાકિસ્તાને ભારતના 15 શહેરો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય સેનાએ સમયસર નિષ્ફળ બનાવ્યો હતો. ચીનનાં સસ્તાં હથિયારો સામે યુદ્ધમાં ભારતને હરાવવાનું સપનું જોઈ રહેલાં પાકિસ્તાનનાં શસ્ત્રોનાં શસ્ત્રાગારમાં ઘટાડો થવા લાગ્યો છે.
ઇરાને ડ્રોનની માંગણી કરી
તમને જણાવી દઈએ કે પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર ઓપરેશન સિંદૂર લૉન્ચ કરતા પહેલા પાકિસ્તાને તુર્કી પાસે હથિયારોનો મોટો જથ્થો માંગ્યો હતો. ત્યાર બાદ તુર્કી એરફોર્સનું ફાઇટર જેટ પાકિસ્તાનમાં લેન્ડ થયું હતું. થોડા દિવસ બાદ તુર્કીનું એક યુદ્ધ જહાજ પાકિસ્તાનના જળસીમામાં આવી પહોંચ્યું હતું. જો કે તુર્કી પાકિસ્તાનને હથિયારો આપવાના અહેવાલોને નકારી રહ્યું છે.
ભારતે પાકિસ્તાનના લશ્કરી થાણાઓથી કેટલાક કિલોમીટર દૂર ટાર્ગેટેડ હુમલા કરીને અસીમ મુનીરની સેનાને કહ્યું છે કે જો તેઓ ભારતીય શહેરોના નિર્દોષ નાગરિકોને મારવાનો પ્રયાસ કરશે તો સરહદ પાર કોઈ બચશે નહીં.
આ પણ વાંચોઃ America issued advisory: પાકિસ્તાનમાં રહેતા US નાગરિકો માટે એડવાઈઝરી જાહેર, સુરક્ષિત સ્થળે પહોંચી જવા સૂચના
શાહિદ ડ્રોનની વિશેષતા શું છે?
ઇરાને શાહિદ-149 'ગાઝા' નામનું માનવરહિત લડાયક વિમાન (યુસીએવી) ચલાવ્યું હતું, જે આ વર્ષે શાહિદ-શ્રેણીના ડ્રોનનું અદ્યતન સંસ્કરણ છે. અહેવાલો અનુસાર ઇરાનનું આ ડ્રોન 500થી 1000 કિલોમીટર સુધી હુમલો કરવામાં સક્ષમ છે. શાહિદ ડ્રોનમાં એવિઓનિક્સ સિસ્ટમનો સમાવેશ થાય છે, જેમાં ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ અને ઇન્ફ્રારેડ સેન્સર, લેસર રેન્જફાઇન્ડર અને સેટેલાઇટ કમ્યુનિકેશન એન્ટેના છે. તે ૫૦૦ કિ.મી.ની ત્રિજ્યામાં સર્વેલન્સ કરી શકે છે. તે સ્ટીલ્થ પ્લેન (અદૃશ્ય)ને શોધવા માટે સક્ષમ છે. આ ઈરાનના જૂના શાહિદ-129 મોડલનું હાઈટેક વર્ઝન છે, જેમાં પેલોડ અને રેન્જ વધારવામાં આવી છે.
આ પણ વાંચોઃ LIVE: Operation Sindoor 2.0 : પાકિસ્તાનના એરપોર્ટ પર રેડ એલર્ટ જાહેર