પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનનું રહસ્ય ઘેરાયું, જેલ બહાર CM ના ધરણાં
- પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન જીવંત હોવાને લઇને અટકળો તેજ બની
- ઇમરાન ખાનને મળવા પહોંચેલા મુખ્ય પ્રધાનને અટકાવી દેવામાં આવ્યા
- પાકિસ્તાનમાં ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવતા રહસ્ય ઘેરાયું
Imran Khan Dead Or Alive, CM Sit On Protest : પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનના જીવિત રહેવા અંગેનો સસ્પેન્સ વધુ ઘેરો બન્યો છે. છેલ્લા ત્રણ અઠવાડિયાથી તેમના પરિવાર અને સંબંધીઓ પર મૌન સેવવામાં આવ્યું છે. પાકિસ્તાની સોશિયલ મીડિયા અને જાપાની મીડિયા પર ઇમરાન ખાનના જેલમાં મૃત્યુની અફવાઓ જંગલની આગની જેમ ફેલાઈ રહી છે (Imran Khan Dead Or Alive, CM Sit On Protest). દરમિયાન, પાકિસ્તામાં આજે સાંજે રાષ્ટ્રીય સભાની કટોકટી બેઠક બોલાવી છે, જેનાથી અનહોની થવાની શક્યતાઓ વધી ગઇ છે. આ ભય વચ્ચે, ખૈબર પખ્તુનખ્વાના મુખ્ય પ્રધાન સોહેલ આફ્રિદીને ગુરુવારે અદિયાલા જેલમાં ઇમરાન ખાનને મળવા જતા અટકાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેઓ જેલ બહાર જ ધરણાં પર બેઠા હતા, અને તેમણે પોતાનો વિરોધ ચાલુ રાખ્યો હતો. હાલની પરિસ્થિતી જોતા પાકિસ્તાન ઇમરજન્સી તરફ ધકેલાઇ રહ્યું હોવાની ચર્ચાઓ પ્રબળ બની છે.
સરકારે મુખ્ય પ્રધાનને રોક્યા
મુખ્ય પ્રધાન સોહેલ આફ્રિદીએ કહ્યું કે, તેમને જેલમાં ઇમરાન ખાનને મળવાની મંજૂરી આપવામાં આવી ન હતી, જેના કારણે તેઓ જેલની બહાર ધરણા પર બેઠા હતા (Imran Khan Dead Or Alive, CM Sit On Protest). ઇમરાન ખાનના મૃત્યુની અફવાઓ ઘણા દિવસોથી પાકિસ્તાની અને વિદેશી મીડિયામાં ફેલાઈ રહી છે. ઇમરાન ખાનની પાર્ટી, પીટીઆઈ, ખૈબર પખ્તુનખ્વામાં સરકાર ધરાવે છે. સોહેલ આફ્રિદી ઇમરાન ખાનની પાર્ટીના એકમાત્ર મુખ્ય પ્રધાન છે. પરંતુ વડા પ્રધાન શાહબાઝ શરીફની સરકારે તેમને મળવાથી રોક્યા છે.
મુનીર પર ઇમરાનની હત્યાનો આરોપ
ઇમરાન ખાનનો પરિવાર અને પીટીઆઈના કાર્યકરો શાહબાઝ શરીફ અને પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર પર જેલમાં ઇમરાન ખાનની હત્યાનું આયોજન કરવાનો આરોપ લગાવી રહ્યા છે (Imran Khan Dead Or Alive, CM Sit On Protest). છેલ્લા ઘણા દિવસોથી હજારો ઇમરાન ખાન સમર્થકો અદિયાલા જેલની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ વિરોધ હવે ધીમે ધીમે અન્ય શહેરોમાં ફેલાઈ રહ્યો છે.
આ પણ વાંચો ------ મિસાઇલ અને ડ્રોન માટે કાળ બનશે 'Dragon Fire', જાણો કેવું છે આધુનિક લેસર હથિયાર