Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાકિસ્તાનમાં વિનાશના સંકેત, 48 કલાકમાં 20 થી વધુ વખત ભૂકંપના આંચકા આવ્યા

Pakistan Earthquake : ભૂકંપના કારણે માલીર જેલની દિવાલ આંશિક રીતે તૂટી પડી હતી, જેના પરિણામે 216 કેદીઓ ભાગી ગયા હતા, લોકોમાં ભય
પાકિસ્તાનમાં વિનાશના સંકેત  48 કલાકમાં 20 થી વધુ વખત ભૂકંપના આંચકા આવ્યા
Advertisement
  • પાકિસ્તાનમાં શ્રેણીબદ્ધ રીતે ભૂકંપના આંચકા નોંધાયા
  • એક પછી એક ભૂકંપના આચકાને પગલે લોકોમાં ભય
  • જેલની દિવાલ આંશિક તુટતા કેદીઓ નાસી છુટ્યા
  • કુદરત અને ગુનેગારો બંનેના ભયથી નાગરિકો પીડિત

Pakistan Earthquake : પાકિસ્તાન (PAKISTAN) ના સૌથી મોટા શહેર કરાચી (KARACHI) માં છેલ્લા 48 કલાકમાં 20 થી વધુ ભૂકંપ (EARTHQUAKE) ના આંચકા નોંધાયા છે. જેને પગલે સમગ્ર શહેરમાં ગભરાટ અને અફરા-તફરીનું વાતાવરણ સર્જાયું છે. રવિવાર રાત્રે શરૂ થયેલા આ ભૂકંપની તીવ્રતા 2.1 થી 3.6 ની વચ્ચે રહી હોવાનું અનુમાન છે. પાકિસ્તાન હવામાન વિભાગ (PMD) દ્વારા લોકોને શાંત રહેવાની અપીલ કરાઇ છે, પરંતુ કેટલાક સ્વતંત્ર ભૂસ્તરશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે, આ નાના ભૂકંપ મોટા અને વિનાશક ભૂકંપનો સંકેત હોઈ શકે છે.

ધરતીકંપોની શ્રેણી સર્જાઇ

રવિવાર રાતથી કરાચીમાં ધરતીકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 21 હળવા અને મધ્યમ તીવ્રતાના ભૂકંપ નોંધાયા છે. આમાંનો સૌથી શક્તિશાળી ભૂકંપ ૩.૬ ની તીવ્રતાનો હતો, જેણે રવિવારે રાત્રે શહેરને હચમચાવી નાખ્યું. ભૂકંપના કારણે માલીર જેલની દિવાલ આંશિક રીતે તૂટી પડી હતી, જેના પરિણામે 216 કેદીઓ ભાગી ગયા હતા. આ ગુનેગારો આખા શહેરમાં છુપાયેલા છે અને જેને પહલે લોકોમાં વધુ ગભરાટ ફેલાઇ રહ્યો છે. આ ઘટનાએ વહીવટીતંત્રને ચોંકાવી દીધું છે, તાબડતોબ જેલબ્રેકની તપાસ શરૂ કરવામાં આવી છે.

Advertisement

સતત આવતા ભૂકંપથી શહેરવાસીઓમાં ભયનો માહોલ

કરાચીના ગડપ અને કાયદાબાદ જેવા વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સાથે જ ખોખરાપાર, માલીર, લાંધી, ફ્યુચર મોર, ગુલ અહેમદ અને હોસ્પિટલ ચોક જેવા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. જો કે, અત્યાર સુધી કોઈ મોટા જાનમાલના નુકસાનના અહેવાલ નથી, પરંતુ સતત આવતા ભૂકંપથી શહેરવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે.

Advertisement

મોટી દુર્ઘટનાનો ભય

પાકિસ્તાન હવામાન વિભાગ (PMD) ના ડિરેક્ટર જનરલ માહેર સાહિબઝાદ ખાને કહ્યું કે, "આગામી બે થી ત્રણ દિવસ સુધી હળવા તીવ્રતાના ભૂકંપ આવી શકે છે, પરંતુ પરિસ્થિતિમાં સુધારો થશે અને તેમની તીવ્રતા ઓછી થશે." કરાચીના મુખ્ય હવામાનશાસ્ત્રી અમીર હૈદર લઘારીએ જણાવ્યું હતું કે, શહેરમાં એક ઐતિહાસિક ફોલ્ટ લાઇન સક્રિય થઈ ગઈ છે, જેના કારણે આ ભૂકંપ આવી રહ્યા છે. "આ ફોલ્ટ લાઇન તેની ભૂકંપીય ઊર્જા મુક્ત કરી રહી છે, અમને અપેક્ષા છે કે આ આંચકા એક અઠવાડિયામાં સમાપ્ત થઈ જશે,"

નાના ભૂકંપની શ્રેણી ઘણીવાર મોટા ભૂકંપનો સંકેત આપે

જો કે, આ અંગે સ્વતંત્ર ભૂસ્તરશાસ્ત્રીઓનો મત અલગ છે. ભૂકંપ સમાચાર અને સંશોધન કેન્દ્રના સીઈઓ શાહબાઝ લઘારીએ દાવો કર્યો હતો કે તેમની ટીમે આ ભૂકંપોની અગાઉથી આગાહી કરી હતી. શુક્રવાર અને શનિવારની રાત કરાચી માટે ખાસ કરીને મહત્વપૂર્ણ છે. અમારૂ સંશોધન દર્શાવે છે કે, નાના ભૂકંપની શ્રેણી ઘણીવાર મોટા ભૂકંપનો સંકેત આપે છે". લઘારીએ સૂચન કર્યું કે, સિંધ સરકારે જનતાને અગાઉથી ચેતવણી આપવી જોઈએ.

પ્લેટો વચ્ચે સંતુલન સ્થાપિત ન થાય ત્યાં સુધી ભૂકંપ આવી શકે

કરાચી યુનિવર્સિટીના ભૂગોળ વિભાગના ડૉ. ઇમરાન અહેમદ ખાને જણાવ્યું હતું કે, આ ભૂકંપ ભારતીય, યુરેશિયન અને અરબી પ્લેટો વચ્ચેના અસંતુલનને કારણે થઈ રહ્યા છે. જ્યાં સુધી આ પ્લેટો વચ્ચે સંતુલન સ્થાપિત ન થાય ત્યાં સુધી ભૂકંપ આવી શકે છે. જોકે, કરાચી સક્રિય પ્લેટ સીમાઓથી દૂર છે, તેથી અહીં મોટા ભૂકંપની શક્યતા ઓછી છે.

મોનીટરીંગ અને રિપોર્ટિંગ સિસ્ટમ પર પ્રશ્નો ઉભા થયા

આશ્ચર્યજનક રીતે યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) અને ભારતના નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ રવિવારથી કરાચી ક્ષેત્રમાં કોઈ ભૂકંપની પ્રવૃત્તિ નોંધી નથી. જેને પગલે મોનીટરીંગ અને રિપોર્ટિંગ સિસ્ટમ પર પ્રશ્નો ઉભા થયા છે. આ તફાવત સૂચવે છે કે પાકિસ્તાનની ભૂકંપ દેખરેખ પ્રણાલીમાં ખામીઓ હોઈ શકે છે, જેને તાત્કાલિક સુધારવાની જરૂર છે.

સોશિયલ મીડિયા પર અફવાઓનો દોર ચાલ્યો

સતત ભૂકંપના કારણે કરાચીમાં પણ સોશિયલ મીડિયા પર હલચલ મચી ગઈ છે. લોકો મોટા ભૂકંપની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે સાથે જ ઘણી અફવાઓ પણ ફેલાઈ રહી છે. કેટલાક યુઝર્સે દાવો કર્યો હતો કે, આ નાના ભૂકંપ "મોટા ભૂકંપ" ની નિશાની હોઈ શકે છે, જ્યારે અન્ય લોકોએ વહીવટીતંત્રને વધુ સારી તૈયારીઓ અને જનજાગૃતિ અભિયાન ચલાવવા કહ્યું.

પાકિસ્તાન માટે ભૂકંપ ખતરનાક

પાકિસ્તાનની ભૌગોલિક સ્થિતિ તેને ભૂકંપ માટે ખૂબ જ સંવેદનશીલ બનાવે છે. આ દેશ ભારતીય, યુરેશિયન અને અરબી ટેક્ટોનિક પ્લેટોના જંકશન પર સ્થિત છે, જેના કારણે વારંવાર ભૂકંપ આવે છે. તાજેતરના મહિનાઓમાં પાકિસ્તાનમાં અનેક ભૂકંપ નોંધાયા છે, જેમાં ૩૦ એપ્રિલે ૪.૪ની તીવ્રતાનો ભૂકંપ અને ૧૨ એપ્રિલે ૫.૮ની તીવ્રતાનો ભૂકંપનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો --- રાહુલ ગાંધીના 'સરેન્ડર' નિવેદન મામલે શશિ થરૂરની એન્ટ્રી, કહ્યું- 'ત્રીજા પક્ષની કોઇ જરૂર નથી'

Tags :
Advertisement

.

×