Pakistan: સીઝફાયર વચ્ચે ખૈબર પખ્તુનખ્વા ધણધણી ઉઠ્યું, આતંકી હુમલામાં મચાવી તબાહી
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે જ્યારે સીઝફાયરની સ્થિતિ છે, ત્યારે એક નવા જન્મેલા આતંકી સંગઠને લક્કી મારવાતમાં ભયાનક હુમલો કરીને 9 લોકોની હત્યા કરી છે. છેલ્લા ત્રણ મહિનાથી TTP ની શાંતિ વચ્ચે આ અચાનક થયેલા હુમલાએ પાકિસ્તાની એજન્સીઓને ચોંકાવી દીધી છે.
Advertisement
- Pakistan માં નવા આતંકી સંગઠનનો ઘાતકી હુમલો!
- ખૈબર પખ્તુનખ્વાના લક્કી મારવાતમાં આતંકી કત્લેઆમ
- હુમલામાં 9 લોકોના મોત, સુરક્ષા દળો હરકતમાં
- નવા સંગઠન 'ઇત્તિહાદ-ઉલ-મુજાહિદ્દીન' એ લીધી જવાબદારી
- અફઘાનિસ્તાન કનેક્શન આવતા પાકિસ્તાને દૂતને કર્યા તલબ
- TTP ના યુદ્ધવિરામ વચ્ચે નવા જૂથના ઉદયથી ખળભળાટ
પાકિસ્તાન (Pakistan) અને અફઘાનિસ્તાન સરહદ પર આવેલા ખૈબર પખ્તુનખ્વા (Khyber Pakhtunkhwa) વિસ્તારમાં ફરી એકવાર આતંકવાદી ગતિવિધિઓએ માથું ઊંચક્યું છે. આશ્ચર્યની વાત એ છે કે જ્યારે 'તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન' (TTP) સાથેના યુદ્ધવિરામ (Ceasefire) ને કારણે શાંતિની અપેક્ષા હતી, ત્યારે જ બન્નુ (Bannu) અને લક્કી મારવાત (Lakki Marwat) માં ભયાનક આતંકી હુમલા થયા છે. બન્નુમાં 15 જવાનોની શહાદત બાદ લક્કી મારવાતમાં વધુ 9 લોકોના મોતથી પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી છે.

