Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pahalgam Attack બાદ 'મુશ્કેલીના પૂર' માં ઘેરાયું પાકિસ્તાન, નેશનલ હાઇ-વે જામ

Pahalgam Attack : પરિસ્થિતિ એ હદે વણસી ગઈ છે કે, કાચા માલના અભાવે ઉત્પાદન બંધ કરવું પડ્યું છે. રવિવારે પણ સિંધના નેશનલ હાઇવે પર જામ સર્જાયો
pahalgam attack બાદ  મુશ્કેલીના પૂર  માં ઘેરાયું પાકિસ્તાન  નેશનલ હાઇ વે જામ
Advertisement
  • ભારત પર આતંકી હુમલા બાદથી પાકિસ્તાન સતત લાચારી તરફ ધકેલાઇ રહ્યું છે
  • નહેર યોજનાના વિરોધમાં સિંધમાં લોકો રસ્તા પર ઉતર્યા
  • હાઇવે જામ કરવાના કારણે વેપાર-ઉદ્યોગ પર વિપરીત અસપ પડી

Pahalgam Attack : પાકિસ્તા (PAKISTAN) ને ડૂબાડવા માટે તેના પોતાના લોકો જ કાફી છે, કદાચ ભારતે કોઈ પગલું ભરવાની જરૂર પણ નહીં પડે. પાકિસ્તાનીઓ પોતાની કબરો ખોદી રહ્યા છે. ભારતે હમણાં જ સિંધુ જળ (SINDHU RIVER WATER) સંધિ રદ કરવાની જાહેરાત કરી છે, આ વચ્ચે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હોબાળો મચી ગયો છે. અને વિરોધમાં લોકોએ હજારો વાહનો મુકીને નેશનલ હાઇવે જામ કર્યો છે. જેની આર્થિક મોરચે મોટી વિપરીત અસર પડી શકે છે.

પાકિસ્તાની પ્રાંતો વચ્ચે વ્યાપારિક અવરજવર ઠપ્પ થઈ ગઈ

સુત્રોના જણાવ્યા અનુસાર, સિંધ નદીમાં નવી નહેરના નિર્માણકાર્યનો પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે. સિંધમાં લગભગ 30 હજાર ટ્રક અને ટેન્કરોથી હાઇવે જામ કરવામાં આવ્યો છે. રસ્તાઓ પર વાહનો ચાલી પણ શકતા નથી, (NATIONAL HIGHWAY BLOC) પરિસ્થિતિ એ હદે વણસી ગઈ છે કે, કાચા માલના અભાવે ફેક્ટરીઓમાં ઉત્પાદન બંધ કરવું પડ્યું છે. રવિવારે પણ સિંધના નેશનલ હાઇવે પર જામના દ્રશ્યો સર્જાયા હતા. જેના કારણે પાકિસ્તાની પ્રાંતો વચ્ચે વ્યાપારિક અવરજવર ઠપ્પ થઈ ગઈ છે. પાકિસ્તાનના બંદરો પર પણ હજારો ખાલી કન્ટેનર પડ્યા છે.

Advertisement

હાલમાં કામ બંધ કરી દેવામાં આવ્યું છે

ઉપરોક્ત મુદ્દે રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને વડા પ્રધાન શાહબાઝ શરીફની અપીલ પછી પણ વિરોધીઓ રોકાવવાનું નામ નથી લઇ રહ્યા. સિંધુ નદીમાંથી નવી નહેરો બનાવવાની સરકારની જાહેરાત સામે ઘણા રાજકીય પક્ષોએ મોરચો ખોલ્યો છે. જો કે, શાહબાઝ શરીફ સરકાર અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ ખાતરી આપી છે કે બધાને વિશ્વાસમાં લીધા પછી જ આને આગળ વધારવામાં આવશે. હાલમાં કામ બંધ પણ કરી દેવામાં આવ્યું છે. પરંતુ રાજકીય પક્ષો, વકીલો અને સામાજિક આગેવાનોએ રસ્તાઓ બ્લોક કરી દીધા છે.

Advertisement

પરિસ્થિતિ સામાન્ય થવાના હાલ કોઈ સંકેત દેખાતા નથી

સિંધના સુક્કુર, ખૈરપુર, કાશ્મોર, કાંધકોટ વગેરે વિસ્તારોના રસ્તાઓ સંપૂર્ણપણે જામ થઈ ગયા છે. જેને પગલે વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરો પણ મુશ્કેલીમાં મુકાયા છે. પાકિસ્તાની રાષ્ટ્રપતિ ઝરદારી અને સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહ આ મામલે નિષ્ફળ જતા હોય તેવું લાગે છે. મુખ્યમંત્રીનો આરોપ છે કે, કેટલાક રાજકીય પક્ષો દેશનું વાતાવરણ બગાડી રહ્યા છે. પરિસ્થિતિ સામાન્ય થવાના હાલ કોઈ સંકેત દેખાતા નથી. પરિસ્થિતિ એવી છે કે સતત ટ્રાફિક જામથી પરેશાન ઓલ પાકિસ્તાન ગુડ્સ ટ્રાન્સપોર્ટ એલાયન્સે પોતે જ સીએમ હાઉસ ખાતે વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે.

ડ્રાઇવરો અને હેલ્પરોને ભૂખમરાનો સામનો કરવો પડી રહ્યો છે

આ વચ્ચે અન્ય દેશોમાં નિકાસ માટેનો માલ કરાચી પોર્ટ ટ્રસ્ટ સુધી પહોંચી શકતો નથી. જ્યારે અન્ય દેશોમાંથી આયાત કરાયેલા માલ ધરાવતા કન્ટેનરનો મેળો જામ્યો છે. સિંધના રસ્તાઓ જામ હોવાથી પોર્ટમાંથી માલ નીકળી શકતો નથી. અધિકારીઓનું કહેવું છે કે, જો પરિસ્થિતિ થોડા દિવસો સુધી આવી જ રહી તો આવશ્યક ચીજવસ્તુઓની અછત સર્જાઈ શકે છે, અને ફુગાવો વધુ વધી શકે છે. ટ્રાન્સપોર્ટરોનું કહેવું છે કે, ડ્રાઇવરો અને હેલ્પરોને ભૂખમરાનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો --- Pahalgam Attack બાદ તણાવ વચ્ચે પાકિસ્તાન વાટકો લઇને 'ભીખ' માંગવા મજબૂર

Tags :
Advertisement

.

×