Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Pakistan Oil Gas Theft Law : તેલ-ગેસની ચોરી હવે 'આતંકવાદ' ગણાશે, દોષિતોને 14 વર્ષની જેલ અને કરોડોનો દંડ

Pakistan Oil Gas Theft Law : આર્થિક કટોકટી અને ઉર્જા સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાને (Pakistan) તેલ અને ગેસની ચોરી રોકવા માટે અત્યંત કડક કાયદો લાવવાની તૈયારી કરી છે. પાકિસ્તાન સરકારે તેલ અને ગેસના ગેરકાયદેસર સંગ્રહ, દાણચોરી (Smuggling) અને ચોરીને હવે 'આતંકવાદ' (Terrorism) ની શ્રેણીમાં વર્ગીકૃત કરવાનો નિર્ણય લીધો છે.
pakistan oil gas theft law   તેલ ગેસની ચોરી હવે  આતંકવાદ  ગણાશે  દોષિતોને 14 વર્ષની જેલ અને કરોડોનો દંડ
Advertisement
  • Pakistan Oil Gas Theft Law :  પાકિસ્તાનમાં તેલ અને ગેસની ચોરીને હવે 'આતંકવાદ' તરીકે ગણવામાં આવશે
  • દોષિત ઠરનારા શખ્સને 14 વર્ષ સુધીની જેલ અને ૩ કરોડનો મસમોટો દંડ
  • તેલ માફિયાઓ અને આતંકવાદીઓની સાંઠગાંઠ તોડવા સરકારનું નવું બિલ
  • હવે વોરંટ વગર થશે ધરપકડ: પેટ્રોલિયમ પાઈપલાઈન પર હુમલો કરનારની ખેર નથી
  • ઉર્જા સંકટ વચ્ચે તેલની દાણચોરી અને સંગ્રહખોરી રોકવા કડક આદેશ

Pakistan Oil Gas Theft Law : આર્થિક કટોકટી અને ઉર્જા સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાને (Pakistan) તેલ અને ગેસની ચોરી રોકવા માટે અત્યંત કડક કાયદો લાવવાની તૈયારી કરી છે. પાકિસ્તાન સરકારે તેલ અને ગેસના ગેરકાયદેસર સંગ્રહ, દાણચોરી (Smuggling) અને ચોરીને હવે 'આતંકવાદ' (Terrorism) ની શ્રેણીમાં વર્ગીકૃત કરવાનો નિર્ણય લીધો છે. સોમવારે પાકિસ્તાની સંસદમાં આ અંગેનું એક વિશેષ બિલ રજૂ કરવામાં આવ્યું હતું.

Pakistan Oil Gas Theft Law :  કેમ લાવવો પડ્યો આ કડક કાયદો?

પાકિસ્તાની અખબાર 'ડોન' (Dawn) ના અહેવાલ મુજબ, સરકારે નેશનલ એસેમ્બલીમાં ફોજદારી કાયદો (સુધારો) બિલ, 2026 [Criminal Law (Amendment) Bill, 2026] રજૂ કર્યું છે. સરકારનો દાવો છે કે આતંકવાદીઓ અને માફિયાઓ સાથે મળીને તેલની પાઈપલાઈન (Oil Pipelines) પર હુમલો કરે છે અને ત્યારબાદ તેલની ચોરી કરીને તેને ઊંચા ભાવે વેચે છે. આ કાળાબજારમાંથી મળતા નાણાંનો ઉપયોગ દેશમાં આતંક ફેલાવવા માટે કરવામાં આવતો હોવાનું બહાર આવ્યું છે. તાજેતરમાં જ બલુચિસ્તાનમાં પાઈપલાઈન પર થયેલા હુમલા બાદ ક્વેટા સહિતના વિસ્તારોમાં પુરવઠો ખોરવાઈ ગયો હતો.

Advertisement

Advertisement

નવા કાયદાની મુખ્ય જોગવાઈઓ :

પાકિસ્તાનના કાયદા મંત્રી આઝમ નઝીર તરાર (Azam Nazeer Tarar) દ્વારા રજૂ કરાયેલા આ બિલમાં નીચે મુજબની સજાની જોગવાઈ છે:

14 વર્ષની કેદ: તેલ કે ગેસની ચોરી કરતા પકડાયેલા શખ્સને 14 વર્ષની સખત જેલની સજા અને 3 કરોડ રૂપિયા સુધીનો દંડ (Fine) થઈ શકે છે.

વોરંટ વગર ધરપકડ: આ કાયદા હેઠળ આરોપીની ધરપકડ કરવા માટે પોલીસ કે તપાસ એજન્સીઓને કોઈ કોર્ટ વોરંટની (Warrant) જરૂર રહેશે નહીં.

દાણચોરી પર લગામ: ગેસ કે પેટ્રોલિયમ પેદાશોની દાણચોરી અને ગેરકાયદેસર સંગ્રહખોરી (Hoarding) માટે 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી છે.

આતંકવાદ વિરોધી કાયદા જેવી કડક કાર્યવાહી

આ નવા સુધારા મુજબ, તેલ માફિયાઓ સાથે આતંકવાદીઓ જેવો જ વ્યવહાર કરવામાં આવશે. પાકિસ્તાનમાં આતંકવાદના (Terrorism Charges) આરોપીઓને જે રીતે વોરંટ વગર પકડવામાં આવે છે અને લાંબી જેલની સજા થાય છે, તે જ કાયદો હવે તેલ-ગેસ ચોરો પર પણ લાગુ થશે. સરકારનું માનવું છે કે આ પગલાથી ઉર્જા સંકટમાં રાહત મળશે અને રાષ્ટ્રીય સુરક્ષા વધુ મજબૂત બનશે.

આ પણ વાંચો : Middle East War : ઈરાન પર પરમાણુ હુમલાનો ખતરો? UN રાજદૂત મોહમ્મદ સફાએ આપ્યું રાજીનામું

Tags :
Advertisement

.

×