Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Independence Day : પાકિસ્તાન તાલિબાને ભારતના કર્યા વખાણ જ્યારે પાકિસ્તાનને ધોઇ નાખ્યું

પાકિસ્તાન (Pakistan )નું આતંકવાદી સંગઠન TTP એટલે કે પાકિસ્તાની તાલિબાન તેના દેશ માટે માથાનો દુખાવો બની ગયું છે.  આતંકવાદી ઘટનાઓને અંજામ આપનાર TTPએ પોતાના દેશ પાકિસ્તાન માટે આવું નિવેદન આપ્યું, જેનાથી પાકિસ્તાનની ચિંતામાં વધારો થયો છે.  આ આતંકી સંગઠન પાકિસ્તાનમાં...
independence day   પાકિસ્તાન તાલિબાને ભારતના કર્યા વખાણ જ્યારે પાકિસ્તાનને ધોઇ નાખ્યું
Advertisement
પાકિસ્તાન (Pakistan )નું આતંકવાદી સંગઠન TTP એટલે કે પાકિસ્તાની તાલિબાન તેના દેશ માટે માથાનો દુખાવો બની ગયું છે.  આતંકવાદી ઘટનાઓને અંજામ આપનાર TTPએ પોતાના દેશ પાકિસ્તાન માટે આવું નિવેદન આપ્યું, જેનાથી પાકિસ્તાનની ચિંતામાં વધારો થયો છે.  આ આતંકી સંગઠન પાકિસ્તાનમાં અનેક આતંકી હુમલાઓ માટે જવાબદાર છે. તહરીક-એ-તાલિબાન (Tehreek-e-Taliban) એ 14 ઓગસ્ટે દેશના સ્વતંત્રતા દિવસે જે કહ્યું તે પછી પાકિસ્તાનની ચિંતા વધી ગઈ હશે. ટીટીપીએ પોતાના નિવેદનમાં પાકિસ્તાનની દયનીય સ્થિતિનો ઉલ્લેખ કર્યો અને ભારત(India)ની પ્રગતિ વિશે પણ વાત કરી. બંને દેશ એકસાથે સ્વતંત્ર થયા હતા, પરંતુ પાકિસ્તાનને બદલે TTPએ માત્ર  ભારતની ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થાનો પાકિસ્તાનની સામે ઉલ્લેખ કર્યો હતો. આ સાથે ચેતવણી પણ આપી હતી. TTPએ પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસના અવસર પર વાસ્તવિક આઝાદીની અપીલ કરી છે. આ સાથે તેણે ફરી એકવાર પાકિસ્તાનમાં શરિયા કાયદાના અમલની વાત કરી છે.
પાકિસ્તાનની હાલત પર અફસોસ, સેના પર આરોપ
TTP એ તેના સ્વતંત્રતા દિવસ પર પાકિસ્તાનની દયનીય સ્થિતિ પર ખેદ વ્યક્ત કર્યો છે. TTPએ તેમને અભિનંદન સાથે અરીસો બતાવ્યો હતો.  તેણે ભારતની વધતી અર્થવ્યવસ્થાનો દાખલો આપીને પાકિસ્તાનના ઘા પર મીઠું ભભરાવ્યું છે. TTPએ કહ્યું છે કે પાકિસ્તાન 14 ઓગસ્ટ 1947ના રોજ મળેલી આઝાદીનો લાભ ઉઠાવી શક્યું નથી. સંગઠનનું કહેવું છે કે આર્થિક સંકટ, ગરીબી, હિંસા, ભ્રષ્ટાચાર, ઈસ્લામિક વ્યવસ્થાના અભાવે દેશને શાંતિ અને સમૃદ્ધિથી દૂર કરી દીધો છે. આ સાથે TTPએ દેશમાં હાલના સંકટ માટે પાકિસ્તાની સેનાને જવાબદાર ઠેરવી છે.
ભારતના કર્યા  વખાણ
TTPએ કહ્યું કે આઝાદીના 76 વર્ષ પછી પણ પાકિસ્તાન આત્મનિર્ભર દેશ તરીકે વિકસિત નથી થયું. આ પછી TTPએ ભારતનું ઉદાહરણ આપ્યું. સંગઠને કહ્યું કે આજે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ટીટીપીએ અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની આર્થિક સ્થિતિની પણ પ્રશંસા કરી હતી. આતંકવાદી સંગઠને દેશમાં આર્થિક સંકટ માટે પાકિસ્તાની સૈન્ય અને ઉચ્ચ વર્ગને જવાબદાર ઠેરવ્યા છે. તેમના કારણે જ દેશ છેલ્લા 76 વર્ષમાં કંઈ કરી શક્યો નથી. TTPએ કહ્યું છે કે ટૂંક સમયમાં તે શરિયા કાયદા સાથે પાકિસ્તાનને વાસ્તવિક આઝાદી અપાવશે.
TTPનો હેતુ શું છે
વર્ષ 2007માં અફઘાનિસ્તાન તાલિબાનથી અલગ થઈને ટીટીપીની રચના થઈ હતી. ત્યારથી આ સંગઠન છેલ્લા એક દાયકાથી વધુ સમયથી પાકિસ્તાનને નિશાન બનાવવામાં વ્યસ્ત છે. સંગઠનની માંગ છે કે દેશમાં ઈસ્લામિક કાયદો લાગુ કરવામાં આવે. આ સાથે તે પોતાના ઘણા મોટા આતંકીઓને છોડાવવા માટે સરકાર પર દબાણ પણ બનાવી રહ્યો છે.
Tags :
Advertisement

.

×