બિલાવલ ભુટ્ટોની આગેવાનીમાં પાકિસ્તાન 'ફજેતી' કરાવવા તૈયાર
- પાકિસ્તાનની કોપી પેસ્ટ ડિપ્લોમસી
- ભારત બાદ પાકિસ્તામ પણ પોતાનું ડેલિગેશન મોકલશે
- દુનિયામાં ફરી એક વખત પાકિસ્તાન હાસ્યાસ્પદ સ્થિતીમાં મુકાશે
PAKISTAN COPY INDIA : આતંકવાદીઓને પોષતા પાકિસ્તાન (PAKISTAN) ની સચ્ચાઇ ભારત (INDIA) ના ઓપરેશન સિંદૂર (OPERATION SINDOOR) બાદ દુનિયા સમક્ષ ઉઘાડી પડી છે. દુનિયાના ખૂણે ખૂણે સુધી પાકિસ્તાનને ચહેરો બેનકાબ કરવા માટે ભારત દ્વારા 50 સાંસદોના સાત ગ્રુપ બનાવવામાં આવ્યા છે. જે અલગ અલગ દેશોમાં જઇને હકીકત મુકશે. ભારતના આ વ્યુહાત્મક પગલાંની પાકિસ્તાન દ્વારા અક્કલ વગરની નકલ કરવામાં આવી છે. અને બિલાવલ ભુટ્ટોના નેતૃત્વમાં ડેલિગેશન મોકલવાની તૈયારી કરવામાં આવી છે. જો કે, ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનની આબરૂનું ભારે ધોવાણ થયું છે. હવે ભુટ્ટોના નેતૃત્વમાં વૈશ્વિક ફજેતી કરાવવા પાકિસ્તાન તત્પર બન્યું છે.
પાકિસ્તાન ધૂઆંપૂઆં થઇ ગયું
ભારત દ્વારા પાકિસ્તાનને દુનિયાભરમાં ખુલ્લુ પાડવા માટે 50 સાંસદોના ગ્રુપને અલગ અલગ દેશોમાં મોકલવાની તૈયારી કરી લીધી છે. ભારતના વ્યુહાત્મક પગલાંથી પાકિસ્તાન ધૂઆંપૂઆં થઇ ગયું છે. અને અક્કલ વગરની નકલ કરીને બિલાવલ ભુટ્ટોના નેતૃત્વમાં ડેલિગેશન મોકલવાની તૈયારી કરી રહ્યું છે. જો કે, ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન દુનિયા સમક્ષ ખુલ્લુ પડી જ ગયું છે. ત્યારે દુનિયાના ભ્રમિત કરવાના મરણિયા પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
તેની પાસે બચવા માટે કોઇ ખાસ રસ્તો છે નહીં
અત્રે નોંધનીય છે કે, પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતું. જેમાં પાકિસ્તાનમાં ઉછરતા આતંકી કેમ્પ, તેમની મહત્વની જગ્યાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. જેનાથી પાકિસ્તાનું આતંકવાદને સમર્થન ખુલ્લુ પડી જ ગયું છે. હવે તેની પાસે બચવા માટે કોઇ ખાસ રસ્તો છે નહીં. જેથી હવે દુનિયાને ભ્રમિત કરવાના પ્રયાસો કરી રહ્યું છે. પરંતુ ભારતની વ્યાપક રણનિતી આગળ પાકિસ્તાન હાસ્યાસ્પદ બનશે, અને સમય આવ્યે આ વાત સાબિત થશે.
આ પણ વાંચો --- 200 લોકોને લઈ જતું મેક્સીકન નેવીનું જહાજ ન્યુયોર્કના બ્રુકલિન બ્રિજ સાથે અથડાયું, ચોંકાવનારો વિડીયો સામે આવ્યો