પાકિસ્તાનના બંધારણીય સુધારા પર સંયુક્ત રાષ્ટ્ર ની ગંભીર ચિંતા, ન્યાયતંત્રની સ્વતંત્રતા જોખમમાં
- Pakistan Constitutional Amendment મામલે UN ચિંતિંત
- પાકિસ્તાનના 26માં સુધારો લોકશાહી માટે જોખમી
- ન્યાયિક વ્યવસ્થા માટે ગંભીર પડકાર ઉભા થશે: UN
પાકિસ્તાનમાં લોકશાહીના અસ્તિત્વ વચ્ચે, તાજેતરમાં કરવામાં આવેલા બંધારણીય સુધારાને કારણે સંયુક્ત રાષ્ટ્ર (UN) ની ચિંતાઓ વધી છે. સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર (UNHRC) ના ઉચ્ચ કમિશનર વોલ્કર તુર્કે (VolkerTurk) સ્પષ્ટપણે આ સુધારા પર પ્રશ્ન ઉઠાવ્યો છે અને જણાવ્યું છે કે તે દેશની ન્યાયિક વ્યવસ્થા માટે ગંભીર પડકાર ઊભો કરી શકે છે.
Pakistan Constitutional Amendment : વોલ્કર તુર્કે એક પ્રેસ કોન્ફરન્સમાં આપ્યું નિવેદન
નોંધનીય છે કે UNHRCના ઉચ્ચ કમિશનર વોલ્કર તુર્કે એક પ્રેસમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનનો 26મો બંધારણીય સુધારો માત્ર ન્યાયિક સ્વતંત્રતા માટે જ નહીં, પરંતુ લશ્કરી જવાબદારી અને કાયદાના શાસન માટે પણ એક મહત્ત્વપૂર્ણ પડકાર ઊભો કરી શકે છે.વોલ્કર તુર્કનું નિવેદન આ સુધારા બાદ આવ્યું છે, જેના વિશે તેમણે ચેતવણી આપી હતી કે તે પાકિસ્તાનમાં લોકશાહી અને માનવ અધિકારોને જોખમમાં મૂકી શકે છે.
Pakistan Constitutional Amendment : રાજકીય હસ્તક્ષેપની સંભાવના
વોલ્કર તુર્કે આ સુધારાની સંભવિત અસરો પર ભાર મૂક્યો હતો અને આ મામલે વોલ્કર તુર્કે જણાવ્યું કે આ ફેરફારો ન્યાયતંત્રમાં રાજકીય હસ્તક્ષેપ તરફ દોરી શકે છે. આ ઉપરાંત આ સુધારાના પરિણામ ન્યાયતંત્રને કારોબારી વિભાગના કાર્યક્ષેત્ર હેઠળ નિર્ણયો લેવા માટે દબાણ થઈ શકે છે. વધુમાં તુર્કે જણાવ્યું કે ન્યાયાધીશો રાજકીય પ્રભાવને આધીન ન હોવા જોઈએ, અન્યથા તે કાયદા સમક્ષ ન્યાય અને સમાનતા સુનિશ્ચિત કરવાની પ્રક્રિયાને જટિલ બનાવી શકે છે.સંયુક્ત રાષ્ટ્રની આ ટિપ્પણી પાકિસ્તાનની આંતરિક રાજનીતિ અને કાયદાકીય માળખા પર આંતરરાષ્ટ્રીય દબાણ વધારી શકે છે.
આ પણ વાંચો: 62 વર્ષની ઉંમરે ઓસ્ટ્રેલિયાના PM વરરાજા બન્યા, જાણો કોણ છે જીવનસાથી