Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કન્ટેનર ઉપર નમાઝ અદા કરતા વ્યક્તિને સૈનિકોએ ધક્કો મારીને....

Pakistan viral video : તેના કારણે વ્યક્તિ કન્ટેનરમાંથી નીચે પડી જાય છે
કન્ટેનર ઉપર નમાઝ અદા કરતા વ્યક્તિને સૈનિકોએ ધક્કો મારીને
Advertisement
  • કન્ટેનર ઉપર એક વ્યક્તિ નમાઝ અદા કરી રહ્યો છે
  • તેના કારણે વ્યક્તિ કન્ટેનરમાંથી નીચે પડી જાય છે
  • લોકો ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે

Pakistan viral video : Pakistan એક ઈસ્લામિક પ્રદેશ છે. Pakistan માં સૌથી વધુ મુસ્લિમો વસે છે. ત્યાં હંમેશા લોકોના મુખે અલ્લાહના શબ્દો અને નમાઝના સ્વરો સંભળાતા રહે છે. પરંતુ તાજેતરમાં એક એવો વીડિયો આપણી સામે આવ્યો છે, જેને જોઈને લાગે છે કે Pakistan માં હવે મુસ્લિમો પણ સુરક્ષિત નથી. આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જોકે આ વીડિયો જોઈને દરેક લોકો ચોંકી રહ્યા છે. આ વીડિયોમાં સૈનિકો દ્વારા સામાન્ય નાગરિક સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું છે.

કન્ટેનર ઉપર એક વ્યક્તિ નમાઝ અદા કરી રહ્યો છે

તો વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, ખુલ્લા મેદાનમાં એક કન્ટેનર આવેલું છે. આ કન્ટેનર ઉપર એક વ્યક્તિ નમાઝ અદા કરી રહ્યો છે. ત્યારે તેની પાસે અચાનક 2 થી 3 સૈનિકો આવે છે. જોકે શરૂઆતમાં તેઓ આ વ્યક્તિ સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ આ વ્યક્તિ તેમની અવગણના કરે છે. કારણે કે... વ્યક્તિ નમાઝ અદા કરી રહ્યો છે. ત્યારે સૈનિકો પૈકી એક સૈનિક તેની પાસે આવીને તેને ધક્કો મારે છે.

Advertisement

આ પણ વાંચો: Paris માં મહિલાઓએ અર્ધનગ્ન હાલતમાં સરકાર સામે વિરોધના પાયા નાખ્યા

Advertisement

તેના કારણે વ્યક્તિ કન્ટેનરમાંથી નીચે પડી જાય છે

જ્યારે આ વ્યક્તિને કન્ટેનર ઉપર ધક્કો મારવામાં આવે છે. તેના કારણે વ્યક્તિ કન્ટેનરમાંથી નીચે પડી જાય છે. જોકે આ કન્ટેનરની આસપાસ અનેક લોકો ભેગા થયા છે. આ લોકો ઈમરાન ખાનની જેલમાંથી મુક્તિ માટે એકઠા થયા છે. તો પીટીઆઈ પાર્ટીના ઓફિશિયલ એકાઉન્ટ પરથી પણ આ વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેના પછી એ વાતની પુષ્ટિ થઈ રહી છે કે આ વીડિયો માત્ર Pakistan નો છે. હાલમાં, પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની જેલમાંથી મુક્તિ માટે પીટીઆઈના કાર્યકરો અને સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે. Pakistan ના લોકો દેશની આ સ્થિતિથી અત્યંત નારાજ અને નારાજ છે.

લોકો ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે

Pakistan ના લોકોએ કહ્યું કે દેશની છબી જેલ જેવી થઈ ગઈ છે. જ્યાં એક કેદીના કારણે Pakistan ની આખી અર્થવ્યવસ્થા જોખમમાં છે. લોકો ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. શહેરોમાં લોકડાઉનને કારણે લોકોને એક શહેરમાંથી બીજા શહેરમાં આવવા-જવા જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો: UP : જેલમાંથી છુટવાનો એવો કેવો આનંદ કે કેદી....

Tags :
Advertisement

.

×