Pakistan ફરી હાસ્યાસ્પદ બન્યું, Vaibhav Sooryavanshi વિશે બોલીને ફસાયું
- Pakistan ના એક્સપર્ટે ભંગારો વાટતા ટ્રોલ થયા
- ભારતીય ખેલાડી વિશે લવારી કરવું ભારે પડ્યું
- સોશિયલ મીડિયામાં ભારે ફજેતી થઇ રહી છે
- હવે લોકો AI ચીપનું સરનામું માંગી રહ્યા છે
Pakistan : પાકિસ્તાન ક્યારેય પોતાનું અપમાન કરવામાં શરમાતું નથી. હવે, હાલની ઘટના 15 વર્ષીય ભારતીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશી (Indian Batsman - Vaibhav Sooryavanshi) સાથે સંકળાયેલી છે, જેના પર એક પાકિસ્તાની નિષ્ણાતે આરોપ લગાવ્યો છે કે, તેણે તેની શક્તિ વધારવા માટે તેના બેટમાં "AI ચિપ" નો (AI Chip In Bat) ઉપયોગ કર્યો છે. આ દાવો સામે આવતાની સાથે જ ઇન્ટરનેટ પર ભારે ધમાલ મચી ગઈ છે. વૈભવ સૂર્યવંશીએ પણ પોતે જવાબ આપ્યો કે, ભગવાને તેના બેટમાં પહેલાથી જ AI ચિપ લગાવી દીધી છે.
Pakistan, આબરૂનું ધોવાણ થયું
આ અંધાધૂંધી વચ્ચે, આઇસલેન્ડ ક્રિકેટના સોશિયલ મીડિયા એકાઉન્ટે પાકિસ્તાનનું અપમાન કર્યું છે. આઇસલેન્ડ ક્રિકેટના 'X' એકાઉન્ટ પર ઘણીવાર વ્યંગાત્મક પોસ્ટ્સ મૂકવામાં આવે છે. તેની તાજેતરની પોસ્ટમાં, જે પાકિસ્તાની નિષ્ણાતે વૈભવ સૂર્યવંશીના બેટમાં 'AI ચિપ' હોવાનો દાવો કર્યો હતો, તેમને ટ્રોલ કરવામાં આવ્યા છે.
Where can we buy the AI chips that Vaibhav Sooryavanshi uses in his bats? Asking on behalf of our struggling batters who wish to stay anonymous.
— Iceland Cricket (@icelandcricket) April 29, 2026
આ પણ વાંચો - મેદાનના હીરો મળ્યા જીવનના અસલી હીરોને! Gujarat Titansના ખેલાડીઓએ કેન્સરના દર્દીઓનું મનોબળ વધાર્યું
Pakistan, વિચિત્ર દાવાની મજાક ઉડાવાઇ
આઇસલેન્ડ ક્રિકેટે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, "આપણે તે AI ચિપ ક્યાંથી ખરીદી શકીએ, જે વૈભવ સૂર્યવંશી તેના બેટમાં વાપરે છે ? અમે અમારા સંઘર્ષ કરી રહેલા બેટ્સમેનો પૂછી રહ્યા છીએ, જે નામ જાહેર કરવા માંગતા નથી." પાકિસ્તાનના આ વિચિત્ર દાવાની વ્યાપક મજાક ઉડાવવામાં આવી રહી છે.
બેટની તપાસ કરાવો
પાકિસ્તાની ક્રિકેટ નિષ્ણાત નૌમાન નિયાઝ (Pakistani Cricket Expert - Nauman Niaz) તેના વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા છે. "સ્મેશહિટ" શો (Smash Hit Show) માં બોલતા તેમણે કહ્યું, "આ બાળક અચાનક ક્યાંથી દેખાયો ? તેના બેટનું પરીક્ષણ થવું જોઈએ. જેમ વર્લ્ડ એન્ટી-ડોપિંગ એજન્સી (WADA) પ્રતિબંધિત ડ્રગના ઉપયોગ માટે પરીક્ષણ કરે છે, તેમ વૈભવના બેટને પરીક્ષણ માટે લેબમાં મોકલવું જોઈએ."
વૈભવ જોડે હાલ એરેન્જ કેપ
IPL 2026 અંગે, વૈભવ સૂર્યવંશીએ નવ મેચમાં 400 રન બનાવ્યા છે, અને હાલમાં તે ઓરેન્જ કેપ ધરાવે છે. વૈભવ નિઃશંકપણે એક નોંધપાત્ર પ્રતિભા છે, પરંતુ AI ચિપથી તેના બેટની શક્તિ વધારવાના દાવાઓ હાસ્યાસ્પદ લાગે છે.
આ પણ વાંચો - Riyan Parag Vape Controversy : ખેલાડી એક, વિવાદ અનેક - જાણી લો ઇતિહાસ !


