પાકિસ્તાની મહિલાએ 'ન્યાય' માટે ભારતના વડાપ્રધાન જોડે મદદ માંગી
- પાકિસ્તાની મહિલાએ ભારતના વડાપ્રધાની મદદ માંગી
- પતિએ તરછોડીને બીજા લગ્ન કરતા મહિલાએ વીડિયો મારફતે મદદ માંગી
- લગ્ન બાદ પતિએ મહિલાના વિઝાના બહાને તરછોડી હોવાનો આરોપ લગાવ્યો
Pakistani Woman Ask Help Of PM Modi : એક પાકિસ્તાની મહિલાએ તેના પતિ પર કરાચીમાં તેને ત્યજી દેવાનો અને દિલ્હીમાં બીજા કોઈની સાથે ખાનગી રીતે લગ્ન કરવાની તૈયારી કરવાનો આરોપ લગાવ્યો છે. નિકિતા નાગદેવે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ન્યાય માટે વિનંતી કરતો એક વીડિયો જાહેર કર્યો છે.
થોડાક જ સમયમાં જીવન બદલાઇ ગયું
કરાચીની રહેવાસી નિકિતાનો આરોપ છે કે, તેણે 26 જાન્યુઆરી, 2020 ના રોજ કરાચીમાં હિન્દુ વિધિ અનુસાર પાકિસ્તાની મૂળના ઇન્દોરના રહેવાસી વિક્રમ નાગદેવ સાથે લગ્ન કર્યા હતા. એક મહિના પછી, વિક્રમ તેને 26 ફેબ્રુઆરીના રોજ ભારત લાવ્યો હતો. પરંતુ નિકિતા કહે છે કે, થોડા મહિનામાં જ તેનું જીવન ઉલટું પડી ગયું છે.
દરેક વખતે ના પાડી દેવાઇ
9 જુલાઈ, 2020 ના રોજ, તેના પતિએ "વિઝા ટેકનિકાલીટી" ના બહાને અટારી બોર્ડર પર તેને ત્યજી દીધી હતી, અને બળજબરીથી પાકિસ્તાન પાછી મોકલી દીધી હતી. તેણીનો દાવો છે કે, ત્યારથી વિક્રમે તેને ક્યારેય પાછી લાવવાનો પ્રયાસ કર્યો નથી. તેણીના ભાવનાત્મક વિડિઓ સંદેશમાં, તેણીએ કહ્યું, "મેં વારંવાર તેને ભારત બોલાવવા વિનંતી કરી, પરંતુ તેણે દરેક વખતે ના પાડી દીધી હતી."
તમામને સાથે ઉભા રહેવા વિનંતી
કરાચીથી પોતાના વીડિયોમાં નિકિતાએ વિનંતી કરી હતી કે, “જો ન્યાય નહીં મળે, તો મહિલાઓ ન્યાય પરથી વિશ્વાસ ગુમાવી દેશે. ઘણી છોકરીઓને તેમના સાસરિયાના ઘરમાં શારીરિક અને માનસિક શોષણનો સામનો કરવો પડે છે. હું દરેકને મારી સાથે ઊભા રહેવા વિનંતી કરું છું.”
છોકરાઓનાં અફેર હોય છે
નિકિતાએ લગ્ન પછી તરત જ કથિત રીતે સહન કરાયેલા આઘાતજનક વર્તનનું પણ વર્ણન કર્યું હતું. તેણીએ કહ્યું, “જ્યારે હું પાકિસ્તાનથી મારા સાસરિયાના ઘરે પાછી ફરી, ત્યારે તેમનું વર્તન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. મને ખબર પડી કે, મારા પતિને એક સંબંધી સાથે અફેર હતું. જ્યારે મેં મારા સસરાને કહ્યું, ત્યારે તેમણે કહ્યું, ‘છોકરાઓનાં અફેર હોય છે, કંઈ કરી શકાતું નથી.’”
દરેક સ્ત્રી ન્યાયને પાત્ર છે
નિકિતાએ વધુમાં આરોપ લગાવ્યો કે, કોવિડ-19 ના લોકડાઉન દરમિયાન વિક્રમે તેને પાકિસ્તાન પાછા ફરવા માટે દબાણ કર્યું હતું, અને હવે તે તેને ભારતમાં પ્રવેશતા અટકાવી રહી છે. તેણીએ કહ્યું, “ભારતની દરેક સ્ત્રી ન્યાયને પાત્ર છે.”
લેખિત ફરિયાદ દાખલ કરી
કરાચી પરત ફર્યા પછી, નિકિતાને ખબર પડી કે, વિક્રમ દિલ્હીની એક મહિલા સાથે લગ્ન કરવાની તૈયારી કરી રહ્યો છે. કાયદેસર રીતે પરિણીત હોવા છતાં, તેણીને બદલી નાખવામાં આવશે તેવી ચિંતાથી, નિકિતાએ 27 જાન્યુઆરી, 2025 ના રોજ લેખિત ફરિયાદ દાખલ કરી હતી.
દંપતી ભારતીય નાગરિક નથી
આ મામલો મધ્યપ્રદેશ હાઇકોર્ટ દ્વારા અધિકૃત સિંધી પંચ મધ્યસ્થી અને કાનૂની સલાહ કેન્દ્ર સમક્ષ આવ્યો હતો. જે બાદ વિક્રમ અને તેની કથિત મંગેતરને નોટિસ જારી કરવામાં આવી હતી, અને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જો કે, આ મામલે મધ્યસ્થી નિષ્ફળ ગઈ હતી. 30 એપ્રિલ, 2025 ના રોજ એક અહેવાલમાં જણાવાયું હતું કે, બંને પતિ-પત્ની ભારતીય નાગરિક ના હોવાથી, આ મામલો પાકિસ્તાનના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે, અને વિક્રમને પાકિસ્તાન મોકલવાની ભલામણ કરવામાં આવી હતી.
રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે
ઇન્દોરમાં આવો કેસ પહેલીવાર સામે આવ્યો નથી. મે 2025 માં, નિકિતાએ ઇન્દોર સામાજિક પંચાયતનો સંપર્ક કર્યો હતો, જેણે વિક્રમને દેશનિકાલ કરવાની ભલામણ કરી હતી. કલેક્ટર આશિષ સિંહે પુષ્ટિ આપી કે, તપાસનો આદેશ આપવામાં આવ્યો છે, અને રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો ------ હવાઇમાં ભયાનક 'Kilauea' જ્વાળામુખી વિસ્ફોટ, 400 મીટર સુધી લાવા ઉછળ્યો


