15 દિવસ માટે આવેલા યુવકે ભારતમાં 17 વર્ષ વિતાવ્યા, મતદાન કર્યાનો ગંભીર દાવો
- ડિપોર્ટ થતા પાકિસ્તાની યુવકે ચોંકાવનારો ખુલાસો કર્યો
- તેણે મતદાન સુદ્ધાં કર્યું હોવાનો ગંભીર દાવો કર્યો
- પાકિસ્તાની નાગરિકના ભારતમાં પુરાવા કેવી રીતે બન્યા ?
Terror Attack : જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા (PAHALGAM TERROR ATTACK) બાદ ભારતભરમાં ઠેર ઠેર બિનઅધિકૃત રીતે રહેતા પાકિસ્તાની, બાંગ્લાદેશી, તથા અન્ય દેશોની નાગરિકતા ધરાવતા લોકો વિરૂદ્ધ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. તેમને શોધીને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે ડિપાર્ટ થતા પહેલા પાકિસ્તાની (PAKISTANI) યુવકે ગંભીર આરોપ લગાવ્યા છે, યુવક 17 વર્ષથી ઉડીમાં રહેતો હતો. અને તેણે મતદાન કર્યાનો દાવો કર્યો છે. જે દેશની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કરે તેવું છે. યુવકના દાવા બાદ સ્થાનિક તંત્ર એક્શનમાં આવ્યું છે. અને આ મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
મેં વોટીંગ પણ કર્યું છે
ભારતભરમાંથી બિનઅધિકૃત રીતે રહેતા પાકિસ્તાની, બાંગ્લાદેશી તથા અન્ય દેશોના નાગરિકોને વીણી વીણીને શોધીને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે જમ્મુ-કાશ્મીરના ઉડીમાં રહેતા પાકિસ્તાની યુવકનો ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. યુવક ઓસામાનું કહેવું છે કે, તે 15 દિવસના શોર્ટ ટર્મ વિઝા લઇને ભારત આવ્યો હતો. ત્યાર બાદ તે વિતેલા 17 વર્ષથી અહિંયા રહેતો હતો. તેણે સ્પષ્ટ દાવો કરતા કહ્યું કે, મેં વોટીંગ પણ કર્યું છે.
દેશની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉઠવા પામ્યા
વધુમાં યુવકે દાવો કર્યો છે કે, તેની પાસે આધાર કાર્ડ, વોટર આઈડી કાર્ડ, રાશન કાર્ડ અને ડોમિસાલઇલ સર્ટીફીકેટ પણ બનાવવામાં આવ્યું છે. ઓસામાના દાવા બાદ દેશની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે. પાકિસ્તાની નાગરિકના ભારતમાં પુરાવા કેવી રીતે બન્યા, આ સવાલે સત્તાધીશોની ઉંધ હરામ કરી દીધી છે. આ સાથે ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે કે, દેશમાં શોર્ટ ટર્મ વિઝા પર આવેલા કેટલા પાકિસ્તાનીઓ સ્થાયી થયા છે, અને હાલ તેઓ શું કરી રહ્યા છે. આ મામલો સપાટી પર આવતાની સાથે દેશભરમાં ગેરકાયદેસર રીતે રહેતા પાકિસ્તાનીઓના નિકાલ અર્થે એક્શન પ્લાન જરૂરી હોવાની લોકચર્ચા છે.
આ પણ વાંચો --- LIVE: Pahalgam terrorist attack : ભારત સાથે તણાવ વચ્ચે પાકિસ્તાન અલ્લાહના ભરોસે!


