Palanpur ભરત ચૌધરી હત્યા કેસ ; પોલીસે આરોપીઓની બદલી નાંખી ચાલ- જાહેરમાં ચખાડ્યો ડંડાપાકનો ખતરનાક સ્વાદ
- Palanpur હત્યા કેસ : આરોપીઓનું જાહેર રિકન્સ્ટ્રક્શન, પોલીસ ડંડા સામે માફી માંગવા લાગ્યા!
- ભરત ચૌધરી હત્યા : લાલો મંડોરા સહિત 6 આરોપીઓનો વરઘોડો, લોકોનો રોષ અને ફાંસીની માંગ
- બનાસકાંઠા ક્રાઇમ : પાલનપુર હાઈવે હત્યા કેસમાં પોલીસની ઝડપી કાર્યવાહી, જાહેરમાં ક્રાઇમ સીન રિ-એનૅક્ટ
- એરોમા સર્કલથી ઘટનાસ્થળે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન : ગુજરાત પોલીસ જિંદાબાદના નારા ગુંજ્યા
- પાલનપુરમાં યુવક હત્યા : આરોપીઓને જોતા લોકોનો આક્રોશ, કડક સજાની માંગ સાથે વિરોધ
Palanpur : બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં 20 ડિસેમ્બરે પાલનપુર-અમદાવાદ હાઈવે પર થયેલી ભરત ચૌધરી નામના યુવકની કરુણ હત્યાના કેસમાં ગુજરાત પોલીસે ઝડપી કાર્યવાહી કરીને 6 આરોપીઓને ઝડપી લીધા છે. આ કેસમાં પૈસાની લેવડ-દેવડના વિવાદમાં 20થી વધુ લોકોના ટોળાએ ભરત ચૌધરી અને અન્ય એક યુવક પર ઘાતક હથિયારોથી હુમલો કર્યો હતો, જેમાં ભરતનું મોત નીપજ્યું હતું. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.
ક્રાઇમ સીન રિકન્સ્ટ્રક્શન
આરોપીઓની ધરપકડ બાદ પોલીસે મુખ્ય આરોપી લાલો મંડોરા ( માળી) સહિત કુલ 6 આરોપીઓનું જાહેરમાં ક્રાઇમ સીન રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. એરોમા સર્કલથી ઘટનાસ્થળ સુધી આરોપીઓને લઈ જઈને સમગ્ર ઘટનાનું રિ-એનૅક્ટમેન્ટ કરવામાં આવ્યું. આ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં 2 DySP, PI, PSI સહિત મોટો પોલીસ કાફલો તૈનાત રહ્યો હતો.
મોટી સંખ્યામાં લોકો એકઠા થયા
જાહેરમાં આરોપીઓને જોતા જ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા અને તેમનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. લોકોએ આરોપીઓ સામે "ફાંસી આપો", "કડકમાં કડક સજા કરો" જેવા નારા લગાવ્યા અને "ગુજરાત પોલીસ જિંદાબાદ"ના નારા સાથે પોલીસની કાર્યવાહીની વાહવાહ કરી હતી. આરોપીઓ પોલીસની કડકાઈ અને લોકોના રોષને જોતા ગભરાઈ ગયા અને માફી માંગવા લાગ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે.
Palanpur : પોલીસનો દંડો ચાલ્યો તો,
આરોપીઓ માફી માંગવા લાગ્યા | Gujarat Firstબનાસકાંઠામાં ભરત ચૌધરી નામના યુવકની હત્યાનો મામલો
પાલનપુર અમદાવાદ હાઈવે પર ભરત ચૌધરી નામના યુવકની હત્યા
પોલીસે એરોમાં સર્કલ પર 6 આરોપીઓનું કર્યું રિકન્સ્ટ્રક્શન
આરોપીઓને જોતાં આજે લોકોનો રોષ ફાટી… pic.twitter.com/i5wVTRGfQm— Gujarat First (@GujaratFirst) December 27, 2025
Palanpur પોલીસે આરોપીઓને કરાવ્યો કાયદાનો ભાન
આ રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસે આરોપીઓને કાયદાનો ભાન કરાવી દીધો હતો. આ દરમિયાન પોલીસે આરોપીઓ ઉપર પોતાના ઠંડા તોડી નાંખતા આરોપીઓ તોબા પોકારી ઉઠ્યા હતા. આ કડક કાર્યવાહી જોઈને લોકોમાં પણ ઉત્સાહ આવી ગયો હતો અને પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા. આ દરમિયાન આરોપીઓ પોલીસ સામે છોડી દેવાની માફી માંગવા લાગ્યા હતા. પોલીસે કાયદાનું ભાન કરાવ્યા પછી હર્ષભાઈ સંઘવીનું નિવેદન ચરિતાર્થ થતું દેખાયું હતું.
મૃતક ભરતભાઈ ચૌધરી
આરોપીઓને બદલી નાંખી ચાલ
પોલીસે કડક હાથે કરેલી કાર્યવાહી પછી હત્યાના તમામ આરોપીઓની ચાલ બદલાઈ ગઈ હતી. પોલીસના ડંડાનો સ્વાદ ચાખ્યા પછી તમામ આરોપીઓને ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. આમ તમામ આરોપીઓની ચાલ એકાએક બદલાઈ ગઈ હતી.
જણાવી દઈએ કે, આ ઘટના પૈસાના વિવાદમાંથી ઉદ્ભવી હતી, જેમાં ચૌધરી સમાજના યુવકો પર જીવલેણ હુમલો થયો. બીજા યુવકની હાલત પણ ગંભીર હોવાના અહેવાલો છે. પોલીસે ઝડપથી આરોપીઓને પકડીને કેસનો ભેદ ઉકેલ્યો છે, જેનાથી સમાજમાં ન્યાયની આશા જાગી છે. આવા અપરાધીઓ સામે કડક કાર્યવાહી થકી સમાજમાં દાખલો બેસે તેવી લોકમાંગ ઉઠી છે.
આ પણ વાંચો- ‘ઘરે મમ્મી કે પપ્પા વધુ લડે?’ સીએમના પ્રશ્ન પર આંગણવાડી બાળકોએ આપ્યો જોરદાર જવાબ


