Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

World Cup 2023 : મેદાનમાં ઘુસી ગયો પેલેસ્ટાઈન સમર્થક..સૂરક્ષામાં ચૂક..!

ભારતીય ઇનિંગ્સની 14મી ઓવરમાં એક પેલેસ્ટાઈન સમર્થક મેદાનમાં ઘુસી ગયો હતો. આ ભારતીય પ્રશંસકે વિરાટને મળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તરત જ સુરક્ષાકર્મીઓ મેદાનમાં આવ્યા અને આ યુવકને બહાર કાઢ્યો હતો. પેલેસ્ટિનિયન સમર્થક તમામ સુરક્ષાને અવગણીને મેદાનમાં પ્રવેશ્યો ODI વર્લ્ડ...
world cup 2023   મેદાનમાં ઘુસી ગયો પેલેસ્ટાઈન સમર્થક  સૂરક્ષામાં ચૂક
Advertisement

ભારતીય ઇનિંગ્સની 14મી ઓવરમાં એક પેલેસ્ટાઈન સમર્થક મેદાનમાં ઘુસી ગયો હતો. આ ભારતીય પ્રશંસકે વિરાટને મળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તરત જ સુરક્ષાકર્મીઓ મેદાનમાં આવ્યા અને આ યુવકને બહાર કાઢ્યો હતો.

પેલેસ્ટિનિયન સમર્થક તમામ સુરક્ષાને અવગણીને મેદાનમાં પ્રવેશ્યો

Advertisement

ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ દરમિયાન ખેલાડીઓની સુરક્ષામાં મોટી ખામી જોવા મળી હતી. અમદાવાદ સ્ટેડિયમમાં એક લાખ 30 હજાર દર્શકો હાજર હતા. જેના કારણે સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જો કે, એક પેલેસ્ટિનિયન સમર્થક તમામ સુરક્ષાને અવગણીને મેદાનમાં પ્રવેશ્યો હતો. આ ઘટના ભારતીય ઇનિંગ્સની 14મી ઓવરમાં બની હતી.

Advertisement

તેણે વિરાટની નજીક જવાનો પણ પ્રયાસ કર્યો

એડમ ઝમ્પા બોલિંગ કરી રહ્યો હતો. વિરાટ કોહલી અને રાહુલ ક્રિઝ પર હતા. દરમિયાન એક યુવક મેદાનમાં ઘુસ્યો. તેણે વિરાટની નજીક જવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે, સુરક્ષાકર્મીઓ સમયસર પહોંચી ગયા હતા અને યુવકને મેદાનમાંથી બહાર કાઢ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં આ યુવક વિરાટને ભેટી પડ્યો હતો.

ચાહકની જર્સી પર પેલેસ્ટાઈનનો ધ્વજ હતો

આ ચાહકની જર્સી પર પેલેસ્ટાઈનનો ધ્વજ હતો. તેના ટી-શર્ટ પર પેલેસ્ટાઈનને આઝાદ કરવાનું સૂત્ર પણ લખેલું હતું. આવી સ્થિતિમાં, આ ચાહક કોઈ પ્રકારનું પ્રદર્શન કરવા માટે મેદાનની અંદર આવ્યો હોવાની સંભાવના છે. ભારતીય ટીમ માટે સારી વાત એ હતી કે વિરાટ કોહલીને આની કોઈ અસર થઈ ન હતી. તે હસતો રહ્યો અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ સાથે ટૂંકી વાતચીત પણ કરી હતી.

પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો

આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરીને આક્રમક શરૂઆત કરી હતી, પરંતુ ઓસ્ટ્રેલિયાએ નાના સ્કોર પર શુભમન ગિલ અને શ્રેયસ અય્યરને આઉટ કરીને પુનરાગમન કર્યું હતું. ભારતીય કેપ્ટન રોહિત શર્મા 47 રન બનાવીને આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ અને જોશ હેજલુવાડે શરૂઆતી વિકેટ લીધી હતી.

ટીમ ઈન્ડિયા ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે મેદાનમાં ઉતરી

ટીમ ઈન્ડિયા ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે મેદાનમાં ઉતરી છે અને ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત ODI વર્લ્ડ કપ જીતવાના પ્રયાસમાં છે. ભારત આ પહેલા 1983 અને 2011માં વનડે વર્લ્ડ કપ જીતી ચૂક્યું છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયા 1987, 1999, 2003, 2007 અને 2015માં વર્લ્ડ ચેમ્પિયન બની ચૂક્યું છે.

આ પણ વાંચો----IND VS AUS : ટોસનો નિર્ણય પેટ કમિન્સને ન પડી જાય ભારે, જાણો રોહિત શર્માએ શું કહ્યું

Tags :
Advertisement

.

×