Palghar crow speaking : માણસની જેમ વાતો કરવા લાગ્યો કાગડો, કડકડાટ બોલ્યો મરાઠી,જુઓ Video
- Maharashtra ના પાલઘરમાંથી એક ચોંકાવનારો કિસ્સો
- એક કાગડો માણસોની જેમ બોલતો નજરે પડ્યો
- કાગડો પરિવારના સભ્યોને નામથી બોલાવે છે
palghar crow speaking : આપણને સામાન્ય રીતે કોયલનો અવાજ સંભાળવો ગમે છે પણ કાગડો બોલતો હોય તો એને ઉડાડી દેતા હોઈએ છીએ. કારણ કે કાગડાનો અવાજ કર્કશ હોય છે અને લોકોને (palghar crow speaking)કાનમાં વાગતો હોય છે. ત્યારે શું તમે ક્યારેય કાગડાને માણસોની જેમ બોલતો જોયો છે? પોપટને તો ઘણીવાર માણસની સાથે વાત કરતા સંભાળ્યો હશે, પણ હવે એક વીડિયો એવો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં કાગડો માણસોની જેમ બોલે છે. મહારાષ્ટ્રમાંથી આ કાગડાનો વીડિયો વાયરલ (Viral Video)થઈ રહ્યો છે
માણસોની જેમ કરે છે વાતો
મહારાષ્ટ્રના પાલઘર (PalgharCrow) જિલ્લામાં આવેલા ગરગાંવ ગામમાં એક આદિવાસી પરિવાર રહે છે. આ કાગડો આ પરિવારમાં ઉછર્યો છે. બાળપણથી જ માણસોની વચ્ચે રહેવાને કારણે, કાગડો કડકડાટ મરાઠી બોલવા લાગ્યો છે. જ્યારે તમે તેને બોલતા જોશો, ત્યારે તે કાગળો ઓછો અને પોપટ વધારે લાગશે. આ કાગડો માણસોની જેમ (Marathi speaking crow)જ કડકડાટ મરાઠીમાં વાતો કરે છે.
Palghar Crow Viral Video:
Maharashtra ના પાલઘરમાંથી એક અનોખો અને ચોંકાવનારો કિસ્સો
એક કાગડો માણસોની જેમ બોલતો નજરે પડ્યો
કાગડો પરિવારના સભ્યોને નામથી બોલાવે છે#India #Maharashtra #PalgharCrow #ViralVideo #SocialMedia #MimicHumanSpeech #Marathi #GujaratFirst pic.twitter.com/EFlSKIgtYZ— Gujarat First (@GujaratFirst) April 5, 2025
આ પણ વાંચો -ભારતના આ શહેરમાં રોમાંસ માટે ખાસ કેબ સર્વિસ શરૂ
દીકરીને મળ્યો હતો કાગડો
જણાવી દઈએ કે ગરગાંવમાં આદિવાસી મુકને પરિવાર રહે છે. આ કાગડો ત્રણ વર્ષ પહેલાં 12મા ધોરણની વિદ્યાર્થીની તનુજા મુકનેને મળ્યો હતો. કાગડો ઝાડ નીચે પડ્યો હતો, તે સમયે તે લગભગ 15 દિવસનો હતો. તનુજા કાગડાને ઘરે લઈ આવી અને થોડા દિવસોમાં જ તે પરિવારનો સભ્ય બની ગયો.
આ પણ વાંચો -MA ભણેલા ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન થઈ રહ્યું છે વાયરલ, યુઝર્સ કરી રહ્યા છે રંગ બે રંગી કોમેન્ટ્સ
મરાઠી બોલવામાં એક્સપર્ટ
આ કાગડાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે માણસોની જેમ વાત કરતો જોવા મળે છે. કાગડો મરાઠીમાં કહે છે કાકા આહેત કા? તેવી જ રીતે, તે મરાઠીમાં કાકા, પપ્પા જેવા શબ્દો બોલે છે. આ કાગડાએ ઘણા લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. બોલતા કાગડાની ચર્ચા સમગ્ર વિસ્તારમાં થઈ રહી છે.