Bhavanagar:પાલિતાણામાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી
- રાજ્યમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશી પર તવાઈ
- પાલિતાણામાંથી શંકાસ્પદ બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ
- 10-12 દિવસથી પાલિતાણામાં રહેતી હોવાનું સામે આવ્યું
ભાવનગર જિલ્લાના તીર્થનગરી પાલિતાણામાંથી શંકાસ્પદ હાલતમાં બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ જવા પામી હતી. પોલીસને મળેલ બાતમીના આધારે બાંગ્લાદેશી મહિલા છેલ્લા 10 કે 12 દિવસથી પાલિતાણામાં રહેતી હોવાની બાતમીના આધારે પોલીસે શંકાસ્પદ બાંગ્લાદેશી મહિલાને ઝડપી પાડી તેની પૂછપરછ હાથ ધરી છે.
શંકાસ્પદ બાંગ્લાદેશી મહિલાની પોલીસે અટકાયત કરી
હાલ સમગ્ર રાજ્યમાં ઘૂસણખોરી કરતા લોકો સામે સરકાર અને ગૃહ વિભાગ સતર્ક થઈ કામગીરી કરી રહી છે. જેના ભાગરૂપે પાલિતાણામાંથી શંકાસ્પદ બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ હતી. સુલતાના નામની શંકાસ્પદ મહિલાને ઝડપી આગળની તપાસ હાથ ધરી છે. પાલિતાણા ટાઉન પોલીસે શંકાસ્પદ 22 વર્ષીય સુલતાના નામની મહિલા પાસે પુરતા ડોક્યુમેન્ટ છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Jamnagar: મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ હોટલ, રેસ્ટોરન્ટમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું
મહિલા ભારતીય છે કે નહી તે દિશામાં તપાસ ચાલુ
ભાવનગર પોલીસ અધિક્ષક હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં આશરે 1200 થી પણ વધુ અલગ અલગ નાગરિકોની પૂછપરછ કરી ભારતીય હોવાના પુરાવાઓ તપાસમાં આવી રહ્યા છે. આ પ્રક્રિયાના ભાગરૂપે પાલિતાણા ટાઉન ખાતે 22 વર્ષની સુલતાના નામની એક મહિલા મળી આવેલ છે. પૂછપરછ દરમ્યાન છેલ્લા પાંચથી દસ દિવસમાં તે પાલિતાણા ખાતે આવી હોય તેવું જણાઈ આવે છે. તે મહિલા ભારતીય છે કે નહી તે દિશામાં તપાસ ચાલુ છે.
આ પણ વાંચોઃ Gujarat Rain: હવામાન વિભાગે કરા તેમજ ગાજવીજ સાથે કરી વરસાદની આગાહી