Earthquake: હિમાચલ પ્રદેશમાં ભૂકંપ, લોકોમાં નાસભાગ
- આજે સવારે હિમાચલ પ્રદેશમાં ભૂકંપના જોરદાર આંચકાથી ગભરાટ
- એક પછી એક 3 જોરદાર આંચકા અનુભવાયા
- લોકોમાં નાસભાગ મચી
- ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.3 માપવામાં આવી
Earthquake in Himachal Pradesh : આજે સવારે હિમાચલ પ્રદેશમાં ભૂકંપ(Earthquake in Himachal Pradesh)ના જોરદાર આંચકાથી ગભરાટ ફેલાઈ ગયો હતો. મંડી શહેરમાં ભૂકંપ આવ્યો અને એક પછી એક 3 જોરદાર આંચકા અનુભવાયા. જો કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.3 માપવામાં આવી હતી, પરંતુ મોડી રાત્રે લગભગ 2.30 વાગ્યે આવેલા આ ભૂકંપથી લોકો ભયભીત થઈ ગયા હતા. લોકો પોતાના પરિવાર અને બાળકો સાથે સવાર સુધી ઘરની બહાર રસ્તાઓ પર બેસી રહ્યા હતા.
નાના ભૂકંપ એ મોટા ભૂકંપ આવવાની નિશાની હોઈ શકે
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી એ ભૂકંપની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર ભૂગર્ભમાં 5 કિલોમીટરની ઊંડાઈએ જોવા મળ્યું હતું. જો કે આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ હિમાચલનો મંડી જિલ્લો ઝોન 5માં આવે છે જે ભૂકંપની દૃષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ શહેરો ધરાવે છે, તેથી અહીંના લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. નાના ભૂકંપ એ મોટા ભૂકંપ આવવાની નિશાની હોઈ શકે છે.
આ પણ વાંચો---Rohtak: લગ્નની જાનમાં ગેંગવોર, અંધાધૂંધ ગોળીબારમાં 1નું મોત
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) નો અહેવાલ
NCS મુજબ, મંડી જિલ્લો ભૂકંપ-સંભવિત ઝોન 5 માં આવે છે, જ્યાં નાના આંચકા ભવિષ્યમાં મોટા ભૂકંપનું સૂચક હોઈ શકે છે. જો કે કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી, પરંતુ નિષ્ણાતોએ સાવચેતી રાખવાની સલાહ આપી છે.
કેલિફોર્નિયામાં 7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
તમને જણાવી દઈએ કે ગઈકાલે અમેરિકાના કેલિફોર્નિયા શહેરમાં 7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર કેલિફોર્નિયાના ફર્ન્ડેલ શહેરથી લગભગ 100 કિલોમીટર દૂર જોવા મળ્યું હતું. ભૂકંપનું કેન્દ્ર પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં સમુદ્રની નીચે 10 કિલોમીટર (6.21 માઈલ) ની ઊંડાઈએ જોવા મળ્યું હતું. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકોના દરવાજા અને બારીઓ ધ્રૂજી ઉઠી હતી. ઘરો અને રસ્તાઓની દિવાલોમાં તિરાડો દેખાઇ હતી. ભૂકંપની તીવ્રતા 7 હોવાનું નક્કી થતાં જ યુનાઈટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) એ સમુદ્રમાં સુનામીની ચેતવણી જારી કરી હતી. દરિયાકાંઠે રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ દિવસના અંત સુધીમાં સુનામીની ચેતવણી પાછી ખેંચી લેવામાં આવી હતી. સરકારે હજુ પણ લોકોને ભૂકંપના જોખમને લઈને સતર્ક રહેવાની સલાહ આપી છે.
આ પણ વાંચો---સામાન્ય નાગરિક બની સારવાર માટે ગયેલા MLA ને ડોક્ટરે ગાળો ભાંડી