Pankaj Tripathi ની પત્નીને લગ્નના 20 વર્ષ પછી પણ તેમની મા નાપસંદ કરે છે!
- Pankaj Tripathi અને તેમની પત્ની પડકારરૂપ પ્રેમ કહાની
- Pankaj Tripathi ની માને આજે પણ પસંદ નથી તેમની પત્ની
- વર્ષ 2004 માં Pankaj Tripathi ના લગ્ન થયા હતા
Pankaj Tripathi's Wife Mridula : Pankaj Tripathi એ બોલિવૂડના આ યુગના એક સૌથી સફળ અભિનેતા છે. Pankaj Tripathi ને લોકો તેના અભિનય સાથે તેની અંગત જીવનમાં જે સંવેદનશીલતા સાથે જીવન પસાર કરે છે. તેના કારણ ચાહકોમાં તેમની એક ખાસ લોકપ્રિયતા જોવા મળે છે. Pankaj Tripathi નું લગ્નજીવન અને તેમની પ્રેમ કહાની ખુબ જ રસપ્રદ છે. પરંતુ આજે પણ Pankaj Tripathi અને તેની પત્નીને એક વાતનો મલાલ રહેલો છે.
Pankaj Tripathi અને તેમની પત્ની પડકારરૂપ પ્રેમ કહાની
Pankaj Tripathi ની પત્નીનું નામ મૃદુલા છે. જોકે Pankaj Tripathi અને મૃદુલા બંને શાળાઓના સમયથી એકબીજાને પ્રેમ કરી રહ્યા છે. તે ઉપરાંત Pankaj Tripathi ની બહેનના લગ્ન પણ મૃદુલાના ભાઈ સાથે થેયલા છે. જોકે Pankaj Tripathi અને મૃદુલાના સંબંધ તેમના પરિવારજનોને ના-પસંદ હતો. તે ઉપરાંત બંનેને એકબીજાથી અલગ રાખવા માટે વિવિધ યોજનાઓ પણ ઘડવામાં આવી હતી. તે ઉપરાંત Pankaj Tripathi અને મૃદુલાના પરિવારજનો ખુબ જ રૂઢિવાદી છે.
આ પણ વાંચો: CID 2 પ્રથમ ઝલક, ફરીવાર ACP પ્રદ્યુમન ખૂની ખેલના કોયડા ઉકેલશે
Pankaj Tripathi ની માને આજે પણ પસંદ નથી તેમની પત્ની
જોકે Pankaj Tripathi અને મૃદુલાના પ્રેમની સૌથી મોટી પરિક્ષા તેમની જ્ઞાતિ હતી. કારણે કે... મૃદુલાના જણાવ્યા અનુસાર તેમની જ્ઞાતિમાં છોકરા-છોકરીઓ તેમનાથી નીચી જ્ઞાતિના યુવક-યુવતીઓ સાથે લગ્ન કરી શકે નહીં. તેના કારણે Pankaj Tripathi ની બહેનના લગ્ન મૃદુલાના ભાઈ સાથે થયા હતા. પરંતુ અંતે ભારે કોશિશ અને પરિક્ષાઓ પાર કરીને બંનેએ લગ્ન કર્યા હતાં. જોકે Pankaj Tripathi ની માતાએ આજદીન સુધી મુદુલાને પત્ની તરીકે સ્વીકારી નથી.
વર્ષ 2004 માં Pankaj Tripathi ના લગ્ન થયા હતા
Pankaj Tripathi અને મૃદુલાને એક પરફેક્ટ દંપતી તરીકે ઓળખવામાં આવે છે. તે ઉફરાંત બોલિવૂડમાં પણ આ દંપતી ખુબ જ લોકપ્રિય છે. જોકે Pankaj Tripathi અને મૃદુલાએ લગ્ન માટે અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. બંનેએ આ અંગે અનેકવાર મીડિયા સામે ખુલાસાઓ કર્યા છે. કારણ કે... બંનેના પરિવારજનોને આ સંબંદ નામંજૂર હતો. ત્યારે વર્ષ 2004 માં Pankaj Tripathi અને મૃદુલાના વિધિવિદ્યાન સાથે લગ્ન થયા હતા.
આ પણ વાંચો: Pushpa 2 ની નવી રિલીઝ ડેટ સાથે અલ્લુ અર્જુનનો નવો લૂક જુઓ