Papua New Guinea ના PM એ વડાપ્રધાન Narendra Modi ના ચરણસ્પર્શ કર્યા, આપવામાં આવ્યુ ગાર્ડ ઓફ ઓનર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દેશોના પ્રવાસના બીજા તબક્કા અંતર્ગત પાપુઆ ન્યુ ગિની પહોંચ્યા. PM મોદી FIPIC સમિટમાં ભાગ લેવા માટે પાપુઆ ન્યૂ ગિનીની મુલાકાતે છે. જ્યાં તેમનું પાપુઆ ન્યુ ગિનીના વડાપ્રધાન જેમ્સ માર્પે દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ...
06:49 PM May 21, 2023 IST
|
Vishal Dave
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દેશોના પ્રવાસના બીજા તબક્કા અંતર્ગત પાપુઆ ન્યુ ગિની પહોંચ્યા. PM મોદી FIPIC સમિટમાં ભાગ લેવા માટે પાપુઆ ન્યૂ ગિનીની મુલાકાતે છે. જ્યાં તેમનું પાપુઆ ન્યુ ગિનીના વડાપ્રધાન જેમ્સ માર્પે દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પાપુઆ ન્યુ ગીનીના વડાપ્રધાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચરણ સ્પર્શ કર્યા હતા.
PM મોદીનું પાપુઆ ન્યુ ગિનીના મોરેસ્બી (જૅક્સન) ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પરંપરાગત ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં એનઆરઆઈ ત્યાં હાજર હતા. પીએમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. પાપુઆ ન્યુ ગીનીની જનતામાં પીએમ મોદીના આગમનને લઇને જબરજસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો.. વડાપ્રધાન મોદીની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો એરપોર્ટ પર પહોંચ્યા હતા.
Next Article