Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Paris Olympic 2024 : PM મોદીએ સેહરાવતને અભિનંદન પાઠવ્યા, કહ્યું- 'કુસ્તીબાજોનો આભાર...'

ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવતે બ્રોન્ઝ મેડલ જીત્યો ઓલિમ્પિકમાં ચમક્યો અમન સેહરાવત PM મોદીએ અમન સેહરાવતને અભિનંદન પાઠવ્યા PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે પેરિસ ઓલિમ્પિક (Paris Olympic 2024)માં 57 કિગ્રા ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ કુસ્તીબાજ અમન સેહરાવતને અભિનંદન...
paris olympic 2024   pm મોદીએ સેહરાવતને અભિનંદન પાઠવ્યા  કહ્યું   કુસ્તીબાજોનો આભાર
Advertisement
  1. ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવતે બ્રોન્ઝ મેડલ જીત્યો
  2. ઓલિમ્પિકમાં ચમક્યો અમન સેહરાવત
  3. PM મોદીએ અમન સેહરાવતને અભિનંદન પાઠવ્યા

PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે પેરિસ ઓલિમ્પિક (Paris Olympic 2024)માં 57 કિગ્રા ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ કુસ્તીબાજ અમન સેહરાવતને અભિનંદન પાઠવ્યા હતા. અમને પેરિસ ઓલિમ્પિક (Paris Olympic 2024)માં કુસ્તીમાં ભારતને પહેલો મેડલ અપાવ્યો છે. અમન સેહરાવતે 57 કિગ્રા ફ્રી સ્ટાઈલ કેટેગરીની બ્રોન્ઝ મેડલ મેચમાં પ્યુર્ટો રિકોના ડેરિયન ટોઈ ક્રુઝને 13-5 પોઈન્ટથી હરાવ્યો હતો.

Advertisement

કુસ્તીબાજોનો આભાર અમને વધુ ગર્વ થયો - PM મોદી

ભારતની જીત પર PM નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, 'અમારા કુસ્તીબાજોનો આભાર અમને વધુ ગર્વ થયો છે. પેરિસ ઓલિમ્પિક (Paris Olympic 2024)માં પુરુષોની ફ્રી સ્ટાઇલ 57 કિગ્રા સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અમન સેહરાવતને અભિનંદન.

Advertisement

અમનનું સમર્પણ અને નિશ્ચય સ્પષ્ટ દેખાય છે...

આ સાથે PM નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કુસ્તીબાજ અમન સેહરાવતનું સમર્પણ અને દૃઢ નિશ્ચય સ્પષ્ટ દેખાય છે. સમગ્ર દેશ આ નોંધપાત્ર સિદ્ધિની ઉજવણી કરી રહ્યો છે.

પેરિસ ઓલિમ્પિકમાં કુસ્તીમાં ભારતનો પહેલો મેડલ...

તમને જણાવી દઈએ કે અમન સેહરાવતે પેરિસ ઓલિમ્પિક (Paris Olympic 2024)માં કુશ્તીમાં ભારતને પહેલો મેડલ અપાવ્યો છે. શુક્રવારે 57 કિગ્રા ફ્રી સ્ટાઈલ કેટેગરીની બ્રોન્ઝ મેડલ મેચમાં અમને પ્યુર્ટો રિકોના ડેરિયન ટોઈ ક્રુઝને 13-5 પોઈન્ટથી હરાવ્યો હતો.

આ પણ વાંચો : Paris Olympic 2024 : ભારતને મળ્યો વધુ એક મેડલ, અમન સેહરાવતે જીત્યો બ્રોન્ઝ

2008 થી દરેક ઓલિમ્પિકમાં કુસ્તીમાં મેડલ...

21 વર્ષીય અંડર-23 વર્લ્ડ ચેમ્પિયન અમન સેમિફાઈનલમાં જાપાનના રેઈ હિગુચી સામે 0-10 થી હારી ગયો હતો. પેરિસ ઓલિમ્પિક (Paris Olympic 2024) માટે ક્વોલિફાય કરનારો તે ભારતનો એકમાત્ર પુરુષ કુસ્તીબાજ હતો અને તેણે નિરાશ ન કર્યો. ભારતે 2008 થી અત્યાર સુધી દરેક ઓલિમ્પિકમાં કુસ્તીમાં મેડલ જીત્યો છે. અમને પેરિસ ઓલિમ્પિક (Paris Olympic 2024)માં પણ આ ટ્રેન્ડ ચાલુ રાખ્યો છે.

આ પણ વાંચો : Paris Olympic 2024 માં સ્ટાર રેસલરની ધરપકડ, દારૂ પીને મહિલાની કરી છેડતી

કુસ્તીમાં ભારતનો આ છઠ્ઠો મેડલ છે...

સુશીલ કુમારે બેઇજિંગ (2008)માં બ્રોન્ઝ જીત્યો હતો, યોગેશ્વર દત્તે લંડન (2012)માં બ્રોન્ઝ જીત્યો હતો, સાક્ષી મલિકે રિયો (2016)માં બ્રોન્ઝ જીત્યો હતો, રવિ દહિયા અને બજરંગ પુનિયાએ ટોક્યો 2021 માં અનુક્રમે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આવતીકાલે કુસ્તીમાં વધુ એક મેડલ આવ્યો છે. પેરિસ ઓલિમ્પિક (Paris Olympic 2024)માં ભારતનો આ છઠ્ઠો મેડલ છે.

આ પણ વાંચો : Vinesh Phogat ના સપોર્ટમાં ઉતર્યા સચિન તેંડુલકર, નિયમોને ટાંકીને કહ્યું આ શું બકવાસ છે...

Tags :
Advertisement

.

×