ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Paris Paralympics 2024: ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર નવદીપ સિંહ કોણ છે? જેમને આખો દેશ કરી રહ્યો છે સલામ

પેરા જેવલિન થ્રોઅર નવદીપ સિંહે દેશનું નામ રોશન કર્યું F41 ઈવેન્ટમાં વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો અત્યાર સુધી ભારતનું પેરાલિમ્પિકમાં ઘણું સારું પ્રદર્શન રહ્યું Paralympics 2024: પેરિસ Paralympics ભારતે ખુબ જ સારૂ પ્રદર્શન કર્યું છે. ભારતીય પેરા...
09:18 PM Sep 08, 2024 IST | VIMAL PRAJAPATI
પેરા જેવલિન થ્રોઅર નવદીપ સિંહે દેશનું નામ રોશન કર્યું F41 ઈવેન્ટમાં વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો અત્યાર સુધી ભારતનું પેરાલિમ્પિકમાં ઘણું સારું પ્રદર્શન રહ્યું Paralympics 2024: પેરિસ Paralympics ભારતે ખુબ જ સારૂ પ્રદર્શન કર્યું છે. ભારતીય પેરા...
Paris Paralympics 2024
  1. પેરા જેવલિન થ્રોઅર નવદીપ સિંહે દેશનું નામ રોશન કર્યું
  2. F41 ઈવેન્ટમાં વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો
  3. અત્યાર સુધી ભારતનું પેરાલિમ્પિકમાં ઘણું સારું પ્રદર્શન રહ્યું

Paralympics 2024: પેરિસ Paralympics ભારતે ખુબ જ સારૂ પ્રદર્શન કર્યું છે. ભારતીય પેરા જેવલિન થ્રોઅર નવદીપ સિંહે પેરિસમાં દેશનું નામ રોશન કર્યું છે. તેમણે પુરુષોની ભાલા ફેંક F41 ઈવેન્ટમાં વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમણે ત્રીજા પ્રયાસમાં 47.32 મીટરનો થ્રો કર્યો હતો, જે તેમનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો. અત્યાર સુધી ભારતનું પેરાલિમ્પિકમાં ઘણું સારું પ્રદર્શન રહ્યું છે. વિગતે વાત કરવામાં આવે તો, ભારતે અત્યાર સુધીમાં 7 ગોલ્ડ, 10 સિલ્વર અને 13 બ્રોન્ઝ સહિત 29 મેડલ જીત્યા છે. એટલું જ નહીં પરંતુ નવદીપે આ પહેલા સિલ્વર મેડલ જીત્યો હતો. પરંતુ, બાદમાં ગોલ્ડ જીતનાર ઈરાનના બીત સાયાહને ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો. આ પછી નવદીપની બેગમાં ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Paralympics: ભારતનો દબદબો યથાવત, 29 મેડલ સાથે આ સ્થાન પર પહોંચ્યું

પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતનું અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન

Paralympics 2024 ના ઈતિહાસમાં ભારતનું અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. ભૂતકાળની વાત કરવામાં આવે તો, ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતે 7 ગોલ્ડ સહિત કુલ 19 મેડલ જીત્યા હતા. આ પહેલા નવદીપે ફાઉલથી શરૂઆત કરી હતી. આ પછી તેમણે બીજા પ્રયાસમાં 46.39 મીટરનો થ્રો કર્યો અને ત્રીજા પ્રયાસમાં તેમણે બધાને પાછળ છોડી દીધા હતા. પરંતુ પાંચમાં પ્રયાસમાં ઈરાનના બીત સયાહ સાદેગે 47.64 મીટરના થ્રો સાથે નવદીપને પાછળ છોડી દીધો હતો. જોકે, બાદમાં ઈરાનના ખેલાડી બીત સયાહ સાદેગને ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો. જેથી નવદીપ સિંહનો સિલ્વર મેડલની જગ્યાએ ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો.

આ પણ વાંચો: પેરિસ પેરાલિમ્પિક્સમાં સિમરન શર્માએ જીત્યો Bronze, ભારતના મેડલની સંખ્યા હવે 28 થઇ

શું તમે જાણો છો કોણ છે આ નવદીપ સિંહ?

પેરાલિમ્પિક ખેલાડી નવદીપ સિંહની ઊંચાઈ ઓછી છે. તેમણે વિશ્વભરમાં સફળતા હાંસલ કરી છે. તેમણે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ-2023માં 40.05 બરછી ફેંકીને ચોથું સ્થાન હાંસલ કર્યું હતું. આ ઉપરાંત એશિયન Paralympics 2024 માં પણ તે ચોથા ક્રમે રહ્યા હતા. તેમની પાસેથી ટોક્યોમાં મેડલ જીતવાની અપેક્ષા હતી, પરંતુ તેઓ ત્યાં પણ ચોથા સ્થાને રહ્યા હતા. જ્યારે આ વખતે તેમણે ગોલ્ડ મેડલ જીત્યો છે. નવદીપ મલિકનો પરિવાર હરિયાણાના પાણીપતના બુલાના લખુ ગામમાં રહે છે. નવદીપની માતા તેની મેચના દિવસે વહેલી સવારે પૂજા માટે બેસે છે. એટલું જ નહીં પરંતુ નવદીપ મલિકની મેચ જોયા પછી જ તેઓ ખાવા ખાય છે.

આ પણ વાંચો: પેરાલિમ્પિક હાઇ જમ્પમાં ભારતના Praveen Kumar એ જીત્યો ગોલ્ડ, મેડલ સંખ્યા હવે 26 પર પહોંચી

Tags :
Gujarati Sports Newsindia medal at paris paralympicsNavdeep Singhpara javelin throwparalympics 2024paralympics 2024 newsParis ParalympicsParis Paralympics 2024Paris Paralympics 2024 NewsSports News in Gujarat
Next Article