કોડીનારમાં Parshottambhai Solanki ની ગર્જના: "હું માત્ર વાતો નથી કરતો, કોળી સમાજ માટે જરૂર પડે તો..!
- ગીર સોમનાથના કોડીનારમાં Parshottambhai Solanki નું નિવેદન
- "જરૂર પડે ત્યારે ધોકા ઉપાડવા પડે તો પણ પરસોત્તમ સોલંકી ઉપાડશે"
- કોડીનારના વેલણ ગામે કોળી સમાજના સમૂહ લગ્નમાં નિવેદન
Parshottambhai Solanki:ગુજરાતના રાજકારણના દિગ્ગજ નેતા અને કોળી સમાજના પ્રબળ અવાજ ગણાતા પરસોત્તમભાઈ સોલંકી (Parshottambhai Solanki) ફરી એકવાર પોતાના આક્રમક અંદાજને કારણે ચર્ચામાં આવ્યા છે. ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના કોડીનાર તાલુકાના વેલણ (Velan) ગામે આયોજિત કોળી સમાજના સમૂહ લગ્ન (Mass Marriage) પ્રસંગે હાજરી આપતી વખતે તેમણે સમાજને સંબોધતા અત્યંત નિખાલસ અને ધારદાર નિવેદનો આપ્યા હતા. તેમના આ નિવેદન બાદ સમગ્ર રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
Parshottambhai Solanki:"ધોકા ઉપાડવા પડે તો પણ તૈયાર છું"
સમૂહ લગ્નના મંચ પરથી સમાજને સંબોધતા પરસોત્તમભાઈ સોલંકીએ (Parshottambhai Solanki) આક્રમક સૂરમાં જણાવ્યું હતું કે, "મારા કોળી સમાજ (Koli Samaj) માટે મારો આત્મા હંમેશા દુઃખી થતો હોય છે. જ્યારે પણ સમાજ પર કોઈ આફત આવે અથવા અન્યાય થાય, ત્યારે હું શાંત બેસી શકતો નથી." તેમણે વધુમાં ઉમેર્યું કે, "જો જરૂર પડે અને કોળી સમાજ માટે ધોકા ઉપાડવાની નોબત આવે, તો પરસોત્તમભાઈ સોલંકી એ પણ ઉપાડશે. હું પાછળ હટનારો માણસ નથી." વધુમાં પરસોત્તમભાઈ સોલંકીએ કહ્યું સોલંકીએ કે, "બધાં રાજકારણ કરે છે, મારે ક્યા કરવાનું છે? મારે ક્યાં તમારી પાસે મત માંગવા આવવાનું છે?
Gir Somnath | Minister Parshottam Solanki નો હુંકાર, "અખતરા કરવા હોય તો કરી લો, ધોકા ઉપડશે...!" | Gujarat First
ગીર સોમનાથના કોડીનારમાં પરસોત્તમ સોલંકીનું નિવેદન
"જરૂર પડે ત્યારે ધોકા ઉપાડવા પડે તો પણ પરસોત્તમ સોલંકી ઉપાડશે"
કોડીનારના વેલણ ગામે કોળી સમાજના સમૂહ લગ્નમાં નિવેદન… pic.twitter.com/QcQY3YbL8A— Gujarat First (@GujaratFirst) January 26, 2026
"હું હંમેશા તમારી પડખે ઊભો રહીશ"
પોતાની આગવી શૈલીમાં તેમણે ત્યાં ઉપસ્થિત જનમેદનીને ઉદ્દેશીને કહ્યું કે, "તમારે જો અખતરા કરવા હોય તો પરસોત્તમભાઈ સોલંકીને યાદ કરજો. હું હંમેશા તમારી પડખે ઊભો રહીશ." વેલણ (Velan) ગામના આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં કોળી સમાજ (Koli Samaj) ના લોકો ઉમટી પડ્યા હતા, જ્યાં પરસોત્તમભાઈ સોલંકીના દરેક વાક્ય પર તાળીઓના ગડગડાટ સાથે વધાવી લેવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે ગીર સોમનાથ (Gir Somnath) અને સૌરાષ્ટ્રના (Saurashtra) દરિયાકાંઠાના વિસ્તારોમાં કોળી સમાજનું મોટું પ્રભુત્વ છે અને પરસોત્તમભાઈ સોલંકી દાયકાઓથી આ સમાજના સર્વોચ્ચ નેતા તરીકે ઉભરી આવ્યા છે.
આ પણ વાંચોઃ "માર મારવાનુ ષડયંત્ર રચનાર મુખ્ય આરોપી જયરાજ આહીર" Navneet Baldhia નું SIT સમક્ષ નિવેદન


