Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PATAN : ફિલ્મ જોયા બાદ ઘડાયો હત્યાનો પ્લાન, જાણો દ્રશ્યમ સ્ટાઇલ ગુનાની કહાની

PATAN : હત્યાની તપાસનું પગેરૂં યુવક-યુવતિ સુધી પહોંચ્યું હતું. શંકાના આધારે બંનેની પુછપરછ કરવામાં આવતા ચોંકાવનારી હકીકત ખુલવા પામી છે
patan   ફિલ્મ જોયા બાદ ઘડાયો હત્યાનો પ્લાન  જાણો દ્રશ્યમ સ્ટાઇલ ગુનાની કહાની
Advertisement
  • પાટણમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે
  • ફિલ્મ જોયા બાદ ઘડાયેલા પ્લાન અનુસાર આધેડની હત્યા
  • ગુનાને અંજામ આપીને મૃતદેહને સળગાવી દેવાયો

PATAN : પાટણના સાંતલપુરના જાખોત્રા ગામે ફિલ્મી ઢબે આધેડની હત્યા કરાઇ હોવાનો ચકચારી મામલો સપાટી પર આવ્યો છે. આ કિસ્સાને દ્રશ્યમ ફિલ્મને જોયા બાદ અંજામ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. યુવક-યુવતિએ એકબીજા સાથે રહેવા માટે આ ગુનાને અંજામ આપ્યો હોવાનું અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે. જો કે, પોલીસ આગળ બંનેની ચાલાકી ચાલી ન્હતી. પોલીસે ગણતરીના સમયમાં હત્યાના આરોપી જોડાની ધરપકડ કરી છે. જે બાદ બંને વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ચોંકાવનારી હકીકત ખુલવા પામી

પાટણના સાંતલપુરના જાખોત્રા ગામે તાજેતરમાં તળાવ પાસે સળગેલી હાલતમાં આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસે મામલાની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તપાસનું પગેરૂં યુવક-યુવતિ સુધી પહોંચ્યું હતું. શંકાના આધારે બંનેની પુછપરછ કરવામાં આવતા ચોંકાવનારી હકીકત ખુલવા પામી હતી. પોલીસને જાણવા મળ્યું કે, ગીતા અને ભરત વચ્ચે પ્રેમ હતો. બંને એકબીજા સાથે રહેવા માંગતા હતા. તાજેતરમાં દ્રશ્યમ ફિલ્મ જોઇને તેમણે હત્યાનો પ્લાન ઘડી દીધો હતો. પ્લાન મુજબ વૌવા ગામની સીમમાં આધેડને પકડીને તેમની હત્યા કરવામાં આવી હતી. પ્રેમી ભરતે આ ગુનાને અંજામ આપ્યો હતો.

Advertisement

ઘટના બાદ બંને નાસી છુટ્યા

હત્યા બાદ આધેડના મૃતદેહને તળાવ પાસે મુકીને તેને પોતાના કપડાં અને પગમાં ઝાંઝર પહેરાવ્યા હતા બાદમાં રાત્રીના એક વાગ્યે બંનેએ આધેડના મૃતદેહ પર પેટ્રોલ નાંખીને તેને સળગાવી દીધો હતો. ઘટના બાદ બંને નાસી છુટ્યા હતા. જો કે, પોલીસે ગણતરીના સમયમાં જ બંનેને દબોચી લઇને કેસ ઉકેલી કાઢ્યો છે. આ મામલે બંને સાથે રહેવા માંગતા હોવાથી આ પગલું ભર્યું હોવાનું અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આરોપીને પકડી પાડીને મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો --- Gujarat By-election : પેટાચૂંટણીમાં જીગ્નેશ મેવાણીએ કોંગ્રેસની હાર ભાળી કે કોઇ બીજુ રહસ્ય!

Tags :
Advertisement

.

×