Patan નગરપાલિકાની લાપરવાહીથી લાખો લીટર પાણીનો વેડફાટ, નતા તરસી રહી, ટાંકી ઉભરાઈ રહી!
Patan નગરપાલિકાની બેદરકારી સામે આવી છે જેમાં વગર ચોમાસે ચોમાસા જેવો માહોલ રોડ પર જોવા મળ્યો હતો. લાખો લીટર પાણીનો વેડફાટ થતા પાણી રોડ પર વહી ગયું હતુ. એક તરફ ખેડૂતોને પાણી મળતું નથી તો બીજી તરફ પાણીનો વ્યય થયો હતો.
Advertisement
Patan : નગરપાલિકાની મોટી બેદરકારી સામે આવી છે જેમાં ગાંધીબાગ પંપિંગ સ્ટેશન પર લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે. એક તરફ ઉનાળામાં જનતા પાણી માટે તરસે, બીજી તરફ પાલિકાની લાપરવાહીથી પાણીનો બગાડ થયો છે. કર્મચારી ગેરહાજર રહેતા પંપિંગ સ્ટેશનની ટાંકી ઉભરાઈ હતી જેમાં પાણીની સાથે વીજળીનો પણ મોટો વ્યય થયો હતો.

