Pavagadh : નવરાત્રિમાં પાવાગઢ જવાનું વિચારી રહ્યા છો ? તો પહેલા વાંચી લો આ સમાચાર
નવરાત્રિમાં પાવાગઢ મંદિરે દર્શનનાં સમયમાં ફેરફાર કરાયો એકમ, ત્રીજ, આઠમ, દસમ, પૂનમે વહેલી સવારે 4 કલાકે કપાટ ખુલશે બાકીનાં દિવસોમાં સવારે 5 કલાકે દર્શન માટે મંદિરનાં કપાટ ખુલશે તમામ દિવસોએ રાત્રે 8 કલાકે મંદિરનાં દ્વાર દર્શન માટે બંધ કરાશે...
Advertisement
- નવરાત્રિમાં પાવાગઢ મંદિરે દર્શનનાં સમયમાં ફેરફાર કરાયો
- એકમ, ત્રીજ, આઠમ, દસમ, પૂનમે વહેલી સવારે 4 કલાકે કપાટ ખુલશે
- બાકીનાં દિવસોમાં સવારે 5 કલાકે દર્શન માટે મંદિરનાં કપાટ ખુલશે
- તમામ દિવસોએ રાત્રે 8 કલાકે મંદિરનાં દ્વાર દર્શન માટે બંધ કરાશે
આવતીકાલથી નવરાત્રિનો (Navratri 2024) મહાપર્વ શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે માઈભક્તો માં દુર્ગાની ભક્તિનાં રંગે રંગાવા માટે અને ગરબે ઘૂમવા માટે ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. નવરાત્રિનાં દિવસો દરમિયાન યાત્રાધામ પાવાગઢમાં (Pavagadh) પણ માઈભક્તોની ભારે ભીડ જોવા મળે છે. જો કે, નવરાત્રિ પૂર્વે પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે.

