Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Dahod : પાવાગઢથી દર્શન કરી પરત ફરતા યુવાનોને નડ્યો ગોઝારો અકસ્માત, 1 નું મોત, બે ગંભી

પાવાગઢથી હીચકારી ઘટનાનાં સમાચાર આવ્યા છે. દર્શન કરી પરત ફરતા યુવાનોને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, દાહોદ જિલ્લામાં આવેલા ઉસરા ગામ પાસે અજાણ્યા વાહનચાલકે બાઈકને અડફેટે લેતા સવાર 3 યુવક હવામાં ફંગોળાયા હતા. 3 પૈકી એક યુવકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય 2 યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા છે.
dahod   પાવાગઢથી દર્શન કરી પરત ફરતા યુવાનોને નડ્યો ગોઝારો અકસ્માત  1 નું મોત  બે ગંભી
Advertisement
  1. પાવાગઢથી દર્શન કરી પરત ફરતા યુવાનોને નડ્યો ગોઝારો અકસ્માત (Dahod)
  2. દાહોદ જિલ્લાના ઉસરા ગામ પાસે અજાણ્યા વાહને બાઈકને અડફેટે લીધી
  3. ત્રણ મિત્રોમાંથી એક મિત્રનું અકસ્માતમાં મોત, 2 ગંભીર રીતે ઈજાગ્રસ્ત
  4. દાહોદ રૂરલ પોલીસે શરૂ કરી તપાસ, ફરાર અજાણ્યા વાહનને પકડવા કવાયત

Dahod: પાવાગઢથી હીચકારી ઘટનાનાં સમાચાર આવ્યા છે. દર્શન કરી પરત ફરતા યુવાનોને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, દાહોદ જિલ્લામાં (Dahod) આવેલા ઉસરા ગામ પાસે અજાણ્યા વાહનચાલકે બાઈકને અડફેટે લેતા સવાર 3 યુવક હવામાં ફંગોળાયા હતા. 3 પૈકી એક યુવકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય 2 યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. દાહોદ રૂરલ પોલીસે (Dahod Rural Police) મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Jamnagar : સાસણ, દ્વારકા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગરની મુલાકાતે

Advertisement

Dahod ના ઉસરા ગામ પાસે અકસ્માત, અજાણ્યા વાહને બાઈકને અડફેટે લીધી

પાવાગઢથી (Pavagadh) દર્શન કરી બાઇક પર પરત ફરતા 3 યુવકને ગમખ્વાર અકસ્માત નડ્યો. પ્રાથમિક માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના (Dahod) ઉસરા ગામ પાસે પૂરપાટ ઝડપે આવતા એક અજાણ્યા વાહનચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ ઘટનામાં બાઇક પર સવાર ત્રણેય યુવક હવામાં ફંગોળાયા હતા. આ અકસ્માતમાં એક યુવકને માથાનાં ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય બે યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

Advertisement

આ પણ વાંચો - "ભાજપ પર આક્ષેપ વગર કોંગ્રેસની સવાર નથી પડતી", 'SIR' મુદ્દે કોંગ્રેસને જવાબ!

બાઇક સવાર 1 યુવકનું મોત, બેની હાલત ગંભીર!

અકસ્માતને પગલે સ્થાનિક લોકોનું ટોળું ભેગું થયું હતું. લોકોએ અકસ્માત અંગે જાણ કરતા દાહોદ રૂરલ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડ્યા છે. પોલીસે યુવકના મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની (Dahod Rural Police) પ્રાથમિક તપાસ અનુસાર, મૃતક યુવકની ઓળખ ખારવા ગામના યુવાન તરીકે થઈ છે. અકસ્માત સર્જીને વાહનચાલક ફરાર થયો છે, જેની શોધખોળ પોલીસે આદરી છે.

આ પણ વાંચો - આદ્યશક્તિ અંબાજીમાં ભક્તિનો મહાસંગમ : 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026 થશે પ્રારંભ

Tags :
Advertisement

.

×