Paytm Shutdown : શું 31 ઓગસ્ટથી બંધ થઈ જશે Paytm UPI?,વાંચો અહેવાલ
Paytm UPI Shutdown : ગૂગલ પ્લે દ્વારા મોકલવામાં આવેલી એક નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું હતું કે, Paytm UPI 31 ઓગસ્ટથી કામ કરી શકશે નહીં. આથી Paytmના યુઝર્સ ચિંતિત છે. લોકો સોશિયલ મીડિયા પર અલગ અલગ દાવા કરી રહ્યા છે અને ઘણા ફરજી મેસેજ પણ વાયરલ થઈ રહ્યા છે. લોકોમાં ચાલતી આ ચર્ચાને કારણે, કંપનીએ પોતે આગળ આવવું પડ્યું છે. ચાલો જાણીએ કે Paytmએ યુપીઆઈ બંધ કરવા વિશે શું કહ્યું.
સામાન્ય યુઝર્સને નહીં થાય અસર
આ અંગે Paytmએ કહ્યું કે આ ફેરફાર ફક્ત તે યુઝર્સ પર લાગુ થશે જેઓ યુટ્યુબ પ્રીમિયમ, ગૂગલ વન સ્ટોરેજ અથવા અન્ય સબ્સ્ક્રિપ્શન્સ જેવા રિકરિંગ પેમેન્ટ્સ માટે Paytm હેન્ડલનો ઉપયોગ કરે છે. તેની સામાન્ય યુઝર્સ પર કોઈ અસર નહીં થાય. પ્રભાવિત યુઝર્સે તેમના જૂના paytm હેન્ડલને નવા હેન્ડલ જેમ કે, @pthdfc @ptaxis, @ptyes અથવા @ptsbi જેવા નવા હેન્ડલથી બદલવું પડશે. મતલબ કે, જો તમારું યુપીઆઈ આઈડી Ravi@paytm છે, તો તે હવે Ravi@pthdfc અથવા Ravi@ptsbi (તમારી બેંક અનુસાર) હોઈ શકે છે.
શું કરવું?
જેમની પાસે @paytm હેન્ડલ છે તેમને તમારી બેંક સાથે લિંક કરેલા નવા Paytm UPI ID પર સ્વિચ કરો જેમ કે @pthdfc, @ptaxis, @ptyes અથવા @ptsbi. Google Pay અથવા PhonePe જેવા અન્ય UPI પ્લેટફોર્મ દ્વારા પેમેન્ટ કરો.વારંવાર પેમેન્ટ માટે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો.
આ પણ વાંચો-Rupee-Dollar : ડૉલર સામે રૂપિયો ઐતિહાસિક તળિયે,64 પૈસા સુધી ગગડ્યો
કંપનીના પ્રમુખે આપ્યું આશ્વાશન
Paytmના પ્રમુખ વિજય શેખર શર્માએ ગ્રાહકોને ખાતરી આપી હતી કે તેમના પૈસાની લેવડદેવડ પહેલાની જેમ સરળતાથી ચાલતી રહેશે. 31 ઓગસ્ટથી આ ફેરફાર ટેકનિકલ પ્રોસેસનો એક ભાગ છે. આ ફેરફાર નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ની મંજૂરી બાદ લાગુ કરવામાં આવી રહ્યો છે. Paytmને થર્ડ પાર્ટી એપ્લિકેશન પ્રોવાઈડર એટલે કે TPAP તરીકે કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે, જેના હેઠળ નવા UPI હેન્ડલ શરૂ કરવાયા હતા.
આ પણ વાંચો-DP Growth : ટ્રમ્પના ટેરિફની ટાઈ-ટાઈ ફિશ, બુલેટની સ્પીડે દોડી ભારતના વિકાસની ગાડી
Google Playની આ નોટિફિકેશનથી ફેલાયો ડર
Google Play દ્વારા મોકલવામાં આવેલી નોટિફિકેશનથી યૂઝર્સમાં ડર પેદા થયો હતો કે Paytm UPI હવે બંધ થઈ જશે. ગૂગલ પ્લેએ આ નોટિફિકેશન જારી કરી હતી કેમ કે રિકરિંગ પેમેન્ટ માટે UPI હેન્ડલ્સ અપડેટ કરવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ 2025 છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે 31 ઓગસ્ટ બાદ @paytm UPI હેન્ડલ્સ ગૂગલ પ્લે પર સ્વીકારવામાં નહીં આવે. આ નિયમ 1 સપ્ટેમ્બર 2025 થી અમલમાં આવશે. અધૂરી માહિતીએ યુઝર્સમાં ભ્રમ પેદા કર્યો હતો.