ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

હિસાબ માટે કોમ્પ્યુટર, લેપટોપના જમાનામાં રોજમેળની લોકપ્રિયતા અકબંધ

આધુનિક યુગમાં પણ આ પરંપરા નવી પેઢી વચ્ચે એટલી જ શ્રદ્ધાપૂર્વક જળવાઈ છે. અમદાવાદના ગાંધીબ્રિજ પાસે આવેલા ચોપરા બજારમાં આ વર્ષે પણ ભારે ભીડ જોવા મળી રહી છે. વર્ષોથી ચાલી આવતી પરંપરાને અનુસરતા વેપારીઓ નવા વર્ષની શરૂઆત ચોપડા પૂજનથી કરે છે. તેનાથી વેપારમાં વર્ષભર સમૃદ્ધિ અને પ્રગતિ રહે છે.
08:19 PM Oct 21, 2025 IST | PARTH PANDYA
આધુનિક યુગમાં પણ આ પરંપરા નવી પેઢી વચ્ચે એટલી જ શ્રદ્ધાપૂર્વક જળવાઈ છે. અમદાવાદના ગાંધીબ્રિજ પાસે આવેલા ચોપરા બજારમાં આ વર્ષે પણ ભારે ભીડ જોવા મળી રહી છે. વર્ષોથી ચાલી આવતી પરંપરાને અનુસરતા વેપારીઓ નવા વર્ષની શરૂઆત ચોપડા પૂજનથી કરે છે. તેનાથી વેપારમાં વર્ષભર સમૃદ્ધિ અને પ્રગતિ રહે છે.

Rojmel Buy In Diwali : આધુનિક યુગમાં કોમ્પ્યુટર, લેપટોપ અને ટેબ્લેટમાં પણ હિસાબ રાખવામાં આવે છે. છતાં દિવાળી ટાણે વેપારીઓ રોજમેળ (Rojmel Buy In Diwali) માટે ચોપડાની ખરીદી અચૂક કરતા હોય છે. જેને લઈ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદના ગાંધીબ્રિજ પાસે આવેલા ચોપડા બજારમાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે.

કલાત્મક ચોપડાની માંગ વધુ

દિવાળીના પર્વે વેપારીઓમાં ચોપડા પૂજનની ધૂમ ગાંધીબ્રિજ ચોપરા બજારમાં ભારે વેચાણ થયું છે. દિવાળીના પર્વ સાથે જ વેપારીઓ માટે શુભ ગણાતું ચોપડા પૂજન (Rojmel Buy In Diwali) એક અનિવાર્ય ધાર્મિક પરંપરા બની ગઈ છે. આધુનિક યુગમાં પણ આ પરંપરા નવી પેઢી વચ્ચે એટલી જ શ્રદ્ધાપૂર્વક જળવાઈ છે. અમદાવાદના ગાંધીબ્રિજ પાસે આવેલા ચોપરા બજારમાં આ વર્ષે પણ ભારે ભીડ જોવા મળી રહી છે. વર્ષોથી ચાલી આવતી પરંપરાને અનુસરતા વેપારીઓ નવા વર્ષની શરૂઆત ચોપડા પૂજનથી કરે છે. તેનાથી વેપારમાં વર્ષભર સમૃદ્ધિ અને પ્રગતિ રહે છે. વેપારીઓના કહેવા મુજબ આ વર્ષે ચોપડાઓ સાથે રંગીન કવર, દેવી-દેવતાઓના ચિત્રો, કલાત્મક પેન અને શુભ સંકેતોની વસ્તુઓની પણ ભારે માંગ જોવા મળી રહી છે.

સવારથી સાંજ સુધી મોટી લાઇનો લાગી

દિવાળીના પવિત્ર પર્વ પર દરેક વેપારી પોતાના નવા વર્ષના આરંભે ચોપડા પૂજન (Rojmel Buy In Diwali) કરે છે. ધાર્મિક રીતે માનવામાં આવે છે કે, ચોપડા પૂજન ભગવાન ગણેશજી અને દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરી નવા વર્ષમાં શુભ લાભ આપે છે. અમદાવાદના ગાંધીબ્રિજ, રિલીફ રોડ, મણિનગર, રાણિપ, નરોડા, નવરંગપુરા, તેમજ કલુપુર માર્કેટમાં ચોપડા ખરીદવા વેપારીઓની ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને ગાંધીબ્રિજ ચોપડા બજારમાં હોલસેલ અને રિટેલ બંને ધંધાર્થીઓ ચોપડા ખરીદવા આવતા હોવાથી અહીં સવારથી સાંજ સુધી ગ્રાહકોની મોટા પ્રમાણમાં અવરજવર રહે છે.

વેચાણમાં આશરે 20 થી 25 ટકા વધારો નોંધાયો

આધુનિક યુગમાં ચોપડાઓમાં (Rojmel Buy In Diwali) નવી ડિઝાઈન અને આધુનિક સ્પર્શ જોવા મળે છે. પરંપરાગત લાલ-પીળા ચોપડા સાથે હવે ગોલ્ડન પ્રિન્ટ, લેધર કવર, લોગો પ્રિન્ટેડ કસ્ટમ ચોપડા, તેમજ ડિજિટલ ચોપડાની માંગ વધી છે. ઘણા વેપારીઓ પોતાના નામ અને લોગોવાળા ચોપડા પણ ઓર્ડર મુજબ છપાવે છે. ચોપડા વેચાણ કરનાર વેપારીઓ જણાવે છે કે આ વર્ષે સામાન્ય ચોપડાનો ભાવ રૂ. 30 થી શરૂ થઈને પ્રીમિયમ ચોપડાઓ રૂ. 500 સુધી પહોંચી ગયા છે. છેલ્લા વર્ષ કરતાં વેચાણમાં આશરે 20 થી 25 ટકા વધારો નોંધાયો છે. આમ આધુનિક યુગમાં પણ ચોપડા પૂજનની પરંપરા વેપારીઓએ જાળવી રાખી છે. ડિજિટલ યુગ હોવા છતાં હાથથી લખાતા આ ચોપડાઓ શુભતા અને આશીર્વાદનું પ્રતિક માનવામાં આવે છે.

આ પણ વાંચો -----  સાસુ-વહુની 'આત્મનિર્ભર' જોડી, ડેકોરેટીવ ટ્રે થી લઇને મુખવાસ સુધી 130 આઇટમો તૈયાર કરી

Tags :
#Diwali2025AhmedabadBusinessTraditionChopdaMarketDigitalDiariesDiwaliShoppingGujaratGujaratFirstStationeryTrends
Next Article