Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Plane Crash : કોઈ દીકરા-દીકરીને મળવા, કોઈ અભ્યાસ કરવા, તો કોઈ પત્નીની અંતિમવિધિ કરી પરત ફરી રહ્યું હતું

આ વિમાનમાં સુરતનો યુવક અર્જુન પટોળિયા પણ હતા. જે કેન્સર પીડિતા પત્નીનાં મૃત્યુ બાદ ધાર્મિકવિધિ કરવા માટે 2 જૂને સુરત આવ્યા હતા.
ahmedabad plane crash   કોઈ દીકરા દીકરીને મળવા  કોઈ અભ્યાસ કરવા  તો કોઈ પત્નીની અંતિમવિધિ કરી પરત ફરી રહ્યું હતું
Advertisement
  1. અમદાવાદની વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો (Ahmedabad Plane Crash)
  2. પૂર્વ CM વિજય રૂપાણી સહિત 240 થી વધુ લોકો વિમાનમાં સવાર હતા
  3. ભાજપ અને RSS સાથે જોડાયેલા નેતા બદરૂદીન હાલાણી પત્ની-ભાભી સાથે લંડન જતા હતા
  4. માંડલ તાલુકાનાં રિટાયર્ડ પોલીસકર્મી પત્ની સાથે દીકરાને મળવા લંડન જતા હતા
  5. કેન્સર પીડિતા પત્નીનાં મૃત્યુ બાદ ધાર્મિક વિધિ કરી પતિ પરત લંડન જઈ રહ્યો હતો

Ahmedabad Plane Crash : અમદાવાદ એરપોર્ટ પરથી એર ઇન્ડિયાનાં (AirIndia) બોઈંગ ડ્રીમલાઈનર 787 વિમાને લંડનનાં ગેટવિક માટે ઉડાન ભરી હતી. વિમાનમાં ક્રૂ મેમ્બર, ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી (Vijay Rupani) સહિત 240 થી વધુ લોકો સવાર હતા. ઉડાનનાં માત્ર 10 મિનિટ બાદ જ વિમાન બીજે મેડિકલ કોલેજની બિલ્ડિંગ સાથે ધડાકાભેર અથડાયું હતું. આ વિમાન દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકોનાં મોત નીપજ્યા હોવાની માહિતી છે. ત્યારે, વિમાનમાં સવાર કેટલાક મુસાફરોની વિગત પણ સામે આવી છે.

Advertisement

ભાજપ-RSS સાથે જોડાયેલ નેતા પત્ની-ભાભી સાથે દીકરાને મળવા જતા હતા

માહિતી અનુસાર, એર ઇન્ડિયાનાં વિમાનમાં ભાજપ અને RSS સાથે જોડાયેલા નેતા બદરૂદીન હાલાણી તેમની પત્ની અને ભાભી સાથે સવાર હતા. બદરૂદીન વાપીમાં BJP ના લઘુમતી હોદ્દા પર રહીને વર્ષોથી જવાબદારી નિભાવતા હતા. તેમણે અનેક સેવાકીય કાર્યો કર્યા હતા. સેલવાસ ખાતે આવેલ સૈનિક સ્કૂલમાં પણ તેમનું મહત્ત્વની યોગદાન હતું. થોડા સમય પહેલા જ તેઓ આણંદ (Anand) ખાતે પોતાના પરિવાર સાથે શિફ્ટ થયા હતા. આજે તેઓ પત્ની અને ભાભી સાથે UK માં રહેતા પોતાનાં દીકરાને મળવા માટે જઇ રહ્યા હતા.

Advertisement

રિટાયર્ડ પોલીસકર્મી પત્ની સાથે લંડનમાં રહેતા દીકરાને મળવા જતા હતા

અમદાવાદ જિલ્લાનાં માંડલ તાલુકાનાં (Mandal) રખિયાણા ગામનાં દંપતીનું પણ વિમાન દુર્ઘટનામાં મોત નીપજ્યું છે. માહિતી અનુસાર, ભોગીલાલ પરમાર અને હંસાબેન પરમાર વિમાનથી દીકરાને મળવા લંડન જઈ રહ્યા હતા. ભોગીલાલ પરમાર રિટાયર્ડ પોલીસકર્મી હતા. તેમનો મુસાફરી દરમિયાનનો વીડિયો પણ સામે આવ્યો છે.

કેન્સર પીડિતા પત્નીનાં મૃત્યુ બાદ ધાર્મિક વિધિ કરી યુવક લંડન પરત જઈ રહ્યો હતો

આ વિમાનમાં સુરતનો (Surat) યુવક અર્જુન પટોળિયા પણ હતા. જે કેન્સર પીડિતા પત્નીનાં મૃત્યુ બાદ ધાર્મિકવિધિ કરવા માટે 2 જૂને સુરત આવ્યા હતા. અર્જુન પટોળિયાને તેમના પરિવારના સભ્યો આ ફ્લાઈટમાં બેસાડીને આવ્યા હતા. અર્જુન આ ફ્લાઈટમાં હોવાની પુષ્ટિ લંડનમાં રહેતી તેની બહેને કરી છે. ઉપરાંત, વિમાનમાં સુરતનાં કોસંબા-તરસાડીનાં દંપતી પેસેન્જર પણ સવાર હતા. અર્જુનસિંહ વાંસડિયા અને ધર્મપત્ની દિવ્યાબેન વાંસડીયા લંડનમાં રહેતી પોતાની દીકરી અને જમાઈને મળવા માટે જઈ રહ્યા હતા.

આ પણ વાંચો - Ahmedabad Plane Crash : એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ મામલો, આણંદના ઉમરેઠ, વાસદના લોકો પણ પ્લેનમાં હતા સવાર

પાલનપુરનું દંપતી અને આણંદની મહિલા, પરિવાર, યુવક પણ વિમાન સવાર હતા

અમદાવાદ વિમાન દુર્ઘટના (Ahmedabad Plane Crash) સમયે પાલનપુર લક્ષ્મણ ટેકરી ખાતે રહેતા લાભુબેન ઠક્કર અને તેમના પતિ રમેશભાઈ ઠક્કર પ્લેનમાં સવાર હતા. પાડોશીનાં જણાવ્યા અનુસાર, આજે સવારે પાલનપુરથી (Palanpur) નીકળી અમદાવાદથી લંડન ફ્લાઈટમાં જઈ રહ્યા હતા. રમેશભાઈનો દીકરો લંડનમાં રહેતો હોવાથી તેને મળવા માટે પતિ-પત્ની જઈ રહ્યા હતા. ઉપરાંત, આ વિમાનમાં આણંદનાં ઉમરેઠનાં મહિલા પેસેન્જર સલમાબેન રઝાકભાઈ વહોરા પણ સવાર હતા. પોતાની દીકરીની ડિલિવરી માટે લંડન જઈ રહ્યા હતા. આણંદ જિલ્લાનાં વાસદનાં 3 લોકો પણ સવાર હતા. માહિતી અનુસાર, કૃષ્ણા રિવરસાઈડનાં માલિક રજનીકાંત પટેલનો પરિવાર જેમાં દિવ્યા રજનીકાંત પટેલ, હેમાગીનીબેન અરુણભાઈ પટેલ આ વિમાનમાં સવાર હતા. તારાપુરનો આશાસ્પદ યુવક પાર્થ શર્મા પણ આ વિમાનમાં સવાર હતો જે સ્ટુડન્ટ વિઝા પર લંડન (London) જઈ રહ્યો હતો. પાર્થ શર્માનો એરપોર્ટ બહારનો ફોટો પણ સામે આવ્યો છે.

આ પણ વાંચો - Ahmedabad એ 1988 માં જોઈ હતી આવી જ ભયાવહ વિમાન દુર્ઘટના, 133 ના ગયા હતા જીવ!

ખેડા અને અરવલ્લી જિલ્લાનાં નાગરિકો પણ વિમાનમાં હતા સવાર

ખેડામાં (Kheda) રહેતા પરવેજ વહોરા અને તેમની 6 માસની દીકરી જીયા ઠાસરા શહેરથી લંડન જવા માટે આ વિમાનમાં બેઠા હતા. ઉપરાંત, વણસોલીનાં રૂદ્ર પટેલ પણ લંડન જવા માટે આ ફ્લાઇટમાં હતા. અરવલ્લી જિલ્લાનાં મોડાસાનાં ખંભીસરના જયશ્રી પટેલ અને ખાનજી પાર્કમાં રહેતી નુસરતજહા જેથરા પણ આ વિમાનમાં સવાર હતા. નુસરતજહાં એક મહિના પહેલા જ મોડાસા (Modasa) આવી હતી. મોડાસાનાં ખંભીસરનાં જયશ્રી પટેલનો એરપોર્ટ અંદર જતી વખતેનો 'બાય બાય' કરતો વીડિયો સામે આવ્યો છે.

આ પણ વાંચો - Ahmedabad plan crash: 4 IAS અધિકારીઓને સિવિલમાં ઇમરજન્સી ડ્યુટીમાં મુકાયા

Tags :
Advertisement

.

×