ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વિમાનમાં પહેલીવાર બેઠેલા શખ્સે કર્યું એવું કે અન્ય Passengers ડરી ગયા

વિમાનની મુસાફરી સૌથી સુરક્ષિત કહેવાય છે પણ ક્યારેક Passengers દ્વારા કઇંક એવું કરવામાં આવતું હોય છે કે અન્ય મુસાફરોના જીવ તાંડવે ચોટી જાય છે. આવું જ કઇંક આજે અમદાવાદથી બેંગ્લોર જઇ રહેલી ફ્લાઈટમાં જોવા મળ્યું, જેમા એક 56 વર્ષીય યાત્રીએ...
06:24 PM May 17, 2023 IST | Hardik Shah
વિમાનની મુસાફરી સૌથી સુરક્ષિત કહેવાય છે પણ ક્યારેક Passengers દ્વારા કઇંક એવું કરવામાં આવતું હોય છે કે અન્ય મુસાફરોના જીવ તાંડવે ચોટી જાય છે. આવું જ કઇંક આજે અમદાવાદથી બેંગ્લોર જઇ રહેલી ફ્લાઈટમાં જોવા મળ્યું, જેમા એક 56 વર્ષીય યાત્રીએ...

વિમાનની મુસાફરી સૌથી સુરક્ષિત કહેવાય છે પણ ક્યારેક Passengers દ્વારા કઇંક એવું કરવામાં આવતું હોય છે કે અન્ય મુસાફરોના જીવ તાંડવે ચોટી જાય છે. આવું જ કઇંક આજે અમદાવાદથી બેંગ્લોર જઇ રહેલી ફ્લાઈટમાં જોવા મળ્યું, જેમા એક 56 વર્ષીય યાત્રીએ અકાસા એરની ફ્લાઈટમાં બેસીને બીડી સળગાવી હતી. ફ્લાઈટ સ્ટાફને જ્યારે આ અંગે જાણ થઇ ત્યારે કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (KIA) પર ઉતરાણ કરતી વખતે તેની ધરપકડ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર આ શખ્સ રાજસ્થાનના પાલી જિલ્લાના મારવાડ જંક્શનનો રહેવાસી છે. આરોપીની ઓળખ એમ પ્રવીણ કુમાર તરીકે થઈ છે.

ફ્લાઈટમાં બીડી પીવા લાગ્યો શખ્સ

જણાવી દઈએ કે આરોપી રાજસ્થાનના પાલી જિલ્લાના મારવાડનો રહેવાસી છે. તેઓ એક વૃદ્ધ વ્યક્તિ સાથે સંબંધીના તેરમામાં હાજરી આપવા જઇ રહ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે, તેનું નામ એમ પ્રવીણ કુમાર છે અને તે મજૂરીનું કામ કરે છે. તેણે કહ્યું કે તે પહેલીવાર ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યો છે અને નિયમો વિશે વધારે જાણતો નથી. તેને ખબર નથી કે ફ્લાઇટમાં ધૂમ્રપાન પર પ્રતિબંધ છે. મળતી માહિતી અનુસાર, આ આરોપીને બેંગલુરુ સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે, KIAમાં આ પહેલીવાર બન્યું છે કે બીડી પીવા માટે કોઈની ધરપકડ કરવામાં આવી હોય. આ વર્ષની શરૂઆતમાં, પોલીસે પ્લેનમાં સિગારેટ સળગાવવા બદલ બે મુસાફરોની ધરપકડ કરી હતી. અહેવાલોમાં એક વરિષ્ઠ પોલીસ અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે સુરક્ષા તપાસ દરમિયાન સિગારેટ અથવા બીડીની શોધ ન કરવી એ એક મોટી સુરક્ષા ભૂલ છે. તેમણે કહ્યું, 'આવી જ્વલનશીલ વસ્તુઓ સરળતાથી પકડાય છે. આ કિસ્સામાં, એટલું જ કહી શકાય કે સુરક્ષા કર્મચારીઓની ભૂલ હતી.

ટ્રેનમાં પીધી છે બીડી એટલે થયું અહીં પણ પી શકાશે

ઉલ્લેખનીય છે કે, “આવા પ્રથમ બે કેસમાં, આરોપીઓ જાણતા હતા કે વિમાનમાં ધૂમ્રપાન પર પ્રતિબંધ છે. છતાં તે પ્લેનમાં ધૂમ્રપાન કરતો પકડાયો હતો. જ્યાં સુધી મંગળવારે બનેલી ઘટનાનો સંબંધ છે, આરોપીનું કહેવું છે કે તે પહેલીવાર પ્લેનમાં ચડ્યો હતો અને દાવો કરે છે કે તે ધૂમ્રપાન પર પ્રતિબંધના નિયમથી વાકેફ નહોતો. અધિકારીએ કહ્યું, 'કુમાર મારવાડમાં મજૂર તરીકે કામ કરે છે. તે એક વૃદ્ધ વ્યક્તિ સાથે મુસાફરી કરી રહ્યો હતો. આ વૃદ્ધ તેમના એક સંબંધીના અવસાન બાદ કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. પ્રવીણે પોલીસને કહ્યું, 'હું ઘણીવાર ટ્રેનમાં મુસાફરી કરું છું અને ટોયલેટમાં બીડી પીઉં છું. મને લાગ્યું કે હું અહીં પણ ટ્રેનની જેમ બીડી પી શકું છું. પછી મેં પ્લેનમાં બીડી સળગાવી.

આ પણ વાંચો - કર્ણાટકમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે સિદ્ધારમૈયા : સૂત્ર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Akasa AirlineAkasa Airline NewsBengaluru AirportKia PoliceSmoking In Plane
Next Article