Botad rain: ગઢડાના પીપળીયા ગામે ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરાયું, અલગ અલગ જગ્યાએ ફસાયા હતા બે પરીવારો
- ગઢડાના પીપળીયા ગામે ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરાયું
- વાડી વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ બે પરીવારો ફસાયા હતા
- ગઈકાલે સાંજના સમયે ધોધમાર વરસાદ થતાં પરીવારો ફસાયા હતા
- NDRFની ટીમે 18 લોકોને રેસ્ક્યૂ કરીને બહાર લાવવામાં આવ્યા
બોટાદના ગઢડા તાલુકાના પીંપળીયા ગામે વાડી વિસ્તારમાં ભારે વરસાદને પગલે બે પરિવારના કુલ 18 લોકો ફસાઈ જવા પામ્યા હતા. પીંપળીયા ગામે વાડી વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ બે પરિવારો ફસાયા હતા. ગઈકાલે સાંજના સમયે ધોધમાર વરસાદ થતાં વાડી ફરતું પાણી ભરાઈ જતા પરીવારો ફસાયા હતા. જે બાબતની જાણ વહીવટી તંત્રને થતા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલીક એનડીઆરએફની ટીમને સાથે રાખે પીંપળીયા ગામે વાડી વિસ્તારમાં18 લોકોનું રેસ્ક્યું ઓપરેશનની કામગીરી હાથ ધરી હતી. પ્રાંત અધિકારી, ગઢડા મામલતદાર, પીઆઈ, ટીડીઓ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો
સુરેન્દ્રનગર શહેરનો ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા તેનું પાણી ભોગાવો નદીમાં છોડવામાં આવ્યું હતું. ભોગાવો નદી બે કાંઠે વહેતા શહેરની આર્ટસ કોલેજ સામેનો પુલ તેમજ જિલ્લા પંચાયત પુલ બંધ કરવામાં આવ્યા હતા. ભોગાવો રિવરફ્રન્ટ રોડ પર વાહનોની અવર જવર પણ બંધ કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે વહીવટી તંત્ર પણ સતર્ક થઈ જવા પામ્યું હતું. સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલ દ્વારા લોકોને પણ તંત્રને સહકાર આપવા અને સાવચેત રહેવા અપીલ કરી હતી.
ભારે વરસાદની ચેતવણી...#RainAlert #Rain @CMOGuj @MyGov_Gujarat @InfoGujarat @revenuegujarat @Info_SNagar_GoG pic.twitter.com/3EiFC5FXlf
— Collector Surendranagar (@CollectorSRN) June 17, 2025
સુખભાદર ડેમ ઓવર ફ્લો થતાં ચાર દરવાજા ખોલવામાં આવ્યા
બોટાદ જિલ્લામાં ભાદર નદી પર સ્થિત સુખભાદર ડેમ ઓવર ફ્લો થતા ચાર દરવાજા ખોલવામાં આવ્યા હતા. ઉપરવાસ વરસાદને કારણે સુખભાદર ડેમ ભરાઈ ગયો હતો. કાર્યપાલક ઈજનેર અને સિંચાઈ અધિકારીઓની ઉપસ્થિતિમાં ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા હતા. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા જાણ કરવામાં આવી હતી. બોટાદના સુખભાદર ડેમ 70 ટકા ભરાયો ત્યારે એલર્ટ મેસેજ જાહેર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ


