ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Iran-Israel તણાવથી કૃડ ઓઇલની કિંમતમાં ભડકો, વધશે પેટ્રોલ ડિઝલના ભાવ

મિડલ ઈસ્ટમાં સ્થિતિ ફરી વિકટ બની ઇઝરાયેલ ઇરાન વચ્ચેની લડાઇની અસર કૃ઼ડ ઓઇલની કિંમતોમાં વધારો પેટ્રોલ-ડિઝલના ભાવમાં થશે વધારો   Iran-Israel : મિડલ ઈસ્ટમાં સ્થિતિ ફરી એકવાર કાબૂ બહાર થઈ ગઈ છે. ઈરાને મંગળવારે ઈઝરાયેલ પર જોરદાર મિસાઈલ હુમલો...
10:04 AM Oct 02, 2024 IST | Vipul Pandya
મિડલ ઈસ્ટમાં સ્થિતિ ફરી વિકટ બની ઇઝરાયેલ ઇરાન વચ્ચેની લડાઇની અસર કૃ઼ડ ઓઇલની કિંમતોમાં વધારો પેટ્રોલ-ડિઝલના ભાવમાં થશે વધારો   Iran-Israel : મિડલ ઈસ્ટમાં સ્થિતિ ફરી એકવાર કાબૂ બહાર થઈ ગઈ છે. ઈરાને મંગળવારે ઈઝરાયેલ પર જોરદાર મિસાઈલ હુમલો...
crude oil prices pc google

 

Iran-Israel : મિડલ ઈસ્ટમાં સ્થિતિ ફરી એકવાર કાબૂ બહાર થઈ ગઈ છે. ઈરાને મંગળવારે ઈઝરાયેલ પર જોરદાર મિસાઈલ હુમલો કર્યો હતો. ઈરાને ઈઝરાયેલ (Iran-Israel)પર લગભગ 200 હાઈ-સ્પીડ બેલેસ્ટિક મિસાઈલો છોડી છે. મંગળવારે રાત્રે સમગ્ર ઇઝરાયેલમાં રોકેટ સાયરન વાગવા લાગ્યા. આકાશમાં મિસાઈલ ઈન્ટરસેપ્શનને કારણે સતત વિસ્ફોટના અવાજો સંભળાતા હતા. ઘણા વિસ્તારોમાં મિસાઈલો પડી હોવાના પણ અહેવાલ છે. આવી સ્થિતિમાં, ઇઝરાયેલની સેનાએ તરત જ બધાને આશ્રયસ્થાનમાં જવાની સલાહ આપી. ઈરાને કહ્યું કે તેણે હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહના મોતનો બદલો લીધો છે. જો કે ઈરાનના આ હુમલાને કારણે ઈઝરાયેલમાં જાન-માલને કોઈ ખાસ નુકસાન થયાના સમાચાર નથી. બીજી તરફ ઈરાનના આ હુમલાથી ઓઈલ માર્કેટમાં અરાજકતા સર્જાઈ છે. મંગળવારે કાચા તેલની કિંમતોમાં જોરદાર વધારો જોવા મળ્યો હતો.

WTI ક્રૂડમાં 5%નો ઉછાળો

ઈરાન-ઈઝરાયલ તણાવના કારણે ક્રૂડ ઓઈલની કિંમતોમાં મોટો ઉછાળો આવ્યો છે. WTI ક્રૂડ ઓઇલ 5 ટકા ઉછળીને પ્રતિ બેરલ $71ને પાર કરી ગયું છે. તે જ સમયે, વૈશ્વિક બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $ 75 પર પહોંચી ગયું છે. ઈરાન મધ્ય પૂર્વમાં ક્રૂડ ઓઈલનો મોટો ઉત્પાદક છે. આ ઉપરાંત તે ઓપેકનો સભ્ય દેશ પણ છે. જો ઈઝરાયેલ હવે ઈરાન સામે બદલો લે તો ભાવમાં વધુ વધારો થઇ શકે છે.

આ પણ વાંચો----Iran : પકડો આમને...જિંદા યા મુર્દા.. આ છે..ઈઝરાયેલના 'આતંકવાદીઓ'ની યાદી

સપ્લાય ચેઈનને નુકસાન થઈ શકે છે

વર્તમાન ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષે ક્રૂડ ઓઈલની સપ્લાય ચેઈન અંગે ચિંતા વધારી છે. કારણ કે વિશ્વના એક તૃતીયાંશ ક્રૂડ ઓઈલની સપ્લાય મધ્ય પૂર્વમાંથી થાય છે. નિષ્ણાતોના મતે, તેલ બજાર ભૌગોલિક રાજકીય તણાવ માટે ખૂબ જ સંવેદનશીલ છે. આવી સ્થિતિમાં જો તણાવ વધે તો ભાવમાં તીવ્ર વધારો જોવા મળી શકે છે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો કાચા તેલની આંતરરાષ્ટ્રીય કિંમતો પર આધારિત છે. જો ક્રૂડ ઓઈલના ભાવ ઝડપથી વધશે તો ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર પણ અસર પડી શકે છે.

આ પણ વાંચો---Iran ડરી ગયું! કહ્યું, 'મિસાઈલ હુમલો પૂરો થયો, હવે પછી કોઈ બોમ્બમારો નહીં થાય...

Tags :
Crude Oil PricesiranIran Israel Missiles AttackIsraelIsrael Iran warLebanonmiddle eastMissile AttackNetanyahuPetrol & Diesel pricesTensions between Iran and Israelwarworld news
Next Article