દેશમાં હાલમાં પ્રવર્તી રહેલા રસોઈ ગેસના સંકટ (Cooking Gas Crisis) વચ્ચે કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય (Ministry of Petroleum and Natural Gas) દ્વારા એક કડક અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા આદેશ અનુસાર, જે ગ્રાહકો પાસે પહેલેથી જ પાઈપ્ડ નેચરલ ગેસ (Piped Natural Gas [PNG]) કનેક્શન છે, તેઓ હવે એલપીજી (LPG) સિલિન્ડરનો ઉપયોગ કરી શકશે નહીં. જે પરિવારો પાસે બંને સુવિધાઓ છે, તેમણે ફરજિયાતપણે પોતાનું એલપીજી કનેક્શન સરન્ડર કરવું પડશે.
PNG and LPG Connection Rules: શા માટે લેવામાં આવ્યો આ નિર્ણય?
સરકારના આ આકરા વલણ પાછળ મુખ્ય કારણ ગેસની સમાન વહેંચણી અને સંગ્રહખોરી રોકવાનું છે. મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલા યુદ્ધ (West Asia Conflict) ને કારણે ઈંધણના પુરવઠા સાંકળ પર ભારે દબાણ આવ્યું છે. અનેક શહેરોમાં ગેસ એજન્સીઓ બહાર ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી રહી છે. સરકારનું માનવું છે કે PNG સુવિધા ધરાવતા લોકો જો સિલિન્ડર છોડશે, તો તે ગેસ એવા વિસ્તારોમાં મોકલી શકાશે જ્યાં પાઈપલાઈન નેટવર્ક હજુ સુધી પહોંચ્યું નથી.
ગુજરાતમાં 70 ટકાથી વધુ ઘરો પાસે બંને કનેકસન
ગુજરાતમાં અત્યારે એક મોટા વહીવટી ફેરફારની ચર્ચાએ જોર પકડ્યું છે, કારણ કે રાજ્યના આશરે 70 થી 80 ટકા શહેરી ઘરોમાં પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) અને એલપીજી (LPG) સિલિન્ડર એમ બંને કનેક્શન કાર્યરત છે. પેટ્રોલિયમ મંત્રાલયના નવા આદેશ અનુસાર, જે ગ્રાહકો પાસે પાઈપલાઈન દ્વારા રસોઈ ગેસ આવે છે, તેમણે હવે ફરજિયાતપણે પોતાનું એલપીજી સિલિન્ડર સરન્ડર કરવું પડશે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ વૈશ્વિક યુદ્ધની સ્થિતિને પગલે ઉભી થયેલી ગેસની અછત અને સંગ્રહખોરી પર લગામ લગાવવાનું છે. સરકારનું માનવું છે કે સુરક્ષિત PNG સુવિધા હોવા છતાં સિલિન્ડર રાખવાથી બજારમાં કૃત્રિમ અછત સર્જાય છે, જેનો ભોગ એવા અંતરિયાળ વિસ્તારો બને છે જ્યાં હજુ પાઈપલાઈન પહોંચી નથી. ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં ઘરે-ઘરે પાઈપલાઈનનું નેટવર્ક વિસ્તરેલું છે, ત્યાં આ નિયમની અમલવારીથી હજારો સિલિન્ડરો મુક્ત થશે, જે અન્ય જરૂરિયાતમંદ પરિવારોને ફાળવી શકાશે
બુકિંગમાં તોતિંગ ઉછાળો
ઉપલબ્ધ આંકડા મુજબ, ભારતમાં અંદાજે 6 મિલિયન (60 Lakh) ઘરોમાં PNG કનેક્ટિવિટી ઉપલબ્ધ છે. જોકે, ઈરાન અને ઈઝરાયેલ (Iran-Israel War) વચ્ચેના તણાવ બાદ લોકોમાં 'પેનિક બુકિંગ' (Panic Booking) માં નોંધપાત્ર વધારો થયો છે. યુદ્ધ પૂર્વે દૈનિક બુકિંગ સરેરાશ 5.57 મિલિયન હતું, જે હવે વધીને 7.57 મિલિયન પર પહોંચી ગયું છે. સરકારના જણાવ્યા અનુસાર, દેશમાં સ્ટોકની કોઈ અછત નથી, પરંતુ ગભરાટના માર્યા લોકો જરૂરિયાત કરતા વધુ સિલિન્ડર બુક કરાવી રહ્યા છે, જેના કારણે કૃત્રિમ અછત ઉભી થઈ રહી છે.
વહીવટી તંત્રની કડક કાર્યવાહી
સ્થાનિક વહીવટી તંત્ર અને જિલ્લા પુરવઠા કચેરી (District Supply Office) ના અધિકારીઓને સક્રિય કરવામાં આવ્યા છે. ગેસ એજન્સીઓ અને ડીલરોને સ્પષ્ટ સૂચના અપાઈ છે કે PNG ધારકોને સિલિન્ડર સપ્લાય ન કરવામાં આવે. આ ઉપરાંત, ગેસ સિલિન્ડરના કાળાબજાર (Black Marketing) કરનારા તત્વો સામે પણ કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અધિકારીઓ સતત વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને ગ્રાહકોને આશ્વાસન આપી રહ્યા છે કે તેમણે ગભરાવાની જરૂર નથી.
આ પણ વાંચો : Commercial Gas Cylinder Supply: કોમર્શિયલ ગેસ સિલિન્ડર ના પુરવઠા માટે નવી ગાઈડલાઈન: જાણો કોને મળશે પહેલા સપ્લાય