Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ Drone માત્ર દવાઓ જ નહીં, ઓર્ગન્સની પણ નિયત સમયમાં કરશે ડિલિવરી

PGI Chandigarh Drone : જરૂરિયાતમંદ લોકોના અંગો સીધા તેમના ગંતવ્ય સ્થાને પહોંચશે
આ drone માત્ર દવાઓ જ નહીં  ઓર્ગન્સની પણ નિયત સમયમાં કરશે ડિલિવરી
Advertisement
  • Drone એકવાર ચાર્જ કર્યા પછી 100 કિમી સુધી ઉડી શકે છે
  • જરૂરિયાતમંદ લોકોના અંગો સીધા તેમના ગંતવ્ય સ્થાને પહોંચશે
  • GPS દ્વારા Drone નું ટ્રેકિંગ અને ઓપરેશન કરવામાં આવશે

PGI Chandigarh Drone : PGI Chandigarh માં TELEMEDICON 2024 નું આયોજન કરવામાં આવ્યું હતું. TELEMEDICON 2024 સમિટિમાં અનેક ઉપકરણોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે TELEMEDICON 2024 માં PGI Chandigarh ના માર્ગદર્શન હેઠળ એક ખાસ Drone એ પ્રદશિત કરવામાં આવ્યું હતું. તો આ Drone ની એક ખુબ જ રસપ્રદ ખાસિયત છે કે, આ Drone ની મદદથી તબિબો ઓર્ગન્સ અને દવાઓની 100 કિમી સુધીના અંતરમાં પહોંચાડી શકશે. ત્યારે આ નવતર પહેલ ભારતના આરોગ્ય ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવશે. તે ઉપરાંત TELEMEDICON 2024 માં Drone ની મદદથી હેલ્થકેર વિશે પણ લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

Drone એકવાર ચાર્જ કર્યા પછી 100 કિમી સુધી ઉડી શકે છે

આ Drone નું વજન 18 કિલો છે, તો આ Drone એ 5 કિલો સુધીનું વજન ઉપાડી શકવામાં સક્ષમ છે. તો સેટેલાઈટ નેવિગેશનની મદદથી આ Drone પોતાના નિશ્ચિત સ્થાન સુધી પહોંચી શકશે. તો આ Drone એકવાર ચાર્જ કર્યા પછી 100 કિમી સુધી ઉડી શકે છે. આ Drone ની વધુ એક ખાસિયત છે કે, આ Drone આશરે 4000 ફૂટની ઊંચાઈ સુધી ઉડી શકે છે. અને આ Drone ની ઝડપ પણ ખુબ છે. તેથી આ Drone ઓછા સમયમાં નિશ્ચિત સ્થાને પહોંચી જશે. Drone ની મદદથી ઓર્ગન ટ્રાન્સપોર્ટેશનના કોન્સેપ્ટની પણ પ્રશંસા કરવામાં આવી રહી છે.

Advertisement

આ પણ વાંચો: ચીન જલ્દી જ લાવી રહ્યું છે Flying Cars! બનાવશે 1 લાખ કાર

Advertisement

જરૂરિયાતમંદ લોકોના અંગો સીધા તેમના ગંતવ્ય સ્થાને પહોંચશે

સામાન્ય રીતે એમ્બ્યુલન્સને હિમાચલ પ્રદેશથી PGI Chandigarh સુધી અંગ પહોંચાડવામાં ચાર કલાક લાગે છે, પરંતુ Drone થી માત્ર એક કલાક જેટલો સમય લાગશે. PGI ના ટેલીમેડીસીન વિભાગના ડો.બિમન સૈકિયાના જણાવ્યા અનુસાર પહેલા અંગો લાવવા અને મોકલવા માટે ગ્રીન કોરીડોર બનાવવો પડતો હતો. ઘણી વખત ટ્રાફિક પોલીસનો સંપર્ક કર્યા પછી પણ વિલંબ થતો હતો. હવે આ નવી ટેક્નોલોજીની મદદથી જરૂરિયાતમંદ લોકોના અંગો સીધા તેમના ગંતવ્ય સ્થાને પહોંચી જશે.

GPS દ્વારા Drone નું ટ્રેકિંગ અને ઓપરેશન કરવામાં આવશે

PGI Chandigarh માં એક ખાસ યુનિટ બનાવવામાં આવશે. જ્યાંથી GPS દ્વારા Drone નું ટ્રેકિંગ અને ઓપરેશન કરવામાં આવશે. ડોક્ટર વિમાને જણાવ્યું કે આ Droneની મદદથી નજીકની હોસ્પિટલોમાંથી પણ અંગોનું પરિવહન કરી શકાશે. હાલમાં, ફોર્ટિસ અને મેક્સ જેવી મોટી હોસ્પિટલોમાંથી અંગો લાવવામાં 40-50 મિનિટનો સમય લાગે છે. પરંતુ Droneથી આ સમય ઘટીને માત્ર થોડી મિનિટો થઈ જશે. આ Drone સેવા TechEagle કંપની દ્વારા સંચાલિત કરવામાં આવશે અને PGI Chandigarh ના ટેલીમેડિસિન વિભાગ સાથે સહયોગ કરશે.

આ પણ વાંચો: ISRO એ PSLV-XL દ્વારા દેશની પ્રથમ AI લેબોરેટરી કરશે લોન્ચ

Tags :
Advertisement

.

×