ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jamnagar: ધ્રોલમાં PGVCLની ઘોર બેદરકારી, તૂટી ગયેલ વીજ પોલ બદલવા ખેડૂતોએ અનેકવાર કરી રજૂઆત

જામનગરનાં ધ્રોલનાં ખેડૂતની વાડીમાં વીજ પોલ તૂટી જતા વીજ પોલ બદલવા ખેડૂત દ્વારા PGVCL દ્વારા સર્વે કરી પોલ બદલવામાં આવ્યો ન હતો.
09:01 PM Apr 22, 2025 IST | Vishal Khamar
જામનગરનાં ધ્રોલનાં ખેડૂતની વાડીમાં વીજ પોલ તૂટી જતા વીજ પોલ બદલવા ખેડૂત દ્વારા PGVCL દ્વારા સર્વે કરી પોલ બદલવામાં આવ્યો ન હતો.
jamnagar news gujarat first

જામનગરનાં ધ્રોલ વિસ્તારમાં PGVCL ની ઘોર બેદરકારી સામે આવવા પામી છે. ધ્રોલનાં બરનાલાવાળી વિસ્તારમાં થોડા સમયે પહેલા ખેડૂતની વાડીમાં આખલા બાખડ્યા હતા. જેના કારણે વીજ પોલ તૂટી જવા પામ્યો હતો. વીજ પોલ તૂટી જતા વીજ તાર લટકતા થઈ ગયા હતા. જેથી મોટી દુર્ધટના સર્જાઈ શકે છે. આ બાબતે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ PGVCL વીજ કંપની દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી ન હતી.


ખેડૂત દ્વારા વીજ કર્મચારીઓ પર આક્ષેપ કર્યા

ખેડૂત દ્વારા આક્ષેપ કર્યો હતો કે, પોલ ભાંગી જતા આ બાબતે PGVCL ને જાણ કરવા છતાં 45 દિવસ સુદી પોલ બદલવા ન આવ્યાનો ખેડૂતો આક્ષેપ કર્યો હતો. બે વાર PGVCL નાં અધિકારીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. જે બાદ પણ પોલ બદલવામાં આવ્યો ન હતો. ખેડૂત જીવનાં જોખમે કામ કરી રહ્યા છે. PGVCL નાં અધિકારીઓ જાનહાની થાય તેની રાહ જોઈ રહ્યા હોય તેવા આક્ષેપ ખેડૂત દ્વારા કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ Gondal: ટેકાના ભાવે ખરીદી થયેલ મગફળીનો જથ્થો ચોરાયો, પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

વીજ પોલ પડી જતા પીજીવીસીએલને જાણ કરી હતી

આ બાબતે ખેડૂત અરવિંદ ભાઈ પરમારે જણાવ્યું હતું કે આ પોલ જ્યારે પડ્યો ત્યારે જ અમે આ બાબતે પીજીવીસીએલને જાણ કરી હતી. તેમજ આ રહેણાંક વિસ્તાર છે અને અહીંયા 200 થી વધુ લોકો રહે છે. તેમજ આ વીજ પોલને નવો નાંખવા બાબતે પીજીવીસીએલને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચોઃ Surat: કેમિકલ વાળા કેળા'! Gujarat First Reality Check માં ચોંકાવનારો ખુલાસો, જુઓ Video

Tags :
Electricity Pole CollapsedGujarat FirstGUJARAT FIRST NEWSJamnagar FarmersJamnagar NewsPGVCLPGVCL Employees
Next Article