Plane crash incident in Ahmedabad : વિમાન જમીન પર પડતાની સાથે આગના ગોળામાં ફેરવાયુ, અમદાવાદ અકસ્માતનો ભયાનક Video
- બપોરે 1.39 કલાકે ક્રેશ થયું એર ઈન્ડિયાનું વિમાન
- કેપ્ટન સુમિત સબરવાલે ATCને આપ્યો મેડે કોલ
- ATCએ વિમાનનો સંપર્ક કર્યો પણ થઈ શક્યો નહીં
Plane crash incident in Ahmedabad : અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં બપોરે 1.39 કલાકે એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયુ હતુ. જેમાં કેપ્ટન સુમિત સબરવાલે ATCને મેડે કોલ આપ્યો હતો. ATCએ વિમાનનો સંપર્ક કર્યો પણ થઈ શક્યો નહીં. રન-વે 23 પરથી પ્રસ્થાન કરતાની સાથે ક્રેશ થયુ હતુ. કેપ્ટન સુમિત 8200 કલાક ઉડાનનો અનુભવ ધરાવતા હતા. કો-પાયલટને પણ 1100 કલાક ઉડાનનો અનુભવ છે.
અમદાવાદ આવતી-જતી તમામ ફ્લાઈટ સ્થગિત કરવામાં આવી
અમદાવાદ આવતી-જતી તમામ ફ્લાઈટ સ્થગિત કરવામાં આવી છે. જેમાં આગામી સૂચના સુધી વિમાન સેવા સ્થગિત કરાઈ છે. એર ઈન્ડિયા પ્લેન ક્રેશ થયા બાદ નિર્ણય લેવાયો છે. જેમાં SVPIAના પ્રવક્તાએ નિર્ણય અંગેની જાણકારી આપી છે. વિમાન દુર્ઘટના અંગે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીનું ટ્વીટ સામે આવ્યું છે. જેમાં રામ મોહન નાયડુએ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ છે. વ્યક્તિગત રીતે પરિસ્થિતિ પર અમારી નજર છે. બચાવ ટીમ કાર્યરત, તબીબી સહાયની કામગીરી શરૂ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દુર્ઘટનાને લઈ માહિતી મેળવી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દુર્ઘટનાને લઈ માહિતી મેળવી છે. ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ સાથે PM મોદીએ વાતચીત કરી છે. અમદાવાદ એરઈન્ડિયા પ્લેન ક્રેશને લઈને માહિતી મેળવી છે. તેમજ અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે DGCAના આદેશ છે. તપાસ માટે DGCAની ટીમ દિલ્હીથી અમદાવાદ રવાના છે. જેમાં 2 પાયલટ અને 10 કેબિન ક્રૂ વિમાનમાં સવાર હતા. તેમાં વિમાન કેપ્ટન સુમિત સબરવાલ, ફર્સ્ટ ઓફિસર ક્લાઈવ સુંદર તથા DGCAએ ઘટના અંગેની તમામ જાણકારી મેળવી છે.