Plane Crash :લગ્ન બાદ પહેલીવાર પતિને મળવા લંડન જતી ખુશ્બૂનો અંતિમ Video આવ્યો સામે
અમદાવાદ વિમાન દુર્ઘટના બાલોતરા જિલ્લામાં માતમ છવાયો ખુશ્બૂનો અંતિમ Video આવ્યો સામે Khushboo Rajpurohit In Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ આખા રાજસ્થાનમાં ખાસ કરીને બાલોતરા જિલ્લામાં માતમ છવાયો છે.જ્યાં અરાબા નિવાસી નવપરિણીત ખુશ્બૂ રાજપુરોહિતનું નામ સામે આવ્યા તેના...
Advertisement
- અમદાવાદ વિમાન દુર્ઘટના
- બાલોતરા જિલ્લામાં માતમ છવાયો
- ખુશ્બૂનો અંતિમ Video આવ્યો સામે
Khushboo Rajpurohit In Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ આખા રાજસ્થાનમાં ખાસ કરીને બાલોતરા જિલ્લામાં માતમ છવાયો છે.જ્યાં અરાબા નિવાસી નવપરિણીત ખુશ્બૂ રાજપુરોહિતનું નામ સામે આવ્યા તેના ગામ અને પરિવારમાં હાહાકાર મચી ગયો છે.દુર્ઘટના બાદ બાલોતરાની ખુશ્બૂ,જેના 4 મહિના પહેલા લગ્ન થયા છે,તેનો એક વીડિયો સામે આવ્યો છે.આ વીડિયો તેણે ઘરેથી એરપોર્ટ જવા રવાના થતી વખતે રેકોર્ડ કર્યો હતો.આ વીડિયોમાં ખુશ્બૂ (Khushboo Rajpurohit)ભાવુક દેખાઈ રહી છે.તે પોતાના માતા-પિતા,ભાઈ-બહેન અને સંબંધીઓને ભાવુક થઈને મળી રહી છે.હાથ જોડીને કારમાં બેસી વિદાય લઈ રહી છે.કોને ખબર હતી કે,આ સૌની સાથે છેલ્લી મુલાકાત હશે?

