Plane Crash :લગ્ન બાદ પહેલીવાર પતિને મળવા લંડન જતી ખુશ્બૂનો અંતિમ Video આવ્યો સામે
- અમદાવાદ વિમાન દુર્ઘટના
- બાલોતરા જિલ્લામાં માતમ છવાયો
- ખુશ્બૂનો અંતિમ Video આવ્યો સામે
Khushboo Rajpurohit In Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ આખા રાજસ્થાનમાં ખાસ કરીને બાલોતરા જિલ્લામાં માતમ છવાયો છે.જ્યાં અરાબા નિવાસી નવપરિણીત ખુશ્બૂ રાજપુરોહિતનું નામ સામે આવ્યા તેના ગામ અને પરિવારમાં હાહાકાર મચી ગયો છે.દુર્ઘટના બાદ બાલોતરાની ખુશ્બૂ,જેના 4 મહિના પહેલા લગ્ન થયા છે,તેનો એક વીડિયો સામે આવ્યો છે.આ વીડિયો તેણે ઘરેથી એરપોર્ટ જવા રવાના થતી વખતે રેકોર્ડ કર્યો હતો.આ વીડિયોમાં ખુશ્બૂ (Khushboo Rajpurohit)ભાવુક દેખાઈ રહી છે.તે પોતાના માતા-પિતા,ભાઈ-બહેન અને સંબંધીઓને ભાવુક થઈને મળી રહી છે.હાથ જોડીને કારમાં બેસી વિદાય લઈ રહી છે.કોને ખબર હતી કે,આ સૌની સાથે છેલ્લી મુલાકાત હશે?
વિપુલ લંડનમાં એક સરકારી હોસ્પિટલમાં ડોક્ટર છે
ખુશ્બૂના લગ્ન ચાર મહિના પહેલા ખારાબેરાના નિવાસી ડો.વિપુલ રાજપુરોહિત સાથે થયા હતા.વિપુલ લંડનમાં એક સરકારી હોસ્પિટલમાં ડોક્ટર છે.લગ્ન બાદ પહેલી વાર ખુશ્બૂ પોતાના પતિને મળવા લંડન જઈ રહી હતી.તેણે ખૂબ જ ઉત્સાહ અને પ્રેમથી આ સફરની શરૂઆત કરી હતી.મળતી માહિતી અનુસાર,ખુશ્બૂ પોતાના પતિને મળવા એક જ રવાના થઈ હતી. પરિવારના તમામ સભ્યો અમદાવાદમાં હતા.જ્યાંથી તેણે ફ્લાઈટ પકડી. વિમાન દુર્ઘટનાના સમાચાર મળતા આખા પરિવારની હાલત નાજુક છે. તેઓ વારંવાર આ વીડિયોને જોઈ રહ્યા છે.જેમાં તે હસી રહી છે.પણ આ હાસ્ય હવે એક ગંભીર પીડા આપી રહ્યું છે.
આ પણ વાંચો -Ahmedabad માં કાળમુખા પ્લેન ક્રેશ વચ્ચે ચમત્કાર, સીટ 11 એ પરથી એક મુસાફર જીવિત મળ્યો...
રાજપુરોહિત સમાજમાં શોકની લહેર
અરાબા અને ખારાબેરા ગામમાં સન્નાટો ફેલાયેલો છે.આખા રાજપુરોહિત સમાજમાં શોકની લહેર છે.કોઈ વિશ્વાસ નથી કરી શકતું કે ખુશ્બૂ,જે થોડા કલાકો પહેલા સૌને ગળે મળી રહી હતી, તે હવે ક્યાંય નથી, તેનો કોઈ અત્તોપત્તો નથી.પરિવાર હજુ પણ એક ચમત્કારની આશા લગાવીને બેઠો છે.તે સરકાર અને વિદેશ મંત્રાલયને વિનંતી કરી રહ્યા છે. ફટાફટ સાચી જાણકારી આપવામાં આવે અને ખુશ્બૂ હેમખેમ મળે.