PM Modi Address Nation : 'Operation Sindoor' એ ન્યાયની અખંડ પ્રતિજ્ઞા : PM Modi
- ભારત-પાકિસ્તાન યુદ્ધ વિરામ બાદ પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રને સંબોધન (PM Modi Address Nation)
- 'ઓપરેશન સિંદૂર' ભારતની દરેક દીકરી, બહેન અને માતાને સમર્પિત : PM મોદી
- 'ઓપરેશન સિંદૂર' ફક્ત એક નામ નથી, દેશનાં કરોડો લોકોની ભાવનાઓનું પ્રતિબિંબ : PM મોદી
- આતંકવાદીઓએ બહેનોનું સિંદુર ભૂસ્યું, અમે આતંકના મુખ્યાલયને ઉડાવી દીધું - PM મોદી
PM Modi Address Nation : પહલગામ હુમલા પછી, ભારતીય સેનાએ પાકિસ્તાન (Pakistan) અને POK માં આવેલા આતંકી ઠેકાણાઓ સામે લશ્કરી કાર્યવાહી કરી હતી, જેમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા અને 100 થી વધુ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ પછી, ગભરાટમાં આવી ગયેલા પાકિસ્તાને ભારત પર 400 થી વધુ ડ્રોન-મિસાઇલ છોડ્યા હતા. જો કે, ભારતીય વાયુસેનાએ બધા ડ્રોન-મિસાઇલને નષ્ટ કર્યા હતા. ચાર દિવસનાં લશ્કરી તણાવ બાદ, બંને દેશોએ શનિવારે સાંજે યુદ્ધવિરામની જાહેરાત કરી. 'ઓપરેશન સિંદૂર' (Operation Sindoor) અને પાકિસ્તાન સામે થયેલી ભારતીય સૈન્ય કાર્યવાહી બાદ પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે રાષ્ટ્ર સંબોધન કર્યું છે.
'ઓપરેશન સિંદૂર' ભારતની દરેક દીકરી, બહેન અને માતાને સમર્પિત : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'ઓપરેશન સિંદુર' ને ભારતની દરેક દીકરી, બહેન અને માતાને સમર્પિત કર્યું. તેમણે કહ્યું કે, પહલગામમાં રજાઓ મનાવી રહેલા દેશવાસીઓને તેમના ધર્મ વિશે પૂછી મારી નાખવામાં આવ્યા, આ દેશને તોડવાનો ઘૃણાસ્પદ પ્રયાસ હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'ઓપરેશન સિંદુર' માં (Operation Sindoor) બહાદુર સશસ્ત્ર દળો, ગુપ્તચર એજન્સીઓ અને વૈજ્ઞાનિકોની ભૂમિકાને બિરદાવી, જેમાં ભારતે પાકિસ્તાન અને POK માં 9 આતંકવાદી છાવણીઓ પર હુમલો કર્યો હતો અને 100 થી વધુ આતંકીઓને ઠાર કર્યા હતા.
આ પણ વાંચો - 'Operation Sindoor', PAK સામે સૈન્ય કાર્યવાહી બાદ પહેલીવાર PM મોદી આજે દેશને સંબોધિત કરશે
Prime Minister Narendra Modi addresses the Nation : Operation Sindoor બાદ PM Modi નું રાષ્ટ્રને સંબોધન | Gujarat First @PMOIndia #narendramodi #operationsindoor #pahalgamterrorattack #jammukashmir #gujaratfirst #ceasefire #indianpakistani #indianarmy pic.twitter.com/ydBw8kElNq
— Gujarat First (@GujaratFirst) May 12, 2025
'ઓપરેશન સિંદૂર' એક નામ નથી, દેશનાં લોકોની ભાવનાઓનું પ્રતિબિંબ : PM મોદી
પીએમ મોદીએ (PM Modi Address Nation) કહ્યું કે, 'ઓપરેશન સિંદુર' ફક્ત એક નામ નથી, તે દેશનાં કરોડો લોકોની ભાવનાઓનું પ્રતિબિંબ છે. 'ઓપરેશન સિંદૂર' એ ન્યાયની અખંડ પ્રતિજ્ઞા છે. 6 મેની મોડી રાત્રે અને 7 મેની વહેલી સવારે આખી દુનિયાએ આ પ્રતિજ્ઞાને પરિણામમાં પરિવર્તિત થતી જોઈ હતી. પીએમ મોદીએ કહ્યું કે, આ આતંકવાદી હુમલા પછી, સમગ્ર રાષ્ટ્ર, દરેક નાગરિક, દરેક સમાજ, દરેક વર્ગ, દરેક રાજકીય પક્ષ આતંકવાદ સામે કડક કાર્યવાહી માટે એક અવાજમાં ઊભા થયા.
આ પણ વાંચો - DGMO PC : 'પાપનો ઘડો ભરાઈ ગયો હતો..!' આતંકીસ્તાન સામે ભારતીય સેનાનો હુંકાર
આતંકીઓએ બહેનોનું સિંદુર ભૂસ્યું, અમે આતંકના મુખ્યાલયને ઉડાવી દીધું - PM મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આતંકવાદીઓએ આપણી બહેનોનું સિંદુર ભુંસ્યુ, તેથી ભારતે આતંકવાદના મુખ્યાલયોનો નાશ કર્યો. ભારત દ્વારા કરવામાં આવેલા આ હુમલાઓમાં 100 થી વધુ ખતરનાક આતંકવાદીઓ માર્યા ગયા હતા. પીએમએ કહ્યું કે, આપણા બહાદુર સૈનિકોએ 'ઓપરેશન સિંદુર' ના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે અપાર હિંમત દર્શાવી છે. આજે, હું તેમની બહાદુરી, તેમની હિંમત, તેમની વીરતા આપણા દેશની દરેક માતા, બહેન અને પુત્રીને સમર્પિત કરું છું.
આ પણ વાંચો - PM Modi Speech Live : પાણી અને લોહી એકસાથે વહી ન શકે, PM મોદીની પાકિસ્તાનને ચેતવણી