PM Modi Address Nation : PM મોદીનો પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ, કહ્યું- હવે વાતચીત થશે તો માત્ર..!
- ભારત-પાકિસ્તાન યુદ્ધ વિરામ બાદ પહેલીવાર PM મોદીનું રાષ્ટ્રને સંબોધન (PM Modi Address Nation)
- PM મોદીએ પાકિસ્તાન સાથે વાતચીત અંગે સ્પષ્ટ સંદેશ આપ્યો
- હવે પાકિસ્તાન સાથે કોઈ વાતચીત થશે તો તે ફક્ત આતંકવાદ અને POK પર જ થશે : PM મોદી
- 'ચોક્કસપણે યુદ્ધનો યુગ નથી, પરંતુ આ આતંકવાદનો પણ યુગ નથી'
PM Modi Address Nation : ભારત અને પાકિસ્તાન (IndiaPakistanWar2025) વચ્ચે યુદ્ધ વિરામ બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું. તેમણે પાકિસ્તાન સાથે વાતચીત અંગે સ્પષ્ટ સંદેશ આપ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, હવે પાકિસ્તાન સાથે કોઈ વાતચીત થશે તો તે ફક્ત આતંકવાદ અને POK પર જ થશે. પોતાના સંબોધનમાં, પીએમ નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) પહેલગામ, ઓપરેશન સિંદૂર અને પરમાણુ યુદ્ધ જેવા મુદ્દાઓનો પણ ઉલ્લેખ કર્યો.
આ પણ વાંચો - PM Modi Address Nation : 'Operation Sindoor' એ ન્યાયની અખંડ પ્રતિજ્ઞા : PM Modi
PM Narendra Modi addresses the Nation : હવે વાત માત્ર આતંકવાદ અને POK પર જ થશે...| Gujarat First @PMOIndia #pmmodi #narendramodi #operationsindoor #pahalgamterrorattack #jammukashmir #ceasefire #indianpakistani #indianarmy #gujaratfirst pic.twitter.com/aOHWJKoLek
— Gujarat First (@GujaratFirst) May 12, 2025
ભારત કોઈપણ પરમાણુ બ્લેકમેલિંગને સહન કરશે નહીં : PM મોદી
રાષ્ટ્રને સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi Address Nation) પાકિસ્તાન સહિત સમગ્ર વિશ્વને સ્પષ્ટ સંદેશ આપ્યો. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, જો હવે પાકિસ્તાન સાથે કોઈ વાતચીત થશે તો તે ફક્ત આતંકવાદ અને POK પર જ થશે. પોતાના સંબોધનમાં, પીએમ નરેન્દ્ર મોદીએ પહેલગામ ( Pahalgam Tarror Attack), ઓપરેશન સિંદૂર (Operation Sindoor) અને પરમાણુ યુદ્ધ જેવા મુદ્દાઓનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે એમ પણ કહ્યું કે, ભારત કોઈપણ પરમાણુ બ્લેકમેલિંગને સહન કરશે નહીં.
આ પણ વાંચો - 'Operation Sindoor', PAK સામે સૈન્ય કાર્યવાહી બાદ પહેલીવાર PM મોદી આજે દેશને સંબોધિત કરશે
'ચોક્કસપણે યુદ્ધનો યુગ નથી, પરંતુ આ આતંકવાદનો પણ યુગ નથી'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) કહ્યું કે, આ ચોક્કસપણે યુદ્ધનો યુગ નથી, પરંતુ આ આતંકવાદનો પણ યુગ નથી. આતંકવાદ સામે 'ઝીરો ટોલરેન્સ' એ એક સારા વિશ્વની ગેરંટી છે. જે રીતે પાકિસ્તાની સેના અને પાકિસ્તાન સરકાર આતંકવાદને પ્રોત્સાહન આપી રહી છે, તે એક દિવસ પાકિસ્તાનનો જ નાશ કરશે. જો પાકિસ્તાન (Pakistan) ટકી રહેવા માગે છે, તો તેણે તેના આતંકવાદી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો નાશ કરવો પડશે. ભારતનો દૃષ્ટિકોણ ખૂબ જ સ્પષ્ટ છે... આતંકવાદ અને વાતચીત એકસાથે ચાલી શકે નહીં. આતંકવાદ અને વેપાર સાથે ચાલી શકે નહીં. અને... પાણી અને લોહી એકસાથે વહી શકતા નથી.'
આ પણ વાંચો - DGMO PC : 'પાપનો ઘડો ભરાઈ ગયો હતો..!' આતંકીસ્તાન સામે ભારતીય સેનાનો હુંકાર