PM Modi એ Manipur ના લોકોને શાંતિ માટે કરી અપીલ, વિકાસ માટે શાંતિ જરૂરી
- PM Modi એ શનિવારે Manipur ની મુલાકાત લીધી હતી
- મણિપુરમાં બે વર્ષ પહેલા હિંસા ફાટી નીકળી હતી
- PM મોદીએ મણિપુરના ચુરાચંદપુરમાં વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મણિપુરની મુલાકાત લીધી હતી. બે વર્ષ પહેલા હિંસા ફાટી નીકળ્યા પછી PM મોદીનો આ પૂર્વોત્તર રાજ્યનો આ પ્રથમ પ્રવાસ છે. તેમણે મણિપુરના ચુરાચંદપુરમાં વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે જાહેર સભાને પણ સંબોધિત કરી હતી. PM મોદીએ મણિપુરના લોકોને વચન આપતા કહ્યું હતું કે, 'હું તમારી સાથે છું, ભારત સરકાર મણિપુરના લોકોની સાથે છે.'
PM Modi એ શનિવારે Manipur ની મુલાકાત લીધી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે 'હું મણિપુરના લોકોની ભાવનાને સલામ કરું છું. ભારે વરસાદ છતાં, તમે અહીં આટલી મોટી સંખ્યામાં ભેગા થયા છો અને હું તમારા પ્રેમ અને સ્નેહ માટે ખૂબ આભારી છું. જ્યારે હવામાનને કારણે મારું હેલિકોપ્ટર ઉડી શક્યું નહીં, ત્યારે મેં રસ્તા માર્ગે મુસાફરી કરવાનું પસંદ કર્યું. રસ્તાના કિનારે લોકોએ હાથમાં ત્રિરંગો લઈને મારું સ્વાગત કર્યું. મને મળેલા હૂંફ અને પ્રેમને હું ક્યારેય ભૂલીશ નહીં. હું મણિપુરના લોકો સમક્ષ આદરપૂર્વક માથું નમાવું છું.'
PM મોદીએ Manipur ના ચુરાચંદપુરમાં વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ કર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, 'મણિપુરની ભૂમિ આશા અને આકાંક્ષાઓની ભૂમિ છે. કમનસીબે આ સુંદર પ્રદેશ હિંસાથી છવાઈ ગયો છે.' થોડા સમય પહેલા હું રાહત શિબિરોમાં રહેતા અસરગ્રસ્ત લોકોને મળ્યો તેમને મળ્યા પછી હું વિશ્વાસ સાથે કહી શકું છું કે મણિપુરમાં આશા અને આત્મવિશ્વાસનો નવો પ્રભાત ઉગી રહ્યો છે. વિકાસ ગમે ત્યાં મૂળિયાં પકડે તે માટે શાંતિ જરૂરી છે. છેલ્લા 11 વર્ષોમાં, પૂર્વોત્તરમાં ઘણા સંઘર્ષો અને વિવાદોનું નિરાકરણ આવ્યું છે. લોકોએ શાંતિનો માર્ગ પસંદ કર્યો છે અને વિકાસને પ્રાથમિકતા આપી છે. અમને સંતોષ છે કે તાજેતરમાં પહાડીઓ અને ખીણોમાં વિવિધ જૂથો સાથે કરારો થયા છે. આ ભારત સરકારના પ્રયાસોનો એક ભાગ છે, જેમાં સંવાદ, આદર અને પરસ્પર સમજણને મહત્વ આપીને શાંતિ સ્થાપિત કરવા માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે. હું તમામ સંગઠનોને શાંતિના માર્ગ પર આગળ વધવા અને તેમના સપનાઓને સાકાર કરવા અપીલ કરું છું. હું તમારી સાથે છું, ભારત સરકાર મણિપુરના લોકો સાથે છે.'
PM મોદીએ કહ્યું કે 'Manipur ની આ ભૂમિ હિંમત અને બહાદુરીની ભૂમિ છે'
PM મોદીએ સભાને સંબોધતા કહ્યું કે 'મણિપુરની આ ભૂમિ હિંમત અને બહાદુરીની ભૂમિ છે. આ ટેકરીઓ... કુદરતની અમૂલ્ય ભેટ છે, અને તે જ સમયે આ ટેકરીઓ તમારા બધાની સતત મહેનતનું પ્રતીક પણ છે. મણિપુરના નામમાં મણિ છે, આ એ મણિ છે જે આવનારા સમયમાં સમગ્ર ઉત્તર-પૂર્વની ચમક વધારશે. ભારત સરકાર મણિપુરને વિકાસના માર્ગ પર ઝડપથી આગળ વધારવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આ સંદર્ભમાં, હું આજે આપ સૌની વચ્ચે આવ્યો છું. થોડા સમય પહેલા, આ મંચ પરથી લગભગ 7 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ્સ મણિપુરના લોકો, અહીં ટેકરીઓ પર રહેતા આદિવાસી સમાજના જીવનને વધુ સારું બનાવશે.’
PM મોદીએ Manipur માં ₹7,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું
PM મોદીએ કહ્યું, ‘ભારત સરકાર મણિપુરની વિકાસ યાત્રાને ઝડપી બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આ ભાવના સાથે, હું આજે તમારી વચ્ચે આવ્યો છું. થોડા સમય પહેલા, આ જ મંચ પરથી લગભગ ₹7,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ્સ મણિપુરના લોકો અને આપણા આદિવાસી સમુદાયોના જીવનમાં નોંધપાત્ર સુધારો લાવશે. મણિપુર અન્ય દેશો સાથે તેની સરહદ શેર કરે છે અને કનેક્ટિવિટી હંમેશા અહીં એક પડકાર રહ્યો છે. નબળી કનેક્ટિવિટીને કારણે તમે જે મુશ્કેલીઓનો સામનો કરો છો તે હું સમજું છું. તેથી, 2014 થી, મેં મણિપુરમાં કનેક્ટિવિટી સુધારવા પર ઘણો ભાર મૂક્યો છે. આ માટે, ભારત સરકારે બે સ્તરે કામ કર્યું છે. પ્રથમ- અમે રેલ અને રોડ પ્રોજેક્ટ્સ માટે બજેટમાં અનેકગણો વધારો કર્યો છે. બીજું- અમે શહેરોથી ગામડાઓ સુધી રસ્તા બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તાજેતરના વર્ષોમાં, અહીં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ₹3,700 કરોડ ખર્ચવામાં આવ્યા છે અને ₹8,700 કરોડના રોકાણ સાથે નવા ધોરીમાર્ગો પર કામ ચાલી રહ્યું છે.'
PM મોદીએ કહ્યું કે તમે બધા જાણો છો કે પહેલા અહીં ગામડાઓ સુધી પહોંચવું કેટલું મુશ્કેલ હતું. હવે અહીં સેંકડો ગામડાઓમાં રોડ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવી છે. પહાડી લોકો અને આદિવાસી ગામડાઓને આનો ઘણો ફાયદો થયો છે. અમારી સરકાર દરમિયાન મણિપુરમાં રેલ કનેક્ટિવિટીનો વિસ્તાર થઈ રહ્યો છે. જીરીબામ-ઇમ્ફાલ રેલ્વે લાઇન ટૂંક સમયમાં રાજધાની ઇમ્ફાલને રાષ્ટ્રીય રેલ નેટવર્ક સાથે જોડશે. પીએમ મોદીએ કહ્યું કે એક સમય હતો જ્યારે દિલ્હીમાં લેવામાં આવેલા નિર્ણયો અહીં પહોંચવામાં દાયકાઓ લાગતા હતા. આજે આપણું ચુરાચંદપુર, આપણું મણિપુર, દેશના બાકીના ભાગો સાથે પ્રગતિ કરી રહ્યું છે. જેમ અમે દેશભરમાં ગરીબો માટે કાયમી ઘરો બનાવવાની જાહેરાત કરી હતી, તેમ મણિપુરને પણ તેનો ફાયદો થયો છે. અહીં લગભગ 60,000 ઘરો બનાવવામાં આવ્યા છે, જેનાથી હજારો પરિવારોને ગૌરવ અને સુરક્ષાનું જીવન મળ્યું છે.
આ પણ વાંચો: PM Narendra Modi આજે મણિપુરની મુલાકાતે : જાતિય હિંસા બાદ પ્રથમ પ્રવાસ, શાંતિ અને વિકાસની પહેલ