Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં PM Modi ના આગમન પહેલાં ઉત્સાહનો માહોલ

નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ( PM Modi ) આગમન પહેલાં સ્થાનિકોમાં અપાર ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે. આદિવાસી બહુલ વિસ્તારમાં વડાપ્રધાનનું આગમન ઐતિહાસિક ક્ષણ ગણાવીને લોકો મોગરા માતાજીના દર્શન સાથે તેમનું પરંપરાગત સ્વાગત કરવા આતુર છે. આવતીકાલે યોજાનાર વિશાળ કાર્યક્રમમાં વડાપ્રધાનની હાજરીથી વિસ્તારના વિકાસને નવી દિશા મળશે તેવી આશા સ્થાનિકોમાં જાગી છે.
નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં pm modi ના આગમન પહેલાં ઉત્સાહનો માહોલ
Advertisement
  • ડેડિયાપાડામાં PM Modi ના આગમન પહેલાં ઉત્સાહની લહેર
  • મોગરા માતાજીના દર્શન સાથે આદિવાસીઓનું પરંપરાગત સ્વાગત
  • પ્રભાતફેરીમાં ગુંજ્યા ‘મોદી છે તો મુમકિન છે’ના નારા
  • ચોખા-કંકુની પત્રિકા સાથે ગામડે ગામડે મોદીનું આમંત્રણ
  • નર્મદાના ડેડિયાપાડામાં વિકાસ અને ભક્તિનો અદભૂત સંગમ

ગુજરાત પ્રવાસે PM Modi :  નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ( PM Modi ) આગમન પહેલાં સ્થાનિકોમાં અપાર ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે. આદિવાસી બહુલ વિસ્તારમાં વડાપ્રધાનનું આગમન ઐતિહાસિક ક્ષણ ગણાવીને લોકો મોગરા માતાજીના દર્શન સાથે તેમનું પરંપરાગત સ્વાગત કરવા આતુર છે. આવતીકાલે યોજાનાર વિશાળ કાર્યક્રમમાં વડાપ્રધાનની હાજરીથી વિસ્તારના વિકાસને નવી દિશા મળશે તેવી આશા સ્થાનિકોમાં જાગી છે.

PM MODI ના આગમન પહેલા ઉત્સાહ

ડેડિયાપાડામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આદિવાસી સમાજે પરંપરાગત રીતે આમંત્રણ આપવા પ્રભાતફેરીનું આયોજન કર્યું હતું. આ પ્રભાતફેરીમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા સાથે મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ, કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતી આ ફેરી દરમિયાન ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ અને ‘મોદી છે તો મુમકિન છે’ જેવા નારા ગુંજી ઉઠ્યા હતા. કાર્યકરોએ ગામડે ગામડે પત્રિકા વહેંચીને લોકોને આ રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં ઉમટી પડવા અને વડાપ્રધાનના સંબોધનનો લાભ લેવા વિનંતી કરવામાં આવી હતી.

Advertisement

Advertisement

PM Modi ના આગમન પહેલા કંકુ-ચોખા નાંખીને પત્રિકા આપવામાં આવી

આદિવાસી પરંપરા અનુસાર ચોખામાં કંકુ નાખીને પત્રિકા આપવાનો રિવાજ આજે પણ જીવંત છે. આ પ્રસંગને મોટો ઉત્સવ ગણીને નેતાઓ ઢોલ-નગારા અને મંજીરા સાથે ગામલોકોને આમંત્રણ આપી રહ્યા છે. ગ્રામજનોએ હસતા મોઢે પત્રિકાનો સ્વીકાર કર્યો અને વડાપ્રધાનના આગમનને વધાવી લીધું. સ્થાનિક નેતાઓએ જણાવ્યું કે, આ આગમન ડેડિયાપાડા માટે ઐતિહાસિક છે અને વિસ્તારના વિકાસને વેગ આપશે. દેશપ્રેમ, ભક્તિભાવ અને વિકાસની આશા સાથે સમગ્ર વાતાવરણ એકતા અને ઉત્સાહથી ભરાયેલું છે. આ કાર્યક્રમ ભાજપ માટે પણ ગામડે ગામડે જનસંપર્કનો મોટો અવસર બની રહ્યો છે.

આ પણ વાંચો- CR Patil : NDA નાં શાનદાર પ્રદર્શનમાં સહપ્રભારી સી.આર.પાટીલની મહેનત

Tags :
Advertisement

.

×