બિહારમાં NDAની ભવ્ય જીત પર PM મોદીની પહેલી પ્રતિક્રિયા, 'આ વિકાસ અને સુશાસનનો વિજય'
- Bihar NDA Victory: બિહાર ચૂંટણીમાં NDAની ભવ્ય જીત
- PM મોદીએ ભવ્ય જીત બદલ આપી પહેલી પ્રતિક્રિયા
- બિહારમાં વિકાસ અને સુશાસનનો વિજ્ય
બિહાર વિધાનસભા ચૂંટણી 2025 (Bihar Election Result) માં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની ઐતિહાસિક અને પ્રચંડ જીત પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની (PM MODI) પહેલી પ્રતિક્રિયા આવી છે. પીએમ મોદીએ આ ભવ્ય વિજયને વિકાસ અને સુશાસનનો વિજય ગણાવ્યો છે, જેણે બિહારના રાજકારણમાં એક નવો અધ્યાય શરૂ કર્યો છે.
PM NDA ની ભવ્ય જીત પર આપી પહેલી પ્રતિક્રિયા
નોંધનીય છે કે વડા પ્રધાને ટ્વીટ દ્વારા અને દિલ્હીમાં ભાજપ મુખ્યાલયેથી કાર્યકર્તાઓને સંબોધીને જનાદેશ બદલ બિહારની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, "આ સામાજિક ન્યાય અને જન કલ્યાણની ભાવનાનો વિજય છે."પીએમ મોદીએ આગળ જણાવ્યું, "હું બિહારમાં મારા પરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભારી છું જેમણે ૨૦૨૫ની વિધાનસભા ચૂંટણીમાં NDAને ઐતિહાસિક અને અભૂતપૂર્વ વિજય સાથે આશીર્વાદ આપ્યા છે." આ વિજયને માત્ર રાજકીય સફળતા નહીં, પરંતુ લોક કલ્યાણના સંકલ્પની પુષ્ટિ તરીકે જોવામાં આવે છે.
PM મોદી એ કહ્યું સુશાશનની જીત
પીએમ મોદીએ આશા વ્યક્ત કરી કે આ પ્રચંડ જનાદેશ NDAને વધુ ઉર્જા આપશે. તેમણે કહ્યું, "આ પ્રચંડ જનાદેશ આપણને લોકોની સેવા કરવા અને બિહાર માટે નવા સંકલ્પ સાથે કામ કરવા માટે સશક્ત બનાવશે." વડા પ્રધાને સ્પષ્ટ કર્યું કે સરકારનો મુખ્ય ધ્યેય બિહારની પ્રગતિની ગતિને વધુ ઝડપી બનાવવાનો રહેશે.
NDAની આ જીત પાછળ મુખ્યમંત્રી નીતિશ કુમારના 'સુશાસન' અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓની અસર માનવામાં આવે છે. ખાસ કરીને મહિલાઓ, OBC અને EBC વર્ગોનો મજબૂત ટેકો NDA માટે નિર્ણાયક સાબિત થયો છે. વડા પ્રધાનની પ્રતિક્રિયા દર્શાવે છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો હવે વિકાસના એજન્ડા પર વધુ જોર આપશે. આ પરિણામોએ બિહારના રાજકારણમાં સ્થિરતા અને વિકાસની પ્રાથમિકતા પર મહોર મારી દીધી છે.
આ પણ વાંચો: બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની ઐતિહાસિક જીત નિશ્ચિત, PM મોદી આજે સાંજે કાર્યકરોને સંબોધશે